ગુજરાતમાં વધતી જતી ગરમીમાં ફૂદીનાનો કિંમતી પાક બરબાદ 

વધતી જતી ગરમીમાં ફૂદીનાનો કિંમતી પાકને બરબાદ

बढ़ती गर्मी ने बरबाद की कीमती पुदीने की फसल

Rising heat ruined the precious mint crop in Gujarat

પીપરમિન્ટ પાકનું ઉત્પાદન જોખમી બની ગયું છે. 8થી 45 ડીગ્રી સુધીના તાપમાનમાં થઈ શકે છે. પણ આ વખતે ગરમી વહેલી શરૂ થઈ ગઈ હોવાથી ફૂદીનાના તેલની ખેતી જોખમમાં આવી ગઈ છે.

વહેલી ગરમીના મોજા અને પૂર્વીય પવનોએ ખેડૂતો માટે ખર્ચમાં વધારો કર્યો છે. તેમજ પાકને નુકસાન થવાનું જોખમ પણ વધાર્યું છે.

અસાધારણ ગરમી છે. ઉનાળાનું તાપમાન આટલું ઊંચુ ક્યારેય નહોતું. ગરમ પવનો પૃથ્વીને સળગાવી રહ્યાં છે.

તાજગી, સ્વાદ અને સુગંધ માટે વપરાતા ફૂદીનાના તેલની મોટી બજાર ઉદ્યોગોમાં છે. દર વર્ષે લગભગ 30 હજાર મેટ્રિક ટન ફૂદીનાના તેલનું ઉત્પાદન થાય છે. એક વીઘામાં લગભગ 12-15 કિલો મેન્થા તેલ નીકળે છે.

ખેતીની શરુઆત ઠંડી ઓછી થાય એટલે તરત જ, લગભગ જાન્યુઆરીના અંતમાં થાય છે. ધીમે ધીમે ગુજરાત, પંજાબ, બિહાર અને હરિયાણામાં પણ મેન્થાની ખેતી વધી રહી છે.

તેલની ખેતી

લખનૌની CIMAP અને કનૌજાની FFDC સંસ્થાના વિજ્ઞાનીઓના મતે ગુજરાતમાં ખેતી માટે અનુકુળ વાતાવારણ જણાવ્યું છે. પંચમહાલ અને નર્મદા જિલ્લામાં ખેતી સારી થઈ શકે એવું કહ્યું છે. ગાંધીનગર ઔષધી બોર્ડ કે હોર્ટીકલ્ચર બોર્ડમાં ખેતીમાં સબસીડી મળી શકે છે.

લાખોની કમાણી આપતો આ પાક ગુજરાતમાં હાલ 200 એકરમાં લેવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં 200 એકર ફૂદીનો વવાયો છે. ભાવ સારા મળે છે. એરોમા અગ્રીકલ્ચરનો નવો ખ્યાલ છે.

તેલનો ઉપયોગ
તેલનો ઉપયોગ તુથપેસ્ટ, માથાનું તેલ, સાબુ, પાઉડર, દવા, ફ્લોક ધોવા, ગુટખા, તમાકું, ઠંડાપીણા, કફ-સીરપ, ચોકલેટ, પીપરમીન્ટ, વિક્સ જેવી ફાર્મસી પ્રોડક્ટ, બેકરી, કોસ્મેટિકમાં થાય છે. વિશ્વમાં મેથોલ તેલ વાપરે છે. બિસ્કીટ ચોકલેટ, ઠંડા પીણા, પોતા મસાજ તેલમાં વપરાય છે. બ્યુટી પાર્લરમાં અને કોસ્મેટિક્સમાં ભરપુર ઉપયોગ થાય છે.

મેન્થા ઓઈલની માંગ સતત વધી રહી છે. તેલનો ઉપયોગ માથાનું તેલ, સાબુ, પાઉડર, દવા, ફ્લોક ધોવા, ગુટખા, તમાકું, ઠંડાપીણા, કફ-સીરપ, ચોકલેટ, પીપરમીન્ટ, વિક્સ જેવી ફાર્મસી પ્રોડક્ટ, બેકરી, કોસ્મેટિકમાં થાય છે. ફૂદીનાનો શરબત બને છે.

ધોરાજી
રાજકોટના ધોરાજીના 70 વર્ષના ખેડૂત હસમુખ રાણાભાઈ હીરપરા 2001થી જાપાનીજ ફૂદીનો, મેન્થોલની ખેતી કરે છે. ખેતરમાં જ તેલ કાઢવા માટે પ્રોસેસીંગ કરે છે.

એક એકરે ત્રણ વખત છોડને કાપીને તેમાંથી 150 કિલો તેલ નિકળે છે. જેનો સરેરાશ રૂ.1 હજારના કિલો વેચાય છે. રૂ.1.50 લાખનો નફો થાય છે. તેની સામે કપાસમાં 60 મણના ઉતારે 12500 નો નફો થાય છે.

ઉત્પાદન
મેન્થાની ખેતીમાં એકરે 15થી 20 ટન લીલા ફૂદીનાની ઉપજ થાય છે. જેમાં 0.80 થી 1.50 ટકા તેલ નિકળે છે. એક ટને 10થી 12 કિલો તેલ નિકળે છે. જો સ્ટિમડીસ્ટીલેશન પ્લાંટ હોય તો એક ટનમાં 18થી 20 કીલો તેલ મળે છે. એક એકરે 150 થી 180 કિલો તેલ મળે છે. 3 મહિનાના પાકમાં 70થી 80 કિલો તેલ મળે છે.

ઈજમેટના ફૂલ કે મેન્થોલના નામથી ઓળખવામાં આવે છે. સફેદ દૂધને ઠંડીમાં જમાવી દેવામાં આવે છે. તે ઈજમેટના ફૂલ બની જાય છે. પાનમાં નંખાતુ ઇજમેટ પણ બનાવવામાં આવે છે.

ખેડા જિલ્લાના વિરપુર તાલુકાના માલવણ ગામમાં ખેતી થાય છે. વલસાડના ફણસવાળા ગામની મહિલા ખેડૂત શીલાબેન પટેલ અને ગામના ખેડૂતો 40 વર્ષથી ફુદીનાની ખેતી કરે છે.

ભારત વિશ્વમાં મેન્થા તેલનો મુખ્ય નિકાસકાર છે. દેશના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 85 ટકા છે. બારાબંકી જિલ્લો સમગ્ર રાજ્યનો 33 ટકા ફૂદીનો પકવે છે. 88 હજાર હેક્ટરમાંથી મેન્થા તેલના ઉત્પાદનમાં 25 થી 30 ટકા ફાળો આપે છે.

ખર્ચ
વધતા તાપમાન અને હીટવેવને કારણે સિંચાઈ વધારે કરવી પડી રહી છે. જેના કારણે ખર્ચમાં 50 ટકાનો વધારો થયો છે. ખાતર, મજૂરી અને જંતુનાશકો પરનો ખર્ચ પહેલેથી જ વધી ગયો છે. મેન્થા તેલના ભાવમાં 2-3 વર્ષથી નોંધપાત્ર ઘટાડો થયો છે.

જંતુઓનો હુમલો
જંતુનાશકોના રસાયણોનો છંટકાવ કરતા પહેલા ખેતરોમાં ભેજ છે તેની ખાતરી કરવી જોઈએ અને તે સવારે સૂર્યોદય પહેલા અથવા સૂર્યાસ્ત પછી સાંજે કરવી જોઈએ.

રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ વધારવાથી છોડની રોગપ્રતિકારક શક્તિ પર નકારાત્મક અસર થવાની સંભાવના હોય છે. જીવાતો રોકવા માટે જંતુનાશકોની માત્રા લગભગ બમણી થઈ ગઈ છે.

ખેડૂતોને તેમના મેન્થા પાકને બચાવવા માટે જૈવિક જંતુનાશકોને પ્રાધાન્ય આપવાની સલાહ આપવામાં આવે છે.

દેશમાં 3.25 લાખ હેક્ટર અને ઉત્તર પ્રદેશમાં 2.75 લાખ હેક્ટરમાં ફૂદીનો ઉગાડાય છે.

1954માં જમ્મુ પ્રયોગશાળા દ્વારા ભારતમાં ફૂદીનાની ખેતીની શરૂઆત થઈ હતી. હવે ઉત્તરાંચલ અને ઉત્તર પ્રદેશના બારાબંકી, કાનપુર, લખનૌ, બરેલી, કનોજ, રામપુર, ગોરખપુર જિલ્લામાં ખેડૂતો ખેતી કરે છે.

મેન્થા તેલની નિકાસ 25700 ટનની થઈ હતી. ઉત્પાદન 50 હજાર ટન તેલનું થાય છે. 325 લાખ ખેડૂતો રોકાયેલા છે.

ફુદીનાને પાણીમાં ઉકાળ્યા બાદ તે પાણી ખેતીના પાક પર છાંટવાથી શાકભાજીમાં બેસતી ઈયળનો નાશ થઇ જાય છે. માણસોના 70 રોગોમાં કામ આવે છે.