ગાંધીનગર : લોકડાઉનના 14 દિવસમાં સ્થિતીની વિગતો રાજ્ય સરકારે આપી હતી. ફરજ બજાવતા સરકારીનું કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19 ના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર તેના 9 લાખ કર્મચારીના પરિવારને રૂ.25 લાખની સહાય આપશે. પણ ખાનગી કંપનીઓમાં આવી ફરજ બજાવે અને મોત થાય તો તે માટે તે કંપનીને સહાય આપવાની જોગવાઈ નથી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિંસામાં મોતને ભેટેલા ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારી અંકિત શર્માના પરિવારને રૂ.1 કરોડનું વળતર આપવાની જાહેરાત કરી હતી. તો ગુજરાતમાં તો ફરજ પર રહેલાં વ્યક્તિનું મોત થાય તો રૂ.1 કરોડ સહેજે દિલ્હીની જેમ આપવા જોઈએ.
કોરોના વાયરસથી થનારા મોત પર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કર્મચારીઓને 5 લાખ રૂપિયા ચુકવશે.
ખેડૂતનાં મોત કે કાયમી અપંગતાના કિસ્સામાં વળતરની રકમ એક લાખથી વધારીને બે લાખ કરી છે. નવેમ્બર 2015માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉપરના બંને કિસ્સામાં ખેડૂતોને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. પણ રુપાણીએ તેનો અમલ ન કરીને 2018થી 2 લાખ સહાય કરી છે.
કિસાન સન્માન નિધિમાં 40 લાખ ખેડૂતનોના બેન્ક ખાતામાં ચાલુ નાણાંકીય વર્ષની સહાયના પ્રથમ હપ્તાની આગોતરી દરેકને રૂ.2 હજાર જમા કરી દેવામાં આવ્યા છે. રૂ.800 કરોડની રકમ જમા થઈ ગઈ છે. વર્ષ દરમ્યાન 3 હપ્તામાં કુલ રૂ.6000 સહાય ભારત સરકાર આપે છે. કેન્દ્ર સરકારે ગરીબોને સહાય કરવા 1.70 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું.
રાજ્યમાં મંગળવારે 198 લાખ લીટર દૂધની આવક થઇ છે. દૂધ ઉત્પાદકો જેઓ કોઇ દૂધ મંડળીના સભ્ય નથી તેમની 6.25 લાખ લીટર દૂધની આવકનો પણ સમાવેશ છે. 46.44 લાખ લીટર દૂધનું વિતરણ થયું છે.
1.15 લાખ કવીન્ટલ શાકભાજી અને 21 હજાર કવીન્ટલ ફળ, 25 હજાર કવીન્ટલ બટાકા, 20 હજાર કવીન્ટલ ડુંગળી, 11 હજાર કવીન્ટલ ટમેટા, 58 હજાર કવીન્ટલ લીલા શાકભાજી, સફરજન 1157 કવીન્ટલ,1466 કવીન્ટલ કેળાં, 18 હજાર કવીન્ટલ અન્ય ફળોની આવક રહી છે. અમદાવાદ APMCને જેતલપુરમાં શિફ્ટ કરવામાં આવી છે. આજે 20 હજાર 807 ક્વિન્ટલ ફળોની આવક થઈ છે.
નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય, એકલવાયું જીવન જીવતા અને જરૂરતમંદ વ્યકિતઓને 57 લાખ ફૂડ પેકેટસ વિતરણ કર્યું છે.
સ્ટેટ હેલ્પલાઇન ફોન નંબર 1070 ઉપર 4609 અને જિલ્લા હેલ્પલાઇન 1077 ઉપર 20790 ફોન કોલ પર તબીબી સહાય, દૂધ વગેરે જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધિ, સફાઇ અને અન્ય જરૂરી સેવાઓ માટેના ફોન મળ્યા છે.