ગાંધીનગર, 23 માર્ચ 2021
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક ડો. ભરત પટેલે 22 માર્ચ 2021માં જણાવ્યું હતું કે, વીડ-19ના કારણે બગીટા અને મેદાનમાં શાખાઓ નહોતી લગતી. અત્યારે ગત વર્ષની સરખામણીમાં 90% સ્થાનો પર શાખાઓ શરુ થઇ ગઈ છે.
દેશમાં 60777 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. ગુજરાતમાં 1321 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. એમ તેમણે જણાવ્યું હતું.
અગાઉના સંઘચાલક પૂરી વિગતો જાહેર કરતાં આવ્યા છે પણ આ વખતે ગુજરાતની પૂરી વિગતો જાહેર થઈ નથી. ગુજરાતમાંથી સ્વયં સેવક નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન બન્યા છે. પણ ગુજરાતના મંદિરોનો વહીવટ ગુજરાત સરકાર પાસે છે તે મુક્ત કરાવી શક્યા નથી. કે વિવાદાસ્પદ સ્થાનો પરથી મુક્તિ અપાવી શક્યા નથી.
આમ બે વર્ષના સંઘે આપેલા આંકડા પરથી એવું સ્પષ્ટ થયું છે કે સ્થાનો બે ગણા થઈ ગયા છે. જે 2018માં 720 સ્થાનો હતા. આમ બે વર્ષમાં લગભગ બે ગણા સ્થાનો RSSના ગુજરાતમાં થઈ ગયા છે. 2016માં 716 મીલન સ્થાનો હતા.
આ પણ વાંચો
https://allgujaratnews.in/gj/5110-2/
https://allgujaratnews.in/gj/rss-has-given-medicines-for-1-crore-people-in-gujarat/
https://allgujaratnews.in/gj/dattatreya-hosballe/
2018
ગુજરાતમાં 2018માં 720 સ્થાનો પર 1,460 શાખા, 952 સાપ્તાહિક મિલન, 489 સંઘ મંડળીઓ કાર્યરત છે. ગુજરાતમાં સેવાકાર્યો માટેના 2,442 પ્રકલ્પો ચાલે છે. (ગત વર્ષ 1,945) ગુજરાતના 250 સ્થાનો પર સામાજિક સદભાવ બેઠકનું આયોજન થયું હતું. પ્રાથમિક વર્ગ ગુજરાતના 19 સ્થાનો પર થયા જેમાં 2,850 સ્વયંસેવકોએ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. અમદાવાદ મહાનગર દ્વારા 4 માર્ચ, 2018ના રોજ મહાનગર પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5,336 સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં ભાગ લીધો હતો.
2017
આર.એસ.એસ.ના ગુજરાત સંઘચાલક મુકેશ મલકાણ તેમ કહ્યું હતું. ગુજરાતમાં 1,391 શાખા, 786 સાપ્તાહિક મિલન, 481 સંઘ મંડળીઓ, સેવાકાર્યો માટેના 1,945 પ્રકલ્પો ચાલે છે. ગત વર્ષે 1,744 હતા. સામાજીક સદભાવ બેઠક ગુજરાતના 211 સ્થાનો પર થઇ હતી. ગુજરાતમાં વાર્ષિક 10 ટકાના દરે સંઘની પ્રવૃત્તિ વધી હતી.
2016
ગુજરાતમાં 1374 સહિત દેશમાં સંઘની 52,102 દૈનિક શાખાઓ, સાપ્તાહિક મિલન 716, સંઘ મંડળની સંખ્યા 547, સેવાકાર્યો 2,564, શિક્ષા ક્ષેત્રે 969, સ્વાસ્થ્ય ક્ષેત્રે 935, સામાજીક ક્ષેત્રે 582 તથા સ્વાવલંબનના ક્ષેત્રમાં 81 સેવાકાર્યો હતા. 200 સ્થાનો પર સામાજીક સદ્દભાવ બેઠક અને સંત સંમેલન કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
2021માં ગુજરાતમાં શૈલેષ પટેલની પ્રાંત કાર્યવાહ તરીકે અને નીમેશ પટેલની સહ પ્રાંત પ્રચારક તરીકે નિયુક્તિ થઇ છે. પૂર્વ પ્રાંત કાર્યવાહ યશવંતભાઈની પશ્ચિમ ક્ષેત્ર કાર્યકારીણી સદસ્ય તરીકે નિયુક્તિ થઇ છે.