રૂપાણીનું એપ્રિલ ફૂલ – ગરીબોની મજાક કરી સડેલું અનાજ આપ્યું

રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2020થી  સસ્તા અનાજની 17 હજાર દુકાનેથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો નમક વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. જેમાં અનાજ ન મળતું હોવાની અને મળે છે તો તે સડેલું હોવાની ફરિયાદો રાજ્યમાં અનેક સ્થળે ઊભી થઈ છે. મફત અનાજ આપવાનો ગુજરાતે વિક્રમ તો સ્થાપ્યો છે પણ તે બદનામી વધું ઊભી કરી રહ્યો છે.

અંત્યોદય, પી.એચ.એચ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણનો રાજ્યમાં પ્રારંભ થતાંની સાથે જ લોકો એવું અનુભવવા લાગ્યા હતા કે બિનસંવેદનશીલ વિજય રૂપાણીની સરકારે તેમની સાથે 1 એપ્રિલ હોવાથી એપ્રિલ ફૂલ બનાવવા આ યોજના શરૂ કરી છે.

મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે વિતરણ માટે ઘઉં, ખાંડ અને ચોખાનો સંપૂર્ણ જરૂરિયાત મુજબનો જથ્થો પહોચાડી દેવાયો છે. ચણા દાળનો 87 ટકા જથ્થો વિતરણ માટે પહોંચી ગયો છે.

કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ વિડિયો જાહેર કરીને કહ્યું છે કે, લોકોને અનાજ મળતું નથી. રૂપાણી તેમના વચનથી ફરી ગઈ છે. મફત અનાજ આપે છે તેનો મતલબ એ નથી કે સરકાર અનાજ આપવામાં ધાંધીયા કરે.

ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ફોટો પ્રસિદ્ધ કરીને સડેલું અનાજ આપવામાં આવતું હોવાનું જાહેર કરીને તેની તપાસની માંગણી કરી છે. લોકોને સડેલું અનાજ આજે આપવામાં આવ્યું છે. આવું સડેલું અનાજ પશુ પાણ ન ખાય એવું ખરાબ છે. જે ખરેખર તો ફેંકી દઈને તેનો નાશ કરવો જોઈતો હતો તે ગરીબ લોકોને મફત આપીને એપ્રિલ ફૂલની મજાક કરી છે.

કોઈ બાયોમેટ્રીક કાર્ડ વગર તે આપવામાં આવી રહ્યું છે તેમાં મોટું કૌભાંડ થશે એવી આશંકા પહેલેથી જ બતાવવામાં આવી રહી છે. તે સાચી પડી છે. સસ્તા અનાજની દુકાનેથી અપાતું અનાજ એ મોટું કૌભાંડ હોવાની શંકા છે. જેની તપાસની માંગણી કરવામાં આવી છે.

આ મામલે અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ ધારાસભ્યોના આરોપો અંગે જાહેર ખુલાસો કરવો જોઈએ.

અમરેલીના સાવરકુંડલામાં અનાજ વિતરણ સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અફરાતફરી થતાં MLA પ્રતાપ દુધાત સ્થળ પર દોડી આવ્યા હતા અને ધારાસભ્યએ કલેક્ટર-મામલતદારને પણ સ્થળ પર બોલાવ્યાં હતા. ધારાસભ્યએ અધિકારીઓને રૂબરુ બોલાવી ટોળાને દૂર કરવામાં આવ્યું હતું. અનાજની દુકાનોમાંથી ઓનલાઇન પાસ સિસ્ટમ દૂર કરાવી હતી અને બાદમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી બહાર લોકોએ હોબાળો કરીને વિરોધ કર્યો છે. રાશન ન મળતાં કાર્ડ ધારકોએ હોબાળો કર્યો છે. કલેકટર કચેરીએ બહાર 100થી વધુ લોકો એકઠા થઈને હોબાળો કર્યો છે. સરકારે આજથી અનાજ વિતરણની જાહેરાત કરી છે. 754 દુકાનો પરથી 2.60 લાખ રેશનકાર્ડ ધારકો છે.

4 કિલોનું અનાજ ચવાઇ જાય છે

અગાઉ પણ આવું કૌભાંડ તો ચાલતું આવ્યું છે. ગ્રાહકોને 24 કિલો અનાજની જગ્યાએ માત્ર 20 કિલો અનાજ અપાય છે. એટલે બાકીનું 4 કિલોનું અનાજ ચવાઇ જાય છે. એક બાજુ ઓછા અનાજનો પુરવઠો સરકાર દ્વારા આવે છે અને બીજી બાજુ જે પુરવઠો આવે છે તેને પણ બારોબાર વેંચી દેવામાં આવે છે.