ગાંધીનગર, 11 મે 2020
અમદાવાદથી દિલ્હી જવા માટે ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતથી 10 લાખ મજૂરોને ટ્રેન અને બીજી રીતે ગુજરાત બહાર ધકેલી દેવાયા છે. પણ જ્યાં કંડલા અને અદાણીની ચાલુ ફેક્ટરી તથા બીજી કારખાનામાં કામ કરતાં 1200 મજૂરોને ઉત્તર પ્રદેશ લઈની ટ્રેન આજે 11 મે 2020ના રોજ જવાની હતી પણ તે ઉદ્યોગો અને કંડલાના મજૂરોની તંગી ઊભી થવાના કારણે રદ કરી દેવામાં આવી છે. તેમની પાસેથી ટિકિટના પૈસા લઈ વેવામાં આવ્યા હતા. ટ્રેન ગોરખપૂર જવાની હતી. ટ્રેન ન ઉપાડવા માટે સરકાર પર ભારે દબાણ કરાયું હતું. કારણ કે અત્યારે અદાણીના ઉદ્યોગો અને બંદર કચ્છમાં ચાલુ છે. કંડલા બંદર ચાલુ છે, જેમાં 60 ટકા મજૂરોની તંગી છે તેથી કામ થઈ શકતું ન હોવાનું સરકાર પર દબાણ કર્યું હતું.
જ્યારે,
અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન 12 મે 2020થી રવાના થશે. કન્ફર્મ ઇ-ટિકીટ યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે. યાત્રીકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટ પર કરવા દેવાશે અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂર નથી.
ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ હેતુસર ટિકિટ સિવાય અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ.
આમ રૂપાણીની બે રંગ આજે ગુજરાતની પ્રજાએ જોયા છે. તેઓ વારંવાર રંગ બદલતાં રહે છે. તેમાંએ જ્યારે ઉદ્યોગ દબાણ કરે ત્યારે તો ખાસ રંગ બદલી લે છે.
જૂઓ,
મુખ્યમંત્રી સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે ,
લૉકડાઉનના સમયમાં રાજ્યભરમાંથી 11 મે 2020 સુધીમાં 209 ટ્રેનોમાં 5.50 લાખ શ્રમિકોને પરપ્રાંતિય શ્રમિકો-મજૂરોને ગુજરાત બહાર લઈ જવામાં આવ્યા છે.
શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું ભગીરથ કાર્ય અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું છે.
8 મે 2020 સુધીમાં દેશભરમાંથી 461 મજૂર ટ્રેન દોડી હતી. જેમાં ગુજરાતમાંથી 45 ટકા એટલે કે 209૨૦૯ ટ્રેન દોડાવાઈ છે. મહારાષ્ટ્રમાં 61, તેલંગાણા 27, પંજાબ 49 અને ગુજરાત 209 45 ટકા થાય છે.
ગુજરાતમાંથી જે 209 ટ્રેનો દોડી છે, તેમાં ઉત્તર પ્રદેશ માટે 147, બિહાર માટે 23, ઓરિસ્સા માટે 21, મધ્યપ્રદેશ માટે 11 ઝારખંડ માટે 6 અને છત્તીસગઢ માટે 1 ટ્રેનનો સમાવેશ થાય છે.
અમદાવાદથી 50 ટ્રેન, સુરતથી 72 ટ્રેન, વડોદરાથી 16 ટ્રેન, રાજકોટમાંથી 10 ટ્રેન મોરબીમાંથી 12 ટ્રેન પાલનપુરથી 6 ટ્રેન, નડિયાદ-જામનગરથી 5-5, આણંદ અને ગોધરાથી 4-4 ટ્રેન, ભાવનગર, જૂનાગઢ, નવસારી, વાપીથી 3-3 ટ્રેન અને અન્ય જિલ્લાઓમાંથી એક-બે ટ્રેનો દોડાવવામાં આવી છે. 2.56 લાખ જેટલા શ્રમિક-મજૂરોને વતન પહોંચાડાયા છે.
20 મે 2020માં 30 ટ્રેનો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, અંકલેશ્વર, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢથી રવાના થઈ હતી. પણ ગાંધીધામની થવાની હતી તે એકાએક રદ કરી દેવામાં આવી છે. મધ્યરાત્રી સુધીમાં કુલ 239 ટ્રેનો મારફત 3 લાખ લોકો વતન પહોંચશે.
બીજી મેથી શરૂ કરાયેલ આ વ્યવસ્થાથી અંદાજે છ લાખ જેટલા પરપ્રાંતીઓને તેમના વતનમાં મોકલી દેવાયા છે.