રૂપાણી, આપનું પાણી કોન પીજાય છે, આ હિસાબ તો જૂઓ

ગાંધીનગર, 18 મે 2020
જળ અભિયાનના ત્રીજા વર્ષે તબક્કો 20 એપ્રિલ 2020થી શરૂ થયો છે. 18 મે 2020 સુધીમાં 33 જિલ્લામાં 916 કામો પૂર્ણ થયા છે અને 4688 કામો ચાલી રહ્યાં છે. ચેકડેમ તળાવો, રીઝર્વર,નાની-મોટી નદીઓ તળાવો ઉંડા કરવામાં આવી રહ્યાં છે. 2018 માં શરૂં થયેલી કામગીરી છેલ્લા બે વર્ષમાં 23500 લાખ ઘનફૂટ વધારાનો જળસંગ્રહ થયો હતો. આ વર્ષે 1.25 લાખ ઘનફુટ પાણી સંગ્રહાય એટલું કામ થાય એવી ધારણા છે.

આ કામગીરીમાં 14776 JCB /HItachi, 53764 ટ્રેક્ટર ડમ્પર મળીને કુલ 67940 યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના મનરેગા હેઠળના જે કામો થાય છે તેમાં 11.50 લાખ માનવદિન રોજગારી સાથે 73.59 લાખ ઘન મીટર જળસંચય થઈ શકે એટલા કામ પૂર્ણ થયા છે. રાજ્યમાં આ કામો ચાલી રહ્યા છે તેમાંથી નીકળતી ફળદ્રુપ માટી ખેડૂતોને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

6654 કરોડ લીટર પાણીનો સંગ્રહ બે વર્ષમાં થયો હતો. આ વર્ષે 1.25 લાખ ઘનફૂટ થતાં 3 વર્ષના કુલ 350000 લાખ ઘનફૂટ પાણીનો 3 વર્ષમાં સંગ્રહ થશે. જે કુલ 991089631000 લીટર (1 લાખ કરોડ લીટર) પાણીનો સંગ્રહ થશે. આમ 6 કરોડ લોકો માટે 1 લાખ કરોડ લીટર પાણી સંગ્રહ થશે. જે માથા દીઠ 16666 લીટર પાણી સંગ્રહ થશે. આમ થતાં દરેક નાગરિક દીઠ 16 હજાર લીટર પાણી ભેગું થશે. તેથી દુષ્કાળ પડે તો પણ પાણી નહીં ખૂટે એવું સ્વપ્ન વિજય રૂપાણી બતાવી શકે છે. જો આમ જ હોય તો દર વર્ષે કેમ પાણીની તંગી સર્જાય છે.

સંગ્રહનું 10 ગણું પાણી જમીનમાં ઉતરી જતું હોય છે. તે હિસાબે દરેક માણસ દીઠ રૂપાણીએ 1.60 લાખ લીટર પાણીની બચત કરાવી ગણાય છે. જે માણસ આખું વર્ષ વાપરે એટલું છે. માણસ રોજ 100 લીટર પાણી વાપરે તો તેને વર્ષમાં 36 હજાર લીટર પાણી જોઈએ. 200 લીટર વાપરે તો તેને 73 હજાર લીટર પાણી આખા વર્ષમાં જોઈએ. પણ તેના કરતાં તો બે ગણું પાણી રૂપાણીએ બચાવી આપ્યું છે. તેથી હવે આ પાણી ભૂગર્ભમાં સંગ્રહીત રહેશે અને ક્યારેય પાણીનો દુકાળ નહીં પડે એવું ભાજપની સરકારનું આ ગુલાબી ચિત્ર લાગે છે. તો પછી સવાલ ફરી એ ઊભો થાય છે કે આ વધું પાણી કોણ પી જાય છે ?