વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો પરિવારો એટલે કે 2.50 થી 3 કરોડ જેટલા મધ્યમ વર્ગીય લોકોને અનાજ અપાશે. રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ માસમાં કુટુંબ દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે.
ગુજરાતે દેશભરમાં પહેલ કરીને એપ્રિલ માસના પ્રથમ ચાર દિવસમાં મફત અનાજ આપવાનું શરૂં કર્યું છે.
3.40 લાખ ગરીબ પરિવારો-કાર્ડધારકો જેઓને અત્યાર સુધી દર મહિને માત્ર ખાંડ અને મીઠું જ મળતા હતા. તેમને ઘઉં, ચોખા અને દાળ વિનામૂલ્યે આપવામાં આવે છે.
અત્યંત ગરીબ, શ્રમજીવી, અન્ય પ્રાંત-રાજ્યના શ્રમિકો, રેશનકાર્ડ ધરાવતા નથી તેવા 5 લાખ લોકોને અન્નબ્રહ્મ યોજનામાં મફત અનાજ આપવામાં આવી રહ્યું છે.
વિતરણની ચોક્કસ તારીખો હવે જાહેર કરવામાં આવશે.
સી એમ સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, માટે હેવ એન્ડ હેવનોટની ખાઇ પૂરવાનું સામાજીક દાયિત્વ અદા કરે.