સાબરમતી રિવરફ્રન્ટ આર્થિક રીતે નિષ્ફળ છતાં રોકાણ વધી રહ્યું છે

Sabarmati Riverfront is failing financially in Gujarat साबरमती रिवरफ्रंट आर्थिक रूप से विफल हो रहा है लेकिन निवेश बढ़ रहा है

જમીન વેચીને પ્રોજેક્ટનો ખર્ચ કાઢવાનું હતું, જમીન કોઈ લેવા તૈયાર નથી

છતાં લોકોના મનોરંજન માટે પ્રોજેક્ટ સફળ પુરવાર થયો હવે, બિઝનેસ સફળ બનાવવા આયોજન

અમદાવાદ, 7 ડિસેમ્બર 2024
અમદાવાદની સાબરમતી નદીના સિમેન્ટના કાંઠા બનાવવા માટે રૂ. 1981 કરોડ ખર્ચ કર્યો છે. હજી બીજો રૂ. 1 હજાર કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે. પણ તેમાંથી આવક માત્ર રૂ.15 કરોડ થઈ છે. હજી બીજા 22 પ્રોજેક્ટ બનાવવાનું આયોજન છે. તેથી આ ખર્ચ વધીને રૂ. 5 હજાર કરોડ થઈ જાય તેમ છે. સાબરમતી રિવરફ્રંટ બનાવ્યો ત્યારે તેનું ખર્ચ રૂ. 1200 કરોડ નક્કી કરાયું હતું. જે ખર્ચ થાય તે તેની જમીન વેચીને કાઢવાનું સરકારે નક્કી કર્યું હતું. તેમ છતાં એક ચોરસ મિટર જમીન વેચાઈ નથી. આમ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આર્થિક રીતે સાવ નિષ્ફળ પુરવાર થયો છે.

5.50 લાખ ક્યુબીક ફુટ પાણીનું પુર સેકન્ડે આવે છે. છતાં 4.70 લાખ ક્યુબીક ફૂટ પાણી દરેક સેકન્ડે રાખીને ખોટી ડિઝાઈન કરાઈ છે. નદીને 382મીટરથી ઘટાડીને 263 મીટર કરી દેવામાં આવી છે. તેથી લોકોના જીવન સામે ગમે ત્યારે જોખમ આવી શકે છે. નર્મદાનું પાણી ગેરકાયદે સાબરમતી નદીમાં નાંખવામાં આવી રહ્યું છે. ઘણાં ઝુંપડાવીસીઓને આજે પણ રહેવાનું મકાન સરકારે આપ્યું નથી જે પીરાણા કચરાના ડુંગર પાસે ખરાબ હાલતમાં રહે છે.

આટલા નબળા પાસા હોવા છતાં રીવરફ્રંટ ઘણી રીતે શહેરને ઉપયોગી સાબિત થયો છે. શહેરનો ટ્રાફિકની સમસ્યા ઓછી કરીને માનવ દિવસોની ઘણી બચત કરી છે. વળી, શહેરના આર્થિક અને સામાજિક રીતે સારી રીતે ઉપયોગી રીવરફ્રંટ બન્યો છે. હવે બીજો રૂ. 800 કરોડનો પ્રોજેક્ટ મૂક્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર પાલડીના ટાગોર હોલ અને ઇવેન્ટ સેન્ટર પાસેના 8 એકર – 13 હજાર ચો.મી. પ્લોટમાં રૂ. 792.50ના કરોડના ખર્ચે કન્વેન્શન, 5 હજાર ચો.મી.નો કલ્ચરલ પ્લાઝા તથા બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. રાજ્ય સરકાર રુપિયા 500 કરોડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન રૂ. 292.50 કરોડનો ખર્ચ કરશે.

નાગરિકો માટે વિશાળ મકાનમાં સંમેલનો, ઔદ્યોગિક શો અને તેના જેવા માટે રચાયેલી ઇમારતોનું જૂથ બનશે. જેમાં મોટા અવરોધ વિના પ્રદર્શન વિસ્તાર હશે. રેસ્ટોરાં અને અન્ય સુવિધા હશે.

ડેસ્ટિનેશન વેડિંગ, 4 હજાર ચો.મી.નો એક્ઝિબિશન, 300 રુમની હોટલ, 600થી 800 બેઠકનું એમ્ફી થિયેટર, 1 હજાર કાર પાર્કિંગ, 1500 વ્યક્તિઓનું પર્ફોમિંગ થિયેટર, 300થી 400 વ્યક્તિનું થિયેટર ડોમ, 20 મીટીંગ રૂમ  હશે.

મંજૂરી મળ્યાના અઢી વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું 4 હજાર ચો.મી.નો કન્વેન્શન સેન્ટર તૈયાર કરાશે. ખડી સમિતિમાં કામ મંજૂર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલાશે.
નજીકમાં જ રિવરફ્રન્ટ મલ્ટીલેવલ કાર પાર્કિંગ છે.

આશ્રમ રોડને જોડતા ટીપી માર્ગ વિકસાવવામાં આવશે.

સાંસ્કૃતિક અને વ્યાપારી પ્રવૃત્તિઓ માટે એક આદર્શ કેન્દ્ર બની જશે. સાબરમતી રિવરફ્રન્ટ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે સ્થાપિત કરવાની અપેક્ષા છે, જે આ ક્ષેત્રમાં પ્રવાસન, વ્યવસાય અને સાંસ્કૃતિક બાબતોને  આગળ વધારશે.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. અમદાવાદ માટે એક અગ્રણી બિઝનેસ અને પર્યટન સ્થળ તરીકે સ્થાન મેળવવાની અનન્ય તક ઊભી કરે છે. વિકાસને પ્રાદેશિક સાંસ્કૃતિક અને આર્થિક હબ તરીકે શહેરની ભૂમિકાને મજબૂત કરવા તરફના નિર્ણાયક પગલા તરીકે પણ જોવામાં આવે છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરે છે જે વધતા વૈશ્વિકીકરણની માંગ સાથે મેળ ખાય છે.

પ્રોજેક્ટ પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ અને ઉર્જા-કાર્યક્ષમ પ્રણાલીઓનો સમાવેશ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અમદાવાદના વ્યવસાય અને સાંસ્કૃતિક લેન્ડસ્કેપને જ નહીં પરંતુ ભવિષ્યના શહેરી વિકાસ માટે એક મોડેલ તરીકે હશે.

વાયબ્રંટ ગુજરાતનો શો અહીં થઈ શકશે
આઇકોનિક ટાગોર હોલ અને ભારતની અગ્રણી ડિઝાઇન સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન બાજુમાં છે. જેમાં આંતરરાષ્ટ્રીય સંમેલનો થઈ શકશે. જે ભવિષ્યમાં મોનોરેલ, ટ્રામ, વોટર ટેક્સી અને કેબલ કાર જેવા પરિવહનના નવા મોડ્સને પણ જોડશે.

સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરશે. વાયબ્રન્ટ ગુજરાતમાં કાર્યક્રમો ગાંધીનગરના મહાત્મા મંદિરના બદલે હવે સાબરમતી નદી કાંઠે થશે. જે મોટા, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જે તેમને પ્રદર્શનમાં ભાગ લેવાની અને મોટા બજારમાં પ્રવેશવાની તક મળશે.

અગાઉના પ્લાનમાં ફેરફાર
સપ્ટેમ્બર 2022માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપનીના અધ્યક્ષ કેશવ વર્માએ એવું કહ્યું હતું કે, રિવરફ્રન્ટમાં સાર્વજનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી સંભાવના છે જે ભાગ્યે જ કોઈ અન્ય શહેરમાં છે. તે ઘણી બધી ખુલ્લી જગ્યા ધરાવતી ગ્રીન બિલ્ડીંગ બનવા જઈ રહી છે. સત્તાવાળાઓ વેપારી સંગઠનો અને કલા ક્ષેત્રના નિષ્ણાતોના સૂચનો પણ લેશે. આ જ પરિસરમાં એક આર્ટ મ્યુઝિયમ પણ હોઈ શકે છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર નવું સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા જાહેરાત કરાઈ હતી. ત્યારે અટલ બ્રિજ પાસે ₹800 કરોડના ખર્ચે અત્યાધુનિક સાંસ્કૃતિક કેન્દ્ર બાંધવામાં આવનાર છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

ત્યારે જાહેર કરાયું હતું કે, 10,000 લોકોની ક્ષમતાનું પ્રદર્શન અને કન્વેન્શન હોલ હશે. એક બિઝનેસ સેન્ટર, એક પર્ફોર્મિંગ આર્ટ થિયેટર, એક થિયેટર ડોમ, એક એમ્ફી થિયેટર અને ફાઇવ અથવા સાત-સ્ટાર હોટલ હશે. જૂન 2027 સુધીમાં પૂર્ણ કરવા માટે ત્યારે નક્કી કરાયું હતું. પ્રોજેક્ટ 21,000 ચોરસ મીટરમાં હશે. જેમાં ભારતના સંમેલનો, વ્યવસાય અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રચાયેલો પ્રથમ પ્રોજેક્ટ હશે.

અટલ પેડેસ્ટેરીયન બ્રિજના ઉદ્ઘાટન પછી, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન કંપનીએ રિવરફ્રન્ટની પૂર્વીય બાજુ પર અન્ય એક વિશેષ પ્રોજેક્ટ સાથે આવવાની તૈયારી કરી હતી.

શહેરની આર્કિટેક્ટ કંપનીઓ સાથે ચર્ચા શરૂ કરી હતી. આર્કિટેક્ટ કંપનીઓ વચ્ચે સ્પર્ધા યોજવાનું પણ આયોજન કરાયું હતું.

ઝુંપડા
10,000 પરિવારો નદી કિનારે ઝૂંપડપટ્ટીમાં રહેતાં હતા. તેમને સ્થાનાંતરિત કરી પાકા મકાન આપવાનો દાવો કરવામાં આવે છે. હવે ત્યાં ઉદ્યોગ અને સંસ્કૃતિ માટે આંતરરાષ્ટ્રીય સુવિધા ઉભી કરાશે.
નદીની બંને બાજુ લગભગ 202 હેક્ટર નદીના પટની જમીન મેળવવામાં આવી છે. 1960ના દાયકાથી નદી કાંઠાના વિકાસ માટે દરખાસ્ત કરવામાં આવી હતી. મે 1997માં અમદાવાદ મહાનગર પાલિકાએ  સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કંપની બનીવ હતી. આખરે 1998માં કેશુભાઈ પટેલની સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જાન્યુઆરી 2014 થી જાહેર જનતાના લાભાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યો હતો. નદીને સાંકડી કરીને હવે 263 મીટર સુધી રખાઈ છે. સાબરમતી નદી હવે સાબરમતી રહી નથી. પણ 7 કિ.મી. માટે નર્મદા નદી પર આધારિત છે. અમદાવાદના કરાઈથી નદીમાં પાણી નાંખવામાં આવે છે. 250થી 300 લોકો નદીમાં વર્ષે આત્મ હત્યા કરે છે.

2020 માં તબક્કો 2 મંજૂર કરવામાં આવ્યો હતો.

1960ના દાયકામાં ફ્રેન્ચ આર્કિટેક્ટ બર્નાર્ડ કોહનેએ ધરોઈ બંધથી ખંભાતના અખાત સુધી સાબરમતી બેસિનમાં ઇકોલોજીકલ વેલીનો પ્રસ્તાવ મૂક્યો હતો.

1964માં બર્નાર્ડ દ્વારા 30 હેક્ટર જમીનનો ફરીથી દાવો કરીને સાબરમતી રિવરફ્રન્ટની દરખાસ્ત કરી હતી.
1966માં પ્રોજેક્ટ આર્થિક અને સામાજિક રીકે વાજબી ન હોવાથી સરકારો તેનાથી દૂર થઈ ગઈ હતી.
1976માં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ગ્રૂપે બાંધકામ માટે નવા અભિગમની દરખાસ્ત કરી.
1992માં નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન તરીકે નદીનું પ્રદૂષણ ઘટાડવા દરખાસ્ત કરી.
1997માં ભારત સરકાર દ્વારા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે ₹1 કરોડની મૂડી આપી હતી.
1998માં ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કર્યો હતો. 11 કિલોમીટરમાં 1640 હેક્ટર જમીન મેળવવા પ્લાન કર્યો.
2003માં 202.79 હેક્ટર જમીન મેળવવા સાથેનો પ્લાન બનાવ્યો હતો.
2004માં રૂ. 1200 કરોડનું ખર્ચનો અંદાજ હતો, જે જમીન વેચીને વસૂલ કરવાના હતા.
2005માં બાંધકામ શરૂ થયું હતું.
2014માં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચીનના નેતા શી જિનપિંગ હિચકે ઝૂલ્યા હતા.
2014 સુધીમાં પ્રોજેક્ટ પર કુલ રૂ. 1,152 કરોડ ખર્ચવામાં આવ્યા હતા.
2019 સુધીમાં રૂ. 1,400 કરોડ ખર્ચવામાં આવ્યા હતા.

85% જમીનનો ઉપયોગ જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મનોરંજન ઉદ્યાનો, રમતગમતની સુવિધાઓ અને બગીચા માટે ઉંચી ફી વસુલીને કરાય છે.
14%નો ઉપયોગ વ્યાપારી અને રહેઠાણ માટે પ્રસ્તાવિત છે. જેમાં 2024માં કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે.

ભૂગર્ભ જળ રીચાર્જ, નૌકાવિહાર

ટ્રીટેડ ગટરના પાણી દ્વારા નદીને ફરીથી ભરવાની પણ યોજના છે.

માર્ગ
ઉત્તર-દક્ષિણ દિશામાં 25 મીટર (82 ફૂટ) અને પૂર્વ ભાગમાં એરપોર્ટ જવા 30 મીટર (98 ફૂટ)નો માર્ગ નદી કાંઠે બનાવાયો છે. ભવિષ્યમાં પાણી આધારિત જાહેર પરિવહન બનાવવામાં આવશે. 31 ઘાટ છે. બોટિંગ સ્ટેશન છે.

12.5 એકરમાં 4 લાખ ફૂટમાં 50 હજાર લોકો બેસે એવી સુવિધાઓ સાથેનું ઈવેન્ટ ગ્રાઉન્ડ છે.

2.2 એકરમાં ધોબી ઘાટ – લોન્ડ્રી કેમ્પસ છે.

ચૌદ જાહેર ઉપયોગીતાઓ બાંધવામાં આવી છે.
સપ્ટેમ્બર 2023માં SVP હોસ્પિટલ પાસે સાત માળનું પાર્કિંગ ખોલવામાં આવ્યું હતું.
સાબરમતી ગાંધી આશ્રમને લોઅર પ્રોમેનેડ સાથે જોડી એમ્ફી થિયેટર તરીકે વિકસાવવામાં આવશે.

એલિસ બ્રિજ અને નેહરુ બ્રિજ વચ્ચે 3.3 હેક્ટર હેરિટેજ પ્લાઝા બનશે.

રમત ગમત સંકુલ બનાવાયા છે.
એપ્રિલ 2022 માં અટલ પુલ બન્યો હતો.

રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક
26% જમીનનો ઉપયોગ ઉદ્યાન અને બગીચાઓ માટે કરાયો છે.
2013માં સુભાષ બ્રિજ પાસે 6 હેક્ટર પાર્ક રૂ. 16.60 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે.
2013માં ઉસ્માનપુરા નજીક 1.8 હેક્ટરમાં પાર્ક શરૂ થયો હતો.
5 હેક્ટર રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક છે. જેમાં 330 દેશી અને વિદેશી ફૂલોની પ્રજાતિઓ છે. તે રૂ. 18.75 કરોડના ખર્ચે બનાવાયો છે.

2016માં ખોલવામાં આવ્યું હતું.
2019માં ડફનાળા નજીક ચિલ્ડ્રન પાર્ક શરૂ હતો.
પાલડીમાં 10.4 હેક્ટરનું શહેરી જંગલ બન્યું છે. જૈવવિવિધતા પાર્ક છે. તેનો ખર્ચ રૂ. 167 કરોડ થયો હતો. બાયોડાયવર્સિટી પાર્ક બે હેક્ટર જમીનમાં ફેલાયેલો છે, જેમાં 120 થી વધુ પ્રજાતિઓના 7000 વૃક્ષો અને 35 પ્રજાતિઓના મૂળ તેમજ બૂટ-હેડેડ ગરુડ, એગ્રેટ્સ, આઇબીસ, સફેદ-ગળાવાળા કિંગફિશર, જાંબલી સ્વેમ્ફેન અને સ્પિયર જેવા પ્રવાસી પક્ષીઓ છે. પતંગિયા અને સાપની કેટલીક પ્રજાતિઓ પણ ત્યાં છે. આંબેડકર બ્રિજ અને સ્પોર્ટ ક્લબ વચ્ચેની જમીન પર લગભગ 70,000 રોપા રોપ્યા હતા.

દધીચિ પુલ પાસે 0.9 હેક્ટરનો એમ્યુઝમેન્ટ પાર્ક બનશે.
ખાનપુર ખાતેનો 1.4 હેક્ટર પીસ ગાર્ડન એક પાર્ક તેમજ કોન્સર્ટ અને આઉટડોર પર્ફોર્મન્સ માટે સ્થળ તરીકે પ્રસ્તાવિત છે.
એલિસ બ્રિજની નીચે રવિવાર બજાર છે.
વલ્લભ સદન ખાતે 0.5 હેક્ટર પ્લાઝા બનશે.
ત્રણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પ્રસ્તાવિત છે. શહેર કક્ષાની રમત માટે પાલડી (7.1 હેક્ટર) ખાતે, પીરાણા ખાતે (4.2 હેક્ટર) અનૌપચારિક રમતો માટે અને શાહપુર ખાતે (2.3 હેક્ટર). પાલડી અને શાહપુર રમત ગમત સંકુલ સપ્ટેમ્બર 2023માં ખોલવામાં આવ્યા હતા.

રહેણાંક
રહેણાંક અને વેપારી હેતુઓ માટે 14% રિક્લેઈમ જમીનનો ઉપયોગ કરવાનું આયોજન છે.
આઠ મ્યુઝિયમ સહિત કુલ 52 ઈમારતો બાંધવામાં આવશે. સ્પેસ ઇન્ડેક્સ (FSI) 5 સુધી આપી છે.
42 સૂચિત ઇમારતોમાંથી ચાર 101 મીટર ઊંચી હશે.
આ જમીન રૂ. 3500 કરોડમાં વેચવાનું નક્કી કર્યું છે પણ તે લેવા કોઈ તૈયાર નથી.

ઓફિસ સંકુલનું નિર્માણ 2015માં રૂ. 48.83 કરોડમાં કરવામાં આવ્યું હતું.

રિવરફ્રન્ટ ફેઝ 2
2019માં તબક્કા 2 માટે રૂ. 850 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
તેની સાથે રિવરફ્રન્ટની કુલ લંબાઈ 34 કિલોમીટર થશે.
અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડે 13 હેક્ટર જમીન આપી હતી. વધારાની 20 હેક્ટર (49 એકર) જમીન સંપાદિત કરવામાં આવી હતી.

ટીકા અને વિવાદ
ઓગસ્ટ 2006માં સાબરમતીમાં 260,000 અને 310,000 ક્યુબીક ફુટ પર સેકન્ડે પુર આવ્યું હતું.
ગુજરાત રાજ્ય સિંચાઈ વિભાગે ધરોઈ ડેમના બાંધકામ પહેલા 1973માં 550,000 ક્યુબીક ફુટ સેકન્ડે પાણીનો પ્રવાહ હોવાનો અહેવાલ આપ્યો હતો. છતાં 470,000 ક્યુબીક ફુટ દરેક સેકંન્ડે પાણીનું પૂર વહે એવી સાંકડી નદી બનાવવામાં આવી છે. નર્મદા નદીનું ગેરકાયદે પાણી છોડીને નદીને કૃત્રિમ રીતે જીવંત રાખવી પડે છે. જેની કિંમત ઘણી ઊંચી છે.
નદીની સરેરાશ પહોળાઈ 382 મીટરથી ઘટાડીને 263 મીટર (863 ફૂટ) સાંકડી કરાઈ છે. 38 સ્થળે ગટરના પાણી આવતા હતા તે બંધ કરાયા છે. વાસણા બંધથી નીચે નદી વહે છે તે ભારતની સૌથી પ્રદૂષિત નદી છે.