મહેસાણાના સરોજબેને વરસાદી પાણી સંગ્રહી, કાકડી અને ગલગોટાનું 30 ટકા ઉત્પાદન વધારી બતાવ્યું

SAROJBEN PATEL, MAHESANA
SAROJBEN PATEL, MAHESANA

Sarojben Patel increased the production of cucumber by 30 percent by collecting rainwater

ગાંધીનગર, 18 માર્ચ 2021

મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ખેડૂત સરોજબેન પટેલ અને તેમના સાસુ સાથે મળીને એકલા  ખેતી કરે છે. તેમણે વરસાદી પાણી સંગ્રહ માટે 1 લાખ લિટરનો ભૂગર્ભ ટાંકો બનાવ્યો છે. વરસાદી પાણીથી તેઓ ટપક સિંચાઈથી ખેતી કરે છે. આ પાણી વાપરવાથી તેમના ગ્રીન હાઉસમાં 30 ટકા ઉત્પાદન વધારે મળે છે.

ટીડીએસ કે પીએચ ઉંચું ન હોવાછી કાકડી અને ગલગોટા ફૂલનો વિકાસ સંગ્રહેલા વરસાદી પાણીથી સારો થાય છે. ટાંકાના પાણીનું 150-200 ટીડીએસ હોય છે. શાકભાજી 700 ટીડીએસથી વધું ટીડીએસ સહન કરી શકતા નથી. ખીરા કાકડી રાજસ્થાનમાં મોકલે છે. સરેરાશ કિલાનો રૂ.15થી 25 મળે છે.

ટાંકા સાથે નહેરનું પાણી ભેળવે છે. કુલ 20 વીઘા જમીન છે. જાતે જ મહેનત કરવામાં આવે તો ગ્રીન હાઉસ સારા છે. ક્યારેક ગરમી વધી જાય તો નુકસાન થાય છે.

જ્યારે ગ્રીન હાઉસ બનાવ્યા ત્યારે 12 મહિનામાં લોન ભરપાઈ કરી દીધી હતી. 21 લાખ સબસિડી મળી હતી. તે 30 લાખ લોન લીધી હતી, તેમાં ભરી દીધી હતી.  પહેલા વર્ષમાં જ 12 લાખનો ચોખ્ખો નફો થયો હતો. તે પણ લોન ભરવામાં વાપરી હતી.

હાલ એક હેક્ટરમાં 25થી 30 ટન કાકડી પેદા કરે છે. આવો 3 વાક લે છે. 4થી 5 લાખ નફો મળે છે. કુલ ઉત્પાદન રૂ.12 લાખ થાય છે. જાતે જ ખેતી કરવાની થાય છે, તેથી એક કે બે લેબર રાખવા પડે છે. 2016-17માં 8.50 લાખનું વેચાણ કર્યું હતું. રૂ.2.60 લાખનો ખર્ચ થયો હતો અને 5.90 લાખનો નફો થયો હતો.

બાકીની જમીનમાં કપાસ, દિવેલા જેવા પાક લે છે. 2.50 વિઘા જમીન પમેથી અને ડૂંગળીની સજીવ ખેતી કરે છે. 15 ટકા કરતાં ભાવ સજીવ ખેતીમાં મળે છે.

એમ.એ., બી.એડ., એમ.ફિલ સુધી ભણેલા છે.

ખીરા કાકડી ગ્રીન હાઉસમાં કરવાથી રોગ, જીવાત, નિંદામણ ઓછા ખાય છે. સમયસર, ગુણવત્તા સાથે ધાર્યું ઉત્પાદન મળે છે.