વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯માં માર્ગ અકસ્માત , માર્ગ અકસ્માતમાં મૃત્યુ અને અકસ્માતમાં ઇજા પામનારની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે સોરાષ્ટ્રનો અમદાવાદ સાથે જોડતો 6 ટ્રેકનો માર્ગ આ વર્ષથી શરૂં થતાં જ અકસ્મારો બેસુમાર વધી જશે અને સાથે મોત પણ વધશે. તેથી ગુજરાત સરકારે ટ્રક, બસ, કાર માટે ટ્રેક નક્કી કરીને બીજી ટ્રેકમાં ચલાવનારા માટે મોટા દંડની રકમ જાહેર કરવી જોઈએ. નહીંતર મોટા પ્રમાણમાં વાહન અકસ્માતો વધી જશે અને તેથી મોત પણ વધશે. હાલ 7400 મોત વધીને 8 હજાર સુધી પહોંચી જશે એવું આ માર્ગ પરથી નિકળતાં બસ ડ્રાઈવરોનું માનવું છે.
ગુજરાતમાં 2018માં 19 હજાર અકસ્માતો થયા અને 2019માં 17 હજાર અકસ્માતો થયા હતા. જેમાં 2018માં 8 હજાર લોકોના મોત થયા હતા અને 2019માં 7390 મોત થયા હતા. 17 હજાર લોકોને ઈજા થાય છે.
—– વર્ષ ૨૦૧૮ – ૨૦૧૯ – ઘટાડો — ઘટાડાની ટકાવારી
અકસ્માતોની સંખ્યા ૧૮,૭૬૯ – ૧૭,૦૪૬ – ૧,૭૨૩ – ૯.૧૮ ટકા
અકસ્માતમાં થયેલા મૃત્યુ ૭,૯૯૬ – ૭,૩૯૦ – ૬,૦૬ – ૭.૫૮ ટકા
ઇજાગ્રસ્તોની સંખ્યા ૧૭,૪૬૭ – ૧૬,૨૫૮ – ૧,૨૦૯ – ૬.૯૨ ટકા
રાજકોટ-અમદાવાદ વચ્ચે 201 કિ.મી. સીકસ લાઇન રોડ માટે રૂપિયા ૩૪૮૮ કરોડનો ખર્ચ છે.
આ માર્ગ સિકસલેન બનવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે. છ વર્ષથી રાજકોટ-અમદાવાદ હાઇવે ચાર માર્ગીયમાંથી સિકસલેન કરવાનો પ્રશ્ન કેન્દ્ર સરકાર પાસે પડતર હતો. 2017માં મંજૂરી મળી હતી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ-સાત વર્ષથી સાર્વત્રિક વિકાસ થયો છે જેના કારણે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતના બનાવો વધી ગયા હતા.
આ માર્ગ હાલ ફોરલેન છે તે સિક્સલેન કરવા માટે ૧૨ ફૂટ જેટલો વધારો કરવામાં આવી રહ્યો છે. રસ્તો છ માર્ગીય થયા બાદ સૌરાષ્ટ્રના વાહન ચાલકોને અમદાવાદ જવામાં એકાદ કલાકનો સમય બચશે. ઝડપ વધવાથી ભયાનક અકસ્માતો પણ વધશે. તેથી મોત પણ વધશે. સરકાર એક ટ્રેક કાર અને લક્ઝરી કાર માટે અનામત રાખવી જોઈએ જો તેમ નહીં કરે તો વાહનની ઝડપ વધવાથી અકસ્માતની તિવ્રતા અને સંખ્યા વધી જતાં લોકોના મોત વધી જશે.