દરિયાઈ જીવો સામૂહિક રીતે લુપ્ત થઈ રહ્યા છે
समुद्री जीव सामूहिक रूप से विलुप्त हो रहे हैं, गुजरात में संकट
Sea creatures are going extinct in mass, crisis in Gujarat
માછલીઓના ઉત્પાદનમાં વધારો થવો જોઈએ તેના બદલ ઘટાડો થઈ રહ્યો છે.
ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન વિશ્વના મહાસાગરોને ગરમ કરવાનું ચાલુ રાખે છે. એક અભ્યાસ મુજબ, આગામી કેટલીક સદીઓમાં દરિયાઈ અને પાણીની જૈવવિવિધતા મોટે ભાગે લુપ્ત થઈ શકે છે.
ગુજરાતના તળાવોની માછલીઓના ઉત્પાદનમાં 15 નંબર પર છે. જે એક નંબર પર આવી શકે તેમ છે. વલસાડના દમણગંગાના મધુબન જળાશયમાં માછલીનું મહિને 60 હજાર ટન ઉત્પાદન થાય છે. બંધની વચ્ચે ફ્લોટિંગ પ્લેટફોર્મમાં 2500 પાંજરા બનાવીને માછલી ઉછેરવી પડી રહી છે.
ગુજરાતમાં 2019-20માં 1.50 લાખ ટન માછલી માંડ પેદા થઈ હતી. તળાવો ભરવાના કારણે 5 લાખ ટન ઉત્પાદન થઈ શકે તેમ હતું. તે થઈ શક્યું નથી. વળી ગુજરાતના નદી, તળાવો અને બંધોમાં ઉદ્યોગો દ્વારા એટલું વ્યાપક પ્રદુષિત પાણી છોડવામાં આવે છે કે લાખો ટન માછલીઓ મરી જાય છે. પ્રદુષણના કારણે ગુજરાત 5 લાખ ટન માછલીઓ ગુમાવે છે. આમ આજે ખરેખર ગુજરાતમાં ઓછામાં ઓછી 15 લાખ ટન માછલીઓનું ઉત્પાદન કરી શકાય તેમ હોવા છતાં થઈ શકતું નથી. તે પ્રદુષણ અને હવામાનના કારણે.
ગુજરાતમાં ઓછામાં ઓછા 15 લાખ કુટુંબોને માછલીઓ રોજગારી આપી શકે તેમ છે, પણ પ્રદુષણ અને હવામાનના કારણે તેમ થઈ શકતું નથી.
2017-18માં દરિયાઇ ક્ષેત્રમાંથી 3.69 મિલિયન મેટ્રિક ટનનું માછલી ઉત્પાદન સાથે , 12.59 મિલિયન મેટ્રિક ટનનું કુલ માછલી ઉત્પાદન નોંધાયું હતું.
ગુજરાત મત્સ્ય બોર્ડની બ્લૂ ક્રાંતિ – રિવોલ્યુશન માટે વિયેટનામની પંગેસિયસ માછલી મધુબન બંધમાં રાખી છે. આ માછલીઓ પાણી વગર ત્રણ દિવસ સુધી જીવિત રહી શકે છે. અહીંની માછલીઓ આસામ, ઝારખંડમાં સારી માંગ છે. ગુજરાતની માછલીઓ હવમાન પરિવર્તન સામે ટકી શકતી નથી. તેથી હવે વિદેશી માછલીઓને લાવવામાં આવી રહી છે.
4 લાખ હેક્ટરમાં મીઠા પાણીની માછલીઓ પેદા થાય છે. જેમાં ગુજરાતમાં હાલ તળાવોની માછલીઓ માટે મોટા જોખમ છે. મીઠા પાણીના 71 હજાર હેક્ટરમાં તળાવો છે. 2.43 લાખ હેક્ટરમાં જળાશય (બંધો) છે. 3765 કિલોમીટર લાંબી બાર માસી નદી અને નહેર છે. 12 હજાર હેક્ટર જળ પ્લાવીત સરોબર આવેલા છે. નર્મદા બંધમાં 35 હજાર હેક્ટર, 10 હજાર હેક્ટરમાં પોન્ડ, 6 હજાર હેક્ટરમાં વોટર લોગ વિસ્તા છે.
મીઠા પાણીના આ વિસ્તારોમાં 1.20 લાખ ટન માછલીઓ પેદા થઈ રહી છે.
આ અભ્યાસ પ્રિન્સટન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે. જો ઉત્સર્જનને રોકવામાં ન આવે, તો માત્ર વધતા તાપમાન અને ઓક્સિજનની અછતને કારણે મોટા પ્રમાણમાં દરિયાઇ પ્રજાતિઓનું નુકસાન થઈ શકે છે.
2100 સુધીમાં જૈવવિવિધતાના નુકશાન અને ધ્રુવીય પ્રજાતિઓના લુપ્ત થવાનું સૌથી વધુ જોખમ ધરાવે છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઝડપી ઘટાડો સમુદ્રની પ્રજાતિઓના સામૂહિક લુપ્તતાને 70 ટકા અટકાવી શકે છે. CO2ને રોકવા હજુ પણ પૂરતો સમય છે.
2500 કરોડ વર્ષો પહેલા એન્ડ-પર્મિયન લુપ્તતાની ભૌગોલિક પેટર્ન સાથે હાલનું પતન જોડાયેલું છે. પૃથ્વીની સૌથી ભયંકર લુપ્તતાની ઘટના આબોહવાની ગરમી અને મહાસાગરોમાંથી ઓક્સિજનની ખોટ સાથે જોડાયેલી છે. સમુદ્રનું તાપમાન વધે છે અને ઓક્સિજનની ઉપલબ્ધતા ઘટે છે. દરિયાઈ જીવનની વિપુલતામાં ઘટાડો થાય છે.
આબોહવા ગરમ થવાથી પાણીનું તાપમાન અને ઓક્સિજન ઘટશે. વાતાવરણમાં રહેતી પ્રજાતિઓ માટે ગરમ પાણી જ જોખમી છે. ગરમ પાણીમાં ઠંડા પાણી કરતાં ઓછો ઓક્સિજન પણ હોય છે. જેનાથી સમુદ્રનું પરિભ્રમણ વધુ સુસ્ત બને છે જેથી ઊંડાણમાં ઓક્સિજનનો પુરવઠો ઓછો થાય છે.
પ્રજાતિઓનો ચયાપચય દર પાણીના તાપમાન સાથે વધે છે, તેથી પુરવઠામાં ઘટાડો થતાં ઓક્સિજનની માંગ વધે છે. ઓક્સિજનનો પુરવઠો પ્રજાતિની જરૂરિયાત કરતાં ઓછો થઈ જાય તો પ્રજાતિના નોંધપાત્ર નુકસાનની સંભાવના છે.
દરિયાઈ પ્રાણીઓમાં શારીરિક મિકેનિઝમ પર્યાવરણીય ફેરફારોનો સામનો કરવા એક હદ સુધી સક્ષમ બનાવે છે. ધ્રુવીય પ્રજાતિઓ વૈશ્વિક સ્તરે લુપ્ત થવાની સંભાવના વધારે છે. ગરમ પાણીમાં ઓક્સિજનનો પુરવઠો કેટલીક પ્રજાતિઓ માટે ખૂબ ઓછો છે.
આબોહવા પરિવર્તન સમુદ્રના મોટા ભાગોને વસવાટ માટે અયોગ્ય અથવા નિર્જન બનાવશે. આબોહવા પરિવર્તન હાલમાં લુપ્ત થવાના જોખમમાં 45 ટકા દરિયાઈ પ્રજાતિઓને અસર કરે છે, પરંતુ અતિશય માછીમારી, ટ્રાફિક, શહેરી વિકાસ અને પ્રદૂષણ પછી પાંચમો સૌથી મહત્વપૂર્ણ ખતરો છે.