बीज बैंक की स्थापना करने वाले राजेशभाई बरैया बीज सम्राट बन गये। Rajeshbhai Bariya: The Seed Emperor of Gujarat
દિલીપ પટેલ
અમદાવાદ, 26 એપ્રિલ 2025
લુપ્ત થતા અને અપ્રાપ્ય વૃક્ષો અને વેલાને શોધી કાઢીને તેના બીજ એકઠા કરીને એક બીજ બેંક બની અને તે હવે રિઝર્વ બીજ બેંક ઓફ ઈન્ડિયા જેવી બની ગઈ છે. તેમના બીજની આર્થિક અને વેપારી મૂલ્ય સમજીને કોઈ ખેડૂત જો ખેતી કરે તો તેને બીજા પાકો કરતાં વધારે સારી આવક મળી શકે એવી વિપુલ સંભાવના આ બીજ બેંકના 300 જાતના બીમાં પડેલી છે.
ખેતી થાય અને શેઢે પાળે થાય એવા ઔષધિ પ્રકારના બીજ ખેડૂતો અને ઘર આંગણે ઉગાડવા માટે 15 લાખ બીજ મોકલી આપ્યા છે. 17500 હજાર લોકોને 15 લાખ બીજ મોકલેલા છે. જેમાં 3 હજાર ખેતરમાં વવાયા છે. તેઓ ગુજરાતના સૌથી મોટા બીજધારી બની ગયા છે. તેઓ બીજ ક્રિયાના કારમે ગુજરાતના સૌથી મોટા બીજ દાતા બની ગયા છે.
લુપ્ત થતી 100 જેવી વનસ્પતિ અને વેલાના બી તેમની બેંકમાં છે. કુલ 300 પ્રકારના બીજ તેમની બેંકમાં છે. બીજ ઉત્પાદક હવે બીજનો ચંદ્ર બની ગયા છે. બીજધાન્યની નવી વ્યાખ્યા તેઓ કરે છે. હવે તેઓને લોકો બીજા જનક તરીકે માનવા લાગ્યા છે.
ગુજરાતની પ્રથમ બીજ બેંક બનાવનારા રાજકોટના રાજેશભાઈ બારૈયા છે. તેમની બેંક લોકો અને ખેડૂતોમાં લોકપ્રિય થઈ ગઈ છે. લુપ્ત થતી વનસ્પતિઓના બી તેઓ એકઠા કરે છે અને જેમને તેની જરૂર હોય તેમને તેઓ તદન મફત આપે છે. દેશી ઔષધી અને દેશી ઝાડના બી તેમની પાસે છે. આ છે બીજ બેંકનો બીજ નિષ્કર્ષ. બીજ જાગૃતિનું કામ કરે છે. તેમની પાસેથી બીજકારણ શિખવા જેવું છે.
તેમનો હેતુ એક માત્ર છે કે, લુપ્ત થતી વનસ્પતિને બચાવવી. દેશી શાકભાજીના મોકલીએ છીએ. દેશી વેલા અને વૃક્ષોના બી મોકલે છે. સંકર જાત કરતાં દેશી જાતનો ટેસ્ટ સારો હોય છે. બીજ નાભિ મહત્વની છે.
સીડ બેંક
બેંકનું નામ પણ પૃથ્વી પરથી વસુંધરા બીજ બેંક રાખ્યું છે. ગુજરાત અને આખા દેશમાં જંગલો પૂરતી મર્યાદિત બની ગયેલા બી આપે છે. જંગલના છોડ ખેતરમાં ઉગાડાય તો જંગલ સાફ થતાં અને જંગલોની ઔષધિનું નિકંદન નિકળતું બચી શકે છે. 80 પ્રકારની વનસ્પતિ લુપ્તતાને આરે ઉભેલી છે, તેના બી તેમની પાસે છે. રજાના દિવસે જંગલમાં જાય છે અને બીજ ભેગાં કરે છે. ઘણા લોકો તેમને બી આપી જાય છે. બીજકુંડ મોટો થઈ રહ્યો છે. બીજનિપાત એટલે કે બીજનું રોપવું, એ સારી રીતે જાણી ચૂક્યા છે.
રાજેશભાઈનું જીવન
રાજકોટમાં 20 હજાર મહિનાના ટૂંકા પગારની નોકરી કરે છે. તેમનું આખુ કુટંબ આ કામમાં મદદ કરે છે. રાજેશભાઈ બારૈયાને નાનપણથી વૃક્ષો પ્રત્યે લગાવ હતો. નાના હતા ત્યારે કોઈ બીજ મળે તો તેને ઘરે લઈ આવતા હતા. ઘરના આંગણામાં વાવી દેતા હતા. બીજને છોડ અને વૃક્ષ થતું જોવાનો તેમને અનોખો આનંદ આવતો હતો.
બીજકર્તા રાજેશભાઈ પાસેથી બીજકલા શીખવા જેવી છે. શિવનાં હજાર નામ છે જેમા એક નામ બીજકર્તા પણ છે. જે રાજેશભાઈને લાગુ પડે છે. આમેય રાજેશનો અર્થ રાજાઓનો પણ રાજા એટલે કે સમ્રાટ કે ચક્રવર્તી થાય છે. આવું જે તેમણે બીજ બચાવો આંદોલન કરીને બિરુદ મળવી રહ્યા છે.
તેઓ કહે છે કે, એવી ઘણી વનસ્પતિ છે, જે હવે કેટલાક જંગલ પૂરતી મર્યાદિત રહી છે. તેના ગુણ અને ફાયદા અદભુત છે. તેથી તે લુપ્ત થવાના આરે છે. આવી મુલ્યવાન વનસ્પતિઓનાં બીજ ભેગા કરીને ખેડૂતો અને લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કર્યું હતું.
શરૂઆત
2017થી રાજેશભાઈએ વનસ્પતિઓની માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું. એક વર્ષમાં 250 વનસ્પતિની વિગતો એકઠી કરી લીધી હતી. સોશિયલ મીડિયા દ્વારા તે માહિતી લોકો સુધી પહોંચાડી હતી.
2018માં 30 ઝાડ અને છોડનાં બીજ ભેગા કર્યા હતા. આ બીજ 50 લોકોને મોકલ્યા હતા.
બેંક બનાવી
25 જૂન 2019માં પોતાના જન્મદિવસે રાજેશભાઈએ ગુજરાતની પ્રથમ વંદે વસુંધરા બીજ બેંકની શરૂઆત કરી હતી. તેમણે પહેલા વર્ષે 250 લોકોને સાદી પોસ્ટ મારફતે બીજ મોકલ્યાં.
150 પ્રકારની વનસ્પતિઓના બીજના દોઢ લાખ પેકિંગ કરીને તૈયાર રાખે છે.
2019-20માં 1250 લોકો અને 156 શાળા કોલેજો સુધી મફતમાં બીજ પહોંચાડ્યા હતા.
2020માં 160 પ્રકારની વનસ્પતિના બીજ હતા. જેમાં લુપ્ત થવાને આરે આવેલી વનસ્પતિઓના બી ઘણી હતી.
2021માં લોકોની માંગ વધી. અનેક લોકો સામેથી બી મોકલવા લાગ્યા હતા.
પોસ્ટમેન
જેનો કુરિયર ખર્ચ તેઓ લે છે. પોસ્ટથી ગામડા સુધી પહોંચાડીએ છે. 2025માં કુરિયર 30-35 ખર્ચ પેકીંગનો ખર્ચ અલગ થાય છે. 50 રૂપિયામાં પડે છે.
કીટ
તેમણે એક કીટ બનાવી છે. એક કિટમાં 25 પ્રકારનાં બીજ મૂકે છે. જેમાં દરેક જાતના 10-10 બીજ હોય છે. જેથી ન ઉગે એવા બી ફરીથી વાવી શકાય.
છોડના બીજ
અશ્વગંધા, અજગંધા, સર્પગંધા, સફેદ અને લાલ અગથીયો, કુવાડીયો ,કાસુન્દ્રો, અંબાડી, મરેઠી/અક્કલકરો, સફેદ ભોંયરીંગણી, કાળો અને પીળો ધતુરો, દેસી તુલસી, ફાલસા, કરમદા , કરીયાતુ, ગોખરૂ, બાવસી, છાલપર્ણી,ગલતોરો,શંખપુષ્પી, ભગુડો, બારમાસી, બહુફળી, ગંગેટી, મરડાશીંગ ,વિલાયતી તુલસી , વૈજયંતી ,કંકુડી , રતન જ્યોત , વિલાયતી નેપાળો, પીળી આવળ, કદળી, દેશી મહેંદી, ભોંયપીલુ , નાગવલી, એલો કોસ્મોસ , ઓરેન્જ કોસ્મોસ, ગોરખ મૂંડી, પાણકંદો, દૂધીયો હેમ કંદ, તેલીયો હેમકંદ, કરેણ, વિકળો, શ્યામ તુલસી, પારિજાત, રાતરાણી, અંકોલ, બીજોરૂ, સરપંખો છે.
વેલાના બીજ
નોળવેલ, સતાવરી, અપરાજિત સફેદ અને વાદળી, કડવી નાઇ, ગણેશ વેલ, કડવી ડોડી, જીવંતી , વર્ષાડોડી, કમંડળ તુંબડી, ચણોઠી સફેદ- લાલ અને કાળી, કાંટાળુ ઇન્દ્રામણુ, કાચકા, વરધારો, ગળો, કૌચા , શિવલીંગી, આઈસ્ક્રીમ વેલ, કાગડોળીયા, પાંચ પાડવા વેલ , નારવેલ, દેસી કંટોલા, ગોળ તુંબડી, નસોતર જેવા વેલાના બી તેમની પાસે છે.
જંગલી બી
જંગલોમાં થતા રૂખડો, બાલમ ખીરા, કાજુ, સીસમ, ઉમરો, પીપર, અરીઠા, કાંચનાર, મહુડો, અશોક, આસોપાલવ, બોરસલી, ખીજડો, તામ્રશીંગ, ઈગોરીયા, સાગ, ઘુટી, લાલ શિમળો, પારસ પીપળો, ઓસ્ટ્રેલિયન બાવળ, દંતરંગો, વઢવારડી , કાંટી બાવળ, રામ બાવળ ,હરમો બાવળ, રતાંજલિ, સીસમ, વાયવરણો, ગરમાળો પીળો અને ગુલાબી, આમળા, બહેડા, હરડે, પુત્રજીવા, સફેદ ચંદન, કાકસ, ભિલામો, પબડી, કરંજ, અર્જુન, ખાખર, ગીરીપુષ્પ, ભમ્મર છાલ , ગંગેડો, સફેદ શીમળો, સોનેરી પુષ્પ,ટીમરૂ,શિરીષ સફેદ અને કાળો, અરડુસો, ચારોળી, બીયો, સિંદૂરી, ટેકોમા, પીલુડી, સવન, જંગલી કેળ, વાસ, અરણી, નગોડ, મીઠો લીમડો, ખટૂબા, કોઠા, રામફળ, રાયણ, રંગત રોહિડો છે.
સૌરાષ્ટ્રમાં કાજુ
કાજુના બી 25 કિલો વિતરણ કર્યા છે. ખેડૂતો દરિયાકાંઠે સોમનાથ વેરાવળમાં કાજુ વાવેલા છે.
બે વર્ષ પહેલાં પણ કાજુ મોકલેલા છે.
લોકો ઝાડ વાવી રહ્યા છે.
રાજેશભાઈએ મુંબઈ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ. કર્ણાટક, પંજાબ, ઓરિસ્સામાં બી મોકલેલા છે. ચોમાસા પહેલાં માંગ વધી જાય છે.
કાયમ 1500 મેસેજ આવે છે. 9427249401 વોટ્સએપ પર વંદે વસુંધરા લખીને મોકલતા લીંક આવે છે. જેમાં બીની યાદી આવી જાય છે. જે બીની જરૂર હોય તે મંગાવી શકાય છે.