સર્વોચ્ચ અદાલતે કહ્યું તો ગુજરાત માંડ 10 ટકા કેદીઓને છોડશે, 12 હજાર જેલમાં રહેશે

ગાંધીનગર, 30 માર્ચ 2020

કોરોના કોવિડ-૧૯ વાયરસના સંક્રમણને પ્રસરતું અટકાવવા ગુજરાતની જેલોમાં રહેલા કેદીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોવિડ-૧૯ વાયરસનું સંક્રમણ જેલોમાં રહેલા કેદીઓમાં ન થાય તે હેતુથી સુપ્રિમ કોર્ટે દિશાનિર્દેશો આપેલા છે. દિશાનિર્દેશ અનુસાર રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના અને કાચા કામના મળીને કુલ 1200 જેટલા કેદીઓને બે માસ માટે મુકત કરવાની નિયમાનુસાર થતી જરૂરી કાર્યવાહી માટે ગૃહ વિભાગને સૂચનાઓ આપી છે. ગુજરાતની જેલોમાં 13 હજાર કેદીઓ છે. માંડ 10 ટકાને છોડાશે જ્યારે 90 ટકા તો અંદર રહેશે.
સચિવ અશ્વિનીકુમારે આ વિગતો આપતાં ઉમેર્યુ કે, જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ તેમજ અન્ડર ટ્રાયલ કાચા કામના કેદીઓને ઇન્ટરીમ બેલ આપવામાં આવશે. આ કેદીઓને જેલમુકત કરતા પહેલાં તમામનું તબીબી પરિક્ષણ કરવામાં આવશે. જો કોઇ કેદીમાં તાવ-શરદી કે અન્ય સંક્રમણ લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરાશે. કેદીઓને ઘરે મોકલવાની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા કરવામાં આવશે.

25 માર્ચ 2020ના દિવસે allgujararnews.in માં છપાયેલો અહેવાલ

સુરત : જેલમાં કેદ કેદીઓ માટે ખુબ ચિંતા વ્યક્ત કરતા પત્રો સુપ્રીમ કોર્ટ અને ગુજરાત તેમજ રાજસ્થાન હાઈકોર્ટને લખ્યાં. મહામારીના સમય માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યને 7 વર્ષ કે તેનાથી ઓછી સજા વાળા કેદીઓને પેરોલ આપી છોડવા માટે મંજૂરી આપી છે. ગુજરાત સરકારે એક પણ કેદીને જેલમાંથી મુક્ત કર્યા નથી. સંવેદશહીન સરકાર છે.

એડવોકેટ ગોવિંદ ડી.મેરએ કહ્યું, “સુપ્રીમ કોર્ટ અને બીજી વડી અદાલતનું જેલમાં રહેતા કૈદીઓ પર ધ્યાન દોરતા કહ્યું કે આ મહામારીના સમયમાં કેદીઓને પેરોલ આપી મુક્ત કરવા જોઈએ, સંક્રમણ થી બચાવી શકે. ક્ષમતા કરતાં પણ વધારે કૈદીઓ રહે છે, તો તેમને કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ભય વધારે છે.”

મેરે કહ્યું, “ન્યુયોર્કની એક જેલમાં 38 માંથી 21 કૈદીઓના રિપોર્ટ કોરોના માટે પોઝિટિવ આવ્યાં છે. સામાન્ય સિદ્ધાંત ને ધ્યાન માં રાખીને દરેક કોર્ટે કેદીઓને છોડી દેવા જોઈએ. ભારતની ઘણી જેલો માંથી કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે.  રાજસ્થાન અને પંજાબએ કેદીઓને જલ્દી છોડવાનો નિર્ણય કર્યો છે. જમાનત અથવા તો પેરોલ આપી મુક્ત કરવા જરૂરી છે.”

સરકારનો અહેવાલ

મહીલા કેદી

રાજયની જેલમાં 12,228 કેદીઓને સમાવવાની ક્ષમતા છે તેની સામે 12452 કેદી છે. (2017 મુજબ) અને તેમાં મહિલા માટેની જેલમાં 52% કેદી છે. આજની સબ જેલમાં કેદીઓની ક્ષમતા કરતા 22% વધુ સમયે કેદીઓમાં ધો.10 કે તેથી ઓછુ ભણેલા 50% ચે તો 6% ગ્રેજયુએટ અને 2% પોષ્ટ ગ્રેજયુએટ છે. જયારે 141 કેદીઓ માનસિક બિમારીનો શિકાર બન્યા છે. જેલમાં યુવા કેદીઓની સંખ્યા લગભગ (50 વર્ષ સુધીના) 86% છે. 13 ટકા કેદીઓ 50 વર્ષથી વધુંની ઉંમરના છે.

ઉંમર

ગુજરાતની કુલ 28 જેલમાં 1842 આરોપી એવા છે જેમની ઉંમર 18-30 વર્ષની છે. આ ઉપરાંત 30-50 વર્ષના 1836 કેદી છે. જ્યારે 865 કેદી એવા છે જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે. આમ ગુજરાતની જેલમાં 42.8 ટકા કેદી યુવા છે. ગુજરાતની જેલમાં 3217 કેદીઓ શિક્ષિત છે. જ્યારે 1082 કેદી અભણ છે. ધોરણ 10થી ઓછું ભણેલા 2159 કેદી છે. ગ્રેજ્યુએશનથી ઓછું ભણ્યા હોય તેવા 685 કેદી છે. ઉપરાંત 254 કેદી ગ્રેજ્યુએટ છે.

તો 20 કેદીઓ એવા છે જેમની પાસે ટેક્નિકલ ડીગ્રી અને ડિપ્લોમાં ડિગ્રી ધરાવે છે અને 99 કેદી એવા છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે. ગુજરાતની જેલમાં કેપેસીટી કરતા કેદીઓ વધુ છે.

જેલમાં ઓવરક્રાઉડ

સેન્ટ્રલ જેલમાં 7740 કેદીની કેપેસીટી સામે 7989 કેદી છે. આ સિવાય જિલ્લા જેલમાં 3437 કેદીઓની કેપેસીટી છે જેમાં 2992 કેદી છે. સબજેલમાં 1168ની કેપેસીટી સામે 1433 કેદી જેલમાં સજા ભોગવી રહ્યાં છે. તો સબજેલમાં કેદીની સંખ્યા 122 ટકા થઈ છે. આમ, રાજયની સેન્ટ્રલ જેલ અને સબજેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા કરતાં કેદીઓની સંખ્યા વધુ હોવાની વાત સામે આવી છે.

વૃધ્ધ કેદીઓને મુક્તિ

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના 158 કેદીઓને જેલ મુક્તિ આપવામાં આવી હતી.

જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓમાં 55 વર્ષ કે તેથી વધુ ઉમરના અને સજાનો 50 ટકા સમયગાળો પૂર્ણ કર્યો હોય તેવા કેદીઓની સજા માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા સહિત 60 વર્ષ તે તેથી વધુ વયના 5 પુરુષ કેદીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય 381 કેદીઓ કે જેમની સજાના 66 ટકા એટલે કે બે તૃતીયાંશ જેટલો સમયગાળાનો જેલવાસ ભોગવ્યો છે.

ગુજરાતની જેલોમાં પગલાં

ગુજરાતની 25 જેલોમાં રહેલા 13000 કેદીઓને આ રોગચાળાથી બચાવવા માટે જેલતંત્રએ પણ આવશ્યક પ્રતિબંધો મુક્યા છે.  રૂબરૂ મુલાકાત, કેદીઓને ઘરના ટિફિન ઉપરાંત કોર્ટમાં રૂબરૂ હાજરી આપવામાં ‘કાપ’ મુકી ‘વિડિયો કોન્ફરન્સ’ કરાય છે.  દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. એકપણ અત્યાર સુધી કોરોના અસરગ્રસ્ત જણાયાં નથી. સાબરમતી જેલ ખાતે ‘કોરોના આઈસોલેશન વોર્ડ’ તૈયાર કરવામાં આવ્યો છે. કેદીઓની આરોગ્ય જાળવણી માટે તબીબી ટીમો, આવશ્યક સ્વચ્છતા ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોની મદદ લેવામાં આવી રહી છે. અમદાવાદ સહીત રાજ્યની જેલમાં નવા પ્રવેશતા પ્રત્યેક કેદીનું સૌ પ્રથમ સ્કેનિંગ કરી શરીરનું તાપમાન ચકાસવામાં આવે છે. જેલોમાં કુલ 93 જેટલા ડોકટરનો સ્ટાફ છે. કેદીઓ તથા જેલ સિપાહીઓને પણ માસ્ક આપવામાં આવ્યા છે. જેલ સ્ટાફનું પણ સ્કેનીંગ કરવામાં આવે છે.

માત્ર રૂ10માં જેલમાં કેદીઓ નિર્મિત રિ-યુઝ માસ્કની ડીમાન્ડ

અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેલમાં કેદીઓએ સુતરના કપડાંના માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. જેલમાં નિર્મિત માસ્ક માત્ર રૂ10માં વેચાણ થઈ રહ્યું છે. જેલ કર્મચારીઓ અને કેદીઓ માટે ‘માસ્ક’ બનાવવાની શરૂઆત કરાયા પછી હવે નાગરિકોની જરૂરીયાત માટે ‘માસ્ક’નું વેચાણ સાબરમતી ખાતે જેલના સ્ટોર ખાતેથી કરવામાં આવી રહ્યું હોવાનું જેલ તંત્રએ જણાવ્યું હતું.