પાલનપુર, 23 જૂલાઈ 2020
અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચેરમેન તરીકે શામળજી પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વલમજી હુમબલની નિમણુંક કરી છે. સાબર ડેરીના અધ્યક્ષ શામળભાઇ પટેલની ફેડરેશનના ચેરમેન તરીકે અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના અધ્યક્ષ વાલમજી હુંબલ છે.
ગયા વર્ષે શંકર ચૌધરીને અધ્યક્ષ થવું હતું પણ ભાજપે તેમને મંજૂરી આપી ન હતી. રામસી પરમારને ચેરમેન બનાવ્યા હતા. આ વખતે રામસી પરમાનું પત્તું કાપી કાઢવામાં આવ્યું છે. તેઓનું નાક દબાવીને કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવીને ભાજપમાં લેવામાં આવ્યા હતા. આ વખતે તો તેમને કે શંકર ચૌધરીને પૂછવામાં પણ આવ્યું નથી. તેઓ ચૌધરીવાદ ચલાવી રહ્યાં હોવાથી પક્ષ તેમનાથી નારાજ છે. અમિત શાહ કે મોદી સાથે તેમને ગણકારતા નથી. કે પક્ષમાં હવે તેમની કોઈ તાકાત રહી નથી.
શંકર ચૌધરી હાલ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના અધ્યક્ષ છે. તેમને રાજકીય રીતે સર્વશક્તિમાન થવું છે. પણ ભાજપના નેતાઓ તેમના કૌભાંડો અને વૃત્તિની ખબર પડી ગઈ છે. તેથી તેમને અમૂલના ચેરમેન બનાવ્યા નહીં. ભાજપના પક્ષ પ્રમુખ બનવા માટે શંકર ચૌધરીએ ડેરીના લોકોને પોતાનો પ્રચાર કરવાનું કહીને પક્ષ પ્રમુખ તરીકે પોતે જ લાયક છે એવું નેતાઓને ઠસાવવા માંગતા હતા. પણ ભાજપના નેતાઓ શંકર ચૌધરીની પોલ જાણી ગયા છે.
શંકરભાઈ ચૌધરીને વધુ એક રાજકીય ફટકો..!!!
- વાવ વિધાનસભામાં હાર
- લોકસભા-વિધાનસભાની પેટા ચૂંટણીની ટીકીટ ના મળી
- થરાદ વિધાનસભાની ટીકીટ નહીં
- પ્રદેશ ભાજપ પ્રમુખના સપનાં તુટ્યા.
- 23 જૂલાઈ 2020 મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેનનો મેન્ડેટ પણ ના મળ્યો.