સરવે : સંપત્તિના સર્જન માટે, અદૃશ્ય હાથને વિશ્વાસના હાથની જરૂર છે – પો. હેમંતકુમાર શાહ

ભારત સરકારનું આર્થિક ચિત્ત : ભાગ – 1 આર્થિક સર્વેક્ષણ : 2019 – 20નો સારાંશ

પ્રો . હેમંતકુમાર શાહ ,

02 – 04 – 2020

સંપત્તિનું સર્જન

આ સર્વેક્ષણમાં સંપત્તિના સર્જન પર ભાર મૂકવામાં આવ્યો છે .

સર્વે જણાવે છે કે આર્થિક ઈતિહાસના પોણા ભાગના ગાળા દરમ્યાન ભારત દુનિયાભરમાં એક પ્રભાવક આર્થિક સત્તા હતું . આ ગાળા દરમ્યાન ભારત સંપત્તિના સર્જન માટે બજારના અદશ્ય હાથ ( invisible hand ) પર જ આધારિત હતું . તેને વિશ્વાસના હાથ ( hand of trust ) નો ટેકો રહેતો હતો . તેમાં આર્થિક વ્યવહારોમાં ખુલ્લાપણું હતું . ઉદારીકરણને કારણે ભારતના આ પરંપરાગત મોડેલની પુષ્ટિ થઈ છે . ઉદારીકરણ પછી ભારતના જીડીપીમાં અને તેની માથાદીઠ આવકમાં જોરદાર વધારો થયો છે અને તેની સાથે સાથે શેર બજારમાં સંપત્તિનું સર્જન થયું છે . એ જ રીતે , અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં પણ બજારના અદય હાથને લીધે ઘણા  ફાયદા થયા છે .

સર્વે એમ કહે છે કે જે ક્ષેત્રોમાં ઉદારીકરણ થયું તે ક્ષેત્રોનો વિકાસ અન્ય બંધિયાર ક્ષેત્રો કરતાં વધારે થયો છે . નાણાકીય ક્ષેત્રમાં 2011 – 13ના ગાળા દરમ્યાન જે આર્થિક ઘટનાઓ બની અને તેનાં જે પરિણામો આવ્યાં તે એમ દર્શાવે છે કે અદૃશ્ય હાથને વિશ્વાસના હાથની જરૂર છે . સર્વે એમ જણાવે છે કે 5,000 અબજ ડોલરનું અર્થતંત્ર બનવા માટે ભારતને બજારના અદશ્ય હાથની સાથે સાથે વિશ્વાસના હાથની જરૂર છે કે જે બજારને ટેકો આપે . તેને માટે ઉદ્યોગધંધાતરફી નીતિઓની જરૂર છે એમ સર્વે જણાવે છે .

આ નીતિઓ આ મુજબની હોવી જોઈએ :

( 1 ) બજારમાં નવા પ્રવેશ કરનારા ઉદ્યોગોને સમાન તકો પૂરી પાડવી , બજારમાં વાજબી સ્પર્ધા ઊભી કરવી અને ધંધાકીય સરળતા ( ease doing business ) ઊભી કરવી ,

( 2 ) જ્યાં સરકારની દરમ્યાનગીરી જરૂરી ના હોય ત્યાં પણ તે થતી હોય અને બજારને નિષ્ફળ બનાવતી – હોય તેવી સરકારી નીતિઓ દૂર કરવી ,

( 3 ) રોજગારી ઊભી થાય તેવા વ્યાપારને પ્રોત્સાહન આપવું .

( 4 ) ભારતના અર્થતંત્રના કદને બંધ બેસે તે રીતે બેકિંગ ક્ષેત્રનો વ્યાપ વધારવો . આ સર્વેમાં વિશ્વાસ ( trust ) ને એક જાહેર વસ્તુ તરીકે જોવામાં આવ્યો છે અને જેમ વિશ્વાસને વધુ વાપરવામાં આવે તેમ તે વધે છે એમ જણાવીને સર્વેમાં સૂચવવામાં આવ્યું છે કે સરકારમાં લોકોનો વિશ્વાસ વધારવા માટે સરકારની નીતિઓથી પારદર્શિતા વધવી જોઈએ અને માહિતી તથા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અસરકારક અમલ કરવો જોઈએ.