[:gj]ટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ કરદાતાઓને મળશે રાહત, છેલ્લી તારીખ જાણો[:]

[:gj]કોરોનાકાળમાં ઈન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ભરવાની તારીખ વધારી દીધી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) પાસેથી મળેલી વિગતો પ્રમાણે હવે સામાન્ય નાગરિક, કે જેણે પોતાનું રિટર્નની સાથે ઓડિટ રિપોર્ટ નહોતુ લગાવવો પડતો, તે વર્ષ 2019-20 માટે પોતાનું રિટર્ન 31 ડિસેમ્બર 2020 સુધીમાં ભરી શકશે. પહેલા તેના માટે 30 નવેમ્બર 2020 સુધી તારીખ નક્કી કરવામાં આવી હતી.

વ્યક્તિગત કરદાતાઓ માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરાવની તારીખ સરકારે લંબાવીને 31 ડિસેમ્બર કરી નાંખી છે.નાણા મંત્રાલય દ્વારા આજે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

મંત્રાલયે કહ્યુ હતુ કે, જે કરદાતાઓના એકાઉન્ટનુ ઓડિટ કરવાનુ છે તેમના માટે ઈનકમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા વધારીને 31 જાન્યુઆરી કરવામાં આવી છે.સરકારે કરદાતાઓને રાહત આપવા માટે આ પહેલા 2019-20ના રિટર્ન ફાઈલ કરવા માટેની સમય મર્યાદા 31 જુલાઈથી વધારીને 30 નવેમ્બર કરી દીધી હતી.જોકે હવે નવી જાહેરાત પ્રમાણે વ્યક્તિગત રિટર્ન ભરતા કરદાતાઓ માટે આ સમય મર્યાદા લંબાવીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.

આ વખતે કોરોનાના કારણે લાગુ થયેલા બે મહિનાના લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી.દેશ પણ બે મહિના સુધી કરફ્યુમાં રહ્યો હતો ત્યારે ઈનકમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા બે વખત લંબાવીને કરદાતાઓને સરકારે થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.

જોકે કોરોનાના કારણે અર્થતંત્રની રફતાર ધીમી પડી ગઈ છે તેવામાં ઈનકમટેક્સ વિભાગ માટે ટેક્સ કલેક્શનના ટાર્ગેટને પહોંચી વળવાનો પડકાર હશે.ટેક્સ કલેક્શનમાં આ વખતે ઘટાડો પણ થઈ શકે છે.[:]