A technique that every farmer can cultivate crores with less water on the banks of the desert of Kutch પોલી હાઉસ, ટપક સિંચાઈ, સૂર્ય પેનલ, ફેન પેડથી 3 એકરમાં એક કરોડની ખેતી
ગાંધીનગર, 23 ઓક્ટોબર 2020
50 વીઘા જમીનમાં જેટલું ન કમાઈ શકે એટલું 10 વીઘા જમીનમાં કમાઈ શકાય છે. 10 વીઘા જમીનમાં એક કરોડ રૂપિયાનું ખેત ઉત્પાદન મેળવી શકાય છે. ઈઝરાયલને પણ રાજસ્થાનના 200 ખેડૂતોએ આ કરી બતાવ્યું છે, જે ઈઝરાયલ કરતાં પણ વધું કમાણી અને વધું ઉત્પાદન મેળવે છે. રાજસ્થાનના રણમાં જ્યાં રેતીના ટેકરા હતા ત્યાં આ ફળદ્રુપ ખેતી થઈ રહી છે.
ખેમારામ નામના ખેડૂતની પાસેથી પ્રેરણા લેવા માટે કચ્છના રણની કાંધી પર આવેલા બનાસકાંઠાના કેટલાંક ખેડૂતો ખેતી શિખવા ગયા હતા. તેઓ હવે બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને મહેસાણાના કચ્છના રણના કિનારે આવેલા ખેતરો કે જ્યાં કોઈ ઉપજ થતી નથી ત્યાં ઉપજ મેળવવા માટે આ નવી પદ્ધતિ અપનાવી રહ્યાં છે. ખેડૂતોએ પોલી હાઉસ, ટપક સિંચાઈ, સૂર્ય પેનલ, ફેન પેડ, લીલું ઘાસ, તળાવથી ખેતીની શરૂઆત કરી છે.
60 લાખનું ખર્ચ અને કમાણી 6 ગણી
10 હજાર મીટર પોલી હાઉસ 60-65 લાખ બની શકે છે. જેમાં સરકાર 50 ટકા સબસાટી આપે છે. પોલી હાઉસમાં ભેજ અને ગરમી તેમાં કંટ્રોલ કરી શકાય છે. આટલું ખર્ચ કર્યા પછી 6 ગણી કમાણી થઈ શકે છે. પોલિ હાઉસ માટે 2 લાખ રૂપિયાનું ખર્ચ કરીને 12 લાખ સુધીની કમાણી થાય છે. કાકડી અને કેન્ટાલૂપને ખૂબ જ સારો નફો મળે છે. તડબૂચ, કાકડી, ટિંડે અને ફૂલોની ખેતીમાં સારો નફો છે.
3 એકરમાં 1 કરોડની ખેતી
ઈઝરાયની ખેતી પદ્ધતીની શરૂઆત ખેમારામ ચૌધરીએ કરી હતી. ત્યારે તેઓ ગરીબ માણસ હતા આજે કરોડપતી બની ગયા છે. 3 એકરમાં રૂ.1 કરોડના ખીરા, ટમેટા જેવા શાકભાજી પકવે છે. રાજધાની જયપુરથી 35 કિ.મી. દૂર આવેલા ગામ ગુડા કુમાવતન અને આસપાસમાં ખેતી જોવા લાખો ખેડૂતો જાય છે. જે તેની જમીનની કિંમત કરતા પણ ઉત્પાદન વધું છે.
ગરીબ ખેડૂત ઈઝરાયલ ગયા
ચૌધરીને રાજસ્થાન સરકારે 2012માં ઈઝરાયલ ખેતી શિખવા માટે મોકલ્યા હતા. એવી ખેતી કરવા સરકારે 4 હજાર ચો.મીટર પોલીહાઉસ બનાવવા ગ્રાંટ આપી હતી. ચાર મહિનામાં 12 લાખ રૂપિયાની કાકડી પહેલા વર્ષે વેચી હતી. તુરંત બેંકની લોન ભરી દીધી હતી. 2019માં ત્રણ હેક્ટર જમીનમાં રૂ.1 કરોડનું ટર્નઓવર કરે છે. ઇઝરાઇલી મોડેલ પર ખેતી કરવાથી દસ ગણો નફો મેળવે છે.
શું છે પદ્ધતી
હવે ગુડા કુમાવતનમાં 200 ખેડૂતો જમીન કે બંધના પાણી વગર ખેતી કરે છે. 200 પોલી હાઉસ બનાવેલા છે. આ ગામને હવે મીની ઈઝરાયલ તરીકે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતો ઓળખે છે. આજે તેમની પાસે 7 પોલી હાઉસ છે, 2 તળાવ, 4 હજાર ચોરસ મીટરના ફેન પેડ, 40 કેડબલ્યુ સોલર પેનલ્સ. 5 કિ.મી.ની આસપાસમાં આજે 200 જેટલા પોલી હાઉસ બનાવવામાં આવ્યા છે.
લીલા ઘાસનો પ્રયોગ
ટપક સિંચાઇ અને લીલા ઘાસની પદ્ધતિ ઉપયોગી છે. લીલા ઘાસની પદ્ધતિ પાકને હવામાન, નીંદણથી બચાવે છે. જે સારી ઉપજ આપે છે. તડબૂચ, કાકડી, ટીંડા અને ફૂલોની ખેતીમાં સારો નફો રળી લે છે.
વરસાદી પાણી ભેગું કરી 6 મહિના ખેતી
અડધા હેક્ટર જમીનમાં બે તળાવ બનાવ્યા છે, જેમાં વરસાદનું પાણી એકઠું થાય છે. આ પાણી છ મહિના સુધી સિંચાઈ કરી શકાય છે. પોલી હાઉસની છત પર માઇક્રો છંટકાવ કરી તાપમાનને નીચે રાખે છે. દસ ફૂટના ફુવારા પાકમાં ભેજ જાળવી રાખે છે.
ફેન પેડ
ફેન પેડ્સ (વાતાનુકુલિત) નો અર્થ એ છે કે જેઓ વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છે ત્યારે પાક લઈ શકે છે. તેની કિંમત ખૂબ વધારે છે, તેથી સામાન્ય ખેડૂત તેને લગાવવાની હિંમત ધરાવતા નથી. 10 હજાર ચોરસ મીટરમાં ફેન પેડ ખેમરામે લગાવેલા છે.
સોલાર પેનલથી વીજળી
સરકારી સબસિડીમાં 40 વોટની સોલર પેનલ લગાવી છે. સોલાર પેનલ્સ લગાવવાથી પાકને સમય સમય પર પાણી મળે છે. આની મદદથી ફેન પેડ પણ ચાલે છે. ફેન પેડ એકવાર તેના વાવેતર માટે નાણાં ખર્ચવામાં આવ્યા છે પરંતુ ઉપજમાં પણ અનેકગણો વધારો થયો છે જેનાથી સારો નફો થયો છે.