ગાંધીનગર, 10 જૂન 2020
રાજ્યસભાની 19 જૂન 2020S થનારી ચૂંટણીમાં ફરી એકવાર એક મતના મૂલ્યનું મહત્વ સમજાશે. ભૂતકાળમાં અહેમદ પટેલની ચૂંટણી સમયે એક મતનું મૂલ્ય અમૂલ્ય હતું. કોંગ્રેસના ભાજપ તરફી નેતા અહેમદ પટેલને ધારાસભ્ય છોટુ વસાવાએ એક મત આપીને જીતાડી આપ્યા બાદ.
અહેમદ પટેલે બીપીટીના ધારાસભ્ય છોટુ વસાવા સાથે ગદ્દારી કરીને લોકસભામાં કોઈ મદદ કરી ન હતી. ફરી એકવાર શક્તિસિંહ અને ભરતસિંહ માટે એક મતનું મૂલ્ય રહેશે. આ બન્ને નેતાઓ એક બીજાના મત ખેંચવા માટે પક્ષ સાથે ગદ્દારી કરી રહ્યા છે. હવે છોટુ વસાવા તો તેમને મત આપે તેમ નથી.
ભાજપ હવે જો કોંગ્રેસના એકપણ ધારાસભ્યનું રાજીનામું નહીં અપાવે તો રાજ્યસભાની ચૂંટણીમાં રસાકસી રહેશે. એટલે કે કોંગ્રેસના 5 ધારાસભ્યો ઇન્ટેક રહેશે તો કોંગ્રેસને બીજી બેઠક જીતવા માટે માત્ર એક મતની આવશ્યકતા છે. કોંગ્રેસનો આત્મવિશ્વાસ આજે પણ અકબંધ છે.
ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો છે કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમના આઠ ધારાસભ્યો જતાં રહેવા છતાં પાર્ટીને બે બેઠકો મળશે, એટલે કે કોંગ્રેસના બે ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ચૂંટણી જીતી જશે. કોંગ્રેસને બે બેઠકો જીતવા માટે એક મતની જરૂર છે.
બીટીપીના બે સભ્યો તેમજ એનસીપીના એક સભ્ય તરફ નજર દોડાવી છે, પરંતુ જો આ ત્રણ ધારાસભ્યો ભાજપને મત આપશે તો કોંગ્રેસ બીજી બેઠક જીતી શકશે નહીં. શંકરસિંહને એનસીપીના પ્રમુખ પદેથી હાંકી કઢાયા તે આ એક મતના વ્હીપનું હોવાનું માનવામાં આવે છે. હવે છોટુ વસાવા કોંગ્રેસને મત નહીં આપે. કારણ કે અહેમદ પટેલે તેમની સાથે દગો કર્યો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું હતું કે અમને ગુજરાતમાં રાજ્યસભાની બીજી બેઠક જીતવા માટે માત્ર એક મતની જરૂર છે. 2017માં પણ અહમદ પટેલને જીતવા માટે એક મતની જરૂર હતી અને તે અમે મેળવ્યો હતો. અમે હાલ સંખ્યાબળ અંગે કામ કરી રહ્યાં છીએ.
2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પાસે 77 ધારાસભ્યો હતા જે હવે ઘટીને 69 થયાં છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યાં છે. કોંગ્રેસે તેના ધારાસભ્યોને વલસાડ, અંબાજી, વડોદરા અને રાજકોટ મોકલી આપ્યાં છે.
ગુજરાત કોંગ્રેસમાં પ્રાથમિકતા શક્તિસિંહને આપવામાં આવી છે. પરંતુ ભરતસિંહ સોલંકી માટે પ્રદેશ કોંગ્રેસ ધમપછાડા કરી રહી છે. બીજી બેઠક માટે કોંગ્રેસ પાસે આઠ મત ઓછા થયાં છે. કોંગ્રેસ એક મત મેનેજ નહીં કરી શકે તો ભરતસિંહ સોલંકીને ઘેર પાછા આવવું પડશે.
તેમની જગ્યાએ ભાજપના નરહરિ અમીન ચૂંટણી જીતી જશે. નરહરી અમીનને ભરત સોલંકીએ કોંગ્રેસમાં ભારે પરેશાન કર્યા હતા તેથી તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલના કહેવાથી જોડાયા હતા.