સાચું કોણ – ખેડૂત કે વિજ્ઞાનીઓ ? સીડલેસ જાંબુની શોધ કરનારા કૃષિ વિજ્ઞાનીઓને અમરેલીના ખેડૂત પકકાર ફેંકે છે, તેઓ 30 વર્ષથી ઠળીયા વગરના જાંબુ ઉગાડે છે

દિલીપ પટેલ – અમદાવાદ, 4 નવેમ્બર 2020

લખનઉની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાગાયતી (Central Institute for Subtropical Horticulture)ના વૈજ્ઞાનિકોએ ‘જામવંત’ જાંબુ-બેરીની નવી જાત વિકસાવી છે. પણ ગુજરાતમાં એક ખેડૂત એવા છે જે આ વિજ્ઞાનીઓને માટે પડકાર આપી રહ્યા છે. કારણ કે અમરેલીના આ ખેડૂત છેલ્લાં 30 વર્ષથી ઠળીયા વગરના “પારસ” જાંબુના વૃક્ષો ધરાવે છે. આમ દેશની સૌથી મોટી સંસ્થાને આ ખેડૂત 30 વર્ષથી આગળ છે. જે ગુજરાત માટે ગૌરવ અપાવી રહ્યાં છે.

એક વૃક્ષ પરથી 300 કિલો

એન્ટી-ડાયાબિટીઝ સાથે ઘણાં ઔષધીય ગુણધર્મો જાંબુમાં છે. મે થી જુલાઈમાં ગરમીમાં આવતું ફળ અત્યાર સુધી 60 ટકા ઠળીયા હતા. 10 ટકા ઠળીયાનું ફળ અમરેલીમાં તૈયાર થાય છે. જે એન્ટીડિઆબેટીક અને બાયોએક્ટિવ સંયોજનોમાં પણ સમૃદ્ધ છે. 90 ટકા ગર-દળ નિકળે છે. તેમણે આ જાતનું નામ “પારસ” રાખેલું છે. તેમની પાસે 60 વૃક્ષો છે. તમામ ઝાડ ઉચ્ચક રૂ.3 લાખમાં આપી દે છે. મોટા વૃક્ષ પરથી 300-400 કિલો (15-20 મણ) જાંબુ ઉતરે છે. 5 વર્ષનું વૃક્ષ થાય પછી તે 20 કિલો જંબુ આપે છે.

બચુભાઈની શોધ

અમરેલીના સાવરકુંડલાના દિતલા ગામના ખેડૂત રણજીતભાઈ બચુભાઈ  અને હરેશભાઈ ઝાલાએ ઠળીયા વગરના જાંબુ આંબાના બગીચાની ફરતે શેઢા પર 3 વિઘામાં વાવ્યા છે. જાંબુ કદમાં પણ મોટા છે. સારો પાક ઉતરે છે. સારી કમાણી છે.  મીઠા છે. પાણી ઓછું જોઈએ છે. વીઘે 1 લાખના ઝાંબુ વેચે છે. ખાતર કે દવાની બહું જરૂર પડતી નથી. રણજીતભાઈના પિતા સ્વ.બચુભાઈ ઠળીયા વગરના જાંબુના વૃક્ષો તૈયાર કરતાં હતા.

10 હજાર કલમો બનાવીને વેચે છે

દિતલા ગામમા રણજીતભાઈને જાંબુવાળા તરીકે સૌ ઓળખે છે. કોઠાસૂઝથી વર્ષની મહેનત બાદ 30 વર્ષથી ઠળીયા વગરના જાબુંનું ઉત્પાદનતો લે છે. પણ તેની સાથે તેની કલમ બનાવીને વેચે છે. દર વર્ષે 5થી 10 હજાર કલમો બનાવે છે. જે ખેડૂતોને વેચે છે. વર્ષે 700-1000 જેવી ખેડૂતો તેમની પાસેથી ઠળીયા વગરના જાંબુની કલમી છોડ લઈ જાય છે. જાંબની કલમ બનાવવી તે મુશ્કેલ કામ છે. તેથી વધું કલમ બનતી નથી.

આયુર્વેદીક કંપનીઓ

રાજકોટ, અમદાવાદ, કોલકાત્તા, મુંબઇ જેવા શહેરોમાં સારા ભાવથી વેચે છે. ઔષધી માટે આયુર્વેદીક કંપનીઓ માલ લઈ જાય છે. ઠળીયા વગરના જાંબુની ખેતી કેમ કરવી તે શીખવા ખેડૂતો તેને ખેતર પર આવે છે. કેરી કરતાં સરો ભાવ મળે છે છતાં તેને વૃક્ષ પરથી ઉતાર્યા પછી તુરંત બજારમાં પહોંચાવડા અત્યંત જરૂરી છે. નહીંતર તે ખરાબ થઈ જાય છે. તાજા ફળનો વેપાર મુશ્કેલ છે.

વિજ્ઞાનીઓની શોધ

લખનઉની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાગાયતી (Central Institute for Subtropical Horticulture)ના વૈજ્ઞાનિકોએ ‘જામવંત’ જાંબુ-બેરીની નવી જાત 2019માં વિકસાવી છે. જેમાં 90 ટકા ગર કે પલ્પ મળે છે. પણ અમરેલીના આ ખેડૂતના ખેતરમાં 100 ટકા પલ્પ મળે છે. પહેલાં 60 ટકા ઠળીયા નિકળતાં હતા તે ફેંકી દેવા પડતાં હતા. જેના વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં પરીક્ષણમાં ઉત્તમ હોવાનું જણાયું હતું.

સીઆઈએસએચ-જામવંત અને સીઆઈએસએચ જામુન -22 જાતો બેરી લોકપ્રિય બની રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેડુતો સારો નફો રળે છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં 200 થી 300 રૂપિયા કિલો ચોમાસામાં વેચાય છે.

ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓને કેમ ખબર નથી

ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ગયા વર્ષે ખાસ આ ફળના લોકાર્પણ માટે ગયા હતા. સીઆઈએસએચ-જામવંત જાત ફળ અને કારખાનામાં પ્રક્રિયા બંને માટે યોગ્ય છે. 90 ટકા પલ્પ છે. આઇટીસીએ અલીગઢમાં વાવેતર વધારવામાં આવી રહ્યું છે. સીઆઈએસસીએચ સમક્ષ દેશના મોટા અનેક ભાગોમાંથી કલમોની  માંગ આવી રહી છે. રસ ઝરતાં ફળોની એસ્ટ્રિંજન્સીની સમસ્યાથી મુક્ત છે.

અમરેલીમાં આવા વૃક્ષો હોવા છતાં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયને અમરેલીની આ જાત અંગે કોઈ ખ્યાલ નથી. જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના પૂર્વ કુલપતિ કે બી કિકાણીએ કહ્યું હતું કે, તેમને પણ સાવરકુંડલાના સીડલેસ જાંબુની ખેતી અંગે કોઈ ખ્યાલ નથી.

કલમ તકનીક દ્વારા ક્રાંતિ

બીંથી તૈયાર થતાં છોડ 10 વર્ષે ફળ આપે છે. પણ કલમથી 5 વર્ષે ફળ આવે છે.

થોડા દાયકા પહેલા, પ્રમાણભૂત જાતો ન હતી.  જે બીજ દ્વારા ઉગાડવામાં આવતી હતી. જાંબુ ફળ માટે કલમ બનાવવાની તકનીક ઉપલબ્ધ નહોતી. ફાચર કલમ ​​બનાવવાની તકનીકીને પ્રમાણિત કરી છે. અનેક પ્રકારના જાંબુને અહીં કલમ બનાવવાની તકનીકી દ્વારા સાચવવામાં આવ્યા હતા. ઇન્સ્ટિટ્યુટે લગભગ બે દાયકા પહેલા જાંબુ વિકસાવવાનું કામ શરૂ કર્યું હતું. કલમવાળા છોડ 5 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે. સંસ્થામાં નાના કદના વૃક્ષો બનાવવાની તકનીક વિકસાવવામાં આવી છે.

જાંબુ વાઈન

જાંબુ ઔષધિય મુલ્યો માટે વપરાય છે. ઝાડા બંધ કરવા, તેના ઠળિયાનો ઉપયોગ ડાયાબીટીશ અને દાદરના રોગો માટે થાય છે. ઉદ્યોગો તેનો ઉપયોગ વીનેગર – સરકો બનાવવા મોટા પ્રમાણમાં કરે છે. ફળોનીના પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ મોટી બની રહી છે. મહારાષ્ટ્રમાં જાંબુ વાઇન બનાવવાનું શરૂ કર્યું છે. દ્રાક્ષની વાઇન સામે જામુન વાઇન શ્રેષ્ઠ છે. સેન્ટ્રલ સબટ્રોપિકલ બાગાયતી સંસ્થાએ જાંબુના ઘણા ઉત્પાદનો બનાવી તેમની લોકપ્રિયતા વધારી છે. મૂલ્ય વર્ધિત સામગ્રીને વર્ષભર સાચવી શકાય છે. રસાયણોના ઉપયોગ વિના સુરક્ષિત રાખી શકાય છે.

ઋતની અસર

કેટલીક ઋતુથી અનેક જગ્યાએ જાંબુનો પાક સાકો રહ્યો નથી, ઝાડમાં એક પણ ફળ નહોતું. મહારાષ્ટ્રના કોંકણના સાવંતવાડી જાંબુ પ્રખ્યાત છે. ફળ ન મળતા ખેડુતોને હાલાકી ભોગવવી પડી હતી.