અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે યોગ અને પ્રાણાયામનો પ્રારંભ

ગુજરાતની પ્રથમ ઘટના કે એલોપથી હોસ્પિટલમાં યોગ શરૂં કરાયો હોય

કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર  છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર  મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ  કોવિડ- ૧૯ જાહેર કરાયેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલ માં હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તથા તેમનું માનસિક સંતુલન વધે તે માટે યોગ અને પ્રાણાયમ કરાવવાનો આજથી પ્રારંભ કરાયો છે.