90 ટકા ફરસાણઃમીઠાઈની દુકાનોના ફરસાણ કાળા-ગંદા તેલમાં બનાવાય છે. જ્યાં સુધી તેલ બળીને કાળુ થઈ જાય ત્યાં સુધી આખો દિવસ એજ તેલથી ફરસાણની દુકાનો પર એકના એક તેલનો ઉપયોગ વારંવાર કરવામાં આવતા તે નુકશાનકારક હોય છે. આવા બળી ગયેલા તેલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. છતાં કેટલાક ફરસાણ વાળા દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે.
ફ્રી રેડિકલ્સ બને છે
તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ધીમે ધીમે ફ્રી રેડિકલ્સનું નિર્માણ થાય છે. એટલા માટે તેલમાંથી એન્ટીઓક્સીડેંટની માત્રા ખત્મ થઈ જાય છે. જે ત્વચાને લગતા રોગનું કારણ બની શકે છે.
3થી 30 હજારનો હપતો
ફરસાણ બનાવતી ફેક્ટરીઓ અને વેપારીઓ દ્વારા પ્રજાના આરોગ્યની ચિંતા કર્યા સિવાય બળેલા તેલનો ઉપયોગ કરીને તેમાં તળેલી ચીજ વસ્તુઓ વેંચી રહ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમાં કંઈ કરતાં નથી. કારણ કે એક દુકીનેથી વર્ષના રૂ.3 હજારથી 30 હજારનો હપતો લઈને ઉકાળેલા તેલમાં ભ્રષ્ટાચાર રૂપી હાથ બોળે છે.
નડિયાદ આગળ
ફેબ્રુઆરી 2020માં નડિયાદ શહેરમાં વખણાતી યમુનાના ફરસાણ માર્ટ, તેમજ જલારામ અને સાંઇબાબા નાસ્તા હાઉસના તેલના નમૂના ચકાસ્યા હતા. જે ત્રણેય તેલના નમૂનામાં વધારે બળેલા હોવાનું માલૂમ પડ્યું હતું.
સુરેન્દ્રનગર કમાણીનું કેન્દ્ર
સુરેન્દ્રનગરમાં વારંવાર તળાયેલા તેલમાં ભજીયા, કચોરી, ગાંઠીયા જેવા રોજિંદા ફરસાણ ઉપરાંત મીઠાઈના દુકાનદારો ખરાબ તેલનો ઉપયોગ કરી રહ્યા છે. ખોરાક નિયમન તંત્ર આંખ મીંચીને બેઠું છે.. આવા તેલ લોકોના આરોગ્ય માટે જોખમકારક છે.
મોંઘા ફરસાણ પણ આવા તેલથી બને છે
મોંઘાદાટ વેંચતા ફરસાણ પણ આવા ખરાબ તેલમાં જ તળાય છે. મોટાભાગના મીઠાઈના સંચાલકો તેલ કાળા થઈને બળી જાય ત્યાં સુધી તેમાં વસ્તુઓ તળ્યા કરે છે. નિયમ મુજબ એક તેલનો ઉપયોગ તળવામાં બેથી વધુ વખત થઈ શકતો નથી.
પરિપત્ર
વારંવાર તેલમાં પદાર્થો તળવાથી તેલમાં હાનિકારક તત્વો ઉત્પન્ન થાય છે. જે શરીરના અંગો માટે ઘાતક સાબિત થઈ શકે છે. જેથી રાજ્ય સરકારે આ અંગે પરિપત્ર બહાર પાડીને આવા તત્વો સામે કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. ડીપ ફ્રાય માટે ઉપયોગ કરાયેલા તેલનો ફરી ઉપયોગ ન કરવો જોઈએ. તેના રંગ અને જાડું થઈ જાય છે. રંગ ડાર્ક, ચિકણું અથવા અજીબ ગંધ આવે છે. તો તેને ફેંકી દેવું.
કયા તેલથી તળેલી વસ્તું છે તે લખવું ફરજિયાત છે તેમ છતાં ગુજરાતમાં તે લખાતું નથી.