દ્વિચક્રી વાહનચાલકોના સૌથી વધું મોત, 75 ટકા પાસે વીમો નથી

The highest fatality of two-wheelers, 75 percent do not have insurance

ભારતના માર્ગ પરિવહન મંત્રાલય મુજબ, ટુ-વ્હીલર ચાલકો ભારતમાં માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ બને છે. બીજી તરફ IRDAIના જણાવ્યાં અનુસાર ભારતના 75 ટકાથી વધુ દ્વિચક્રી વાહનચાલકો પાસે વીમો નથી અથવા તેમનાં વીમાની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ છે. ભારતીય વાહન કાયદા અનુસાર તમામ વાહનોનો વીમો ફરજિયાત છે.

આ ઉપરાંત દેશમાં માર્ગ અકસ્માતના વધતા બનાવોને કારણે ભોગ બનનારનો પરિવાર આવકના સ્ત્રોત અથવા સારવાર માટે નાણાં ક્યાંથી લાવવા તે મુદ્દે ચિંતિત હોય છે. જોકે એક સામાન્ય વીમાથી આ બંને સમસ્યાનો ઉકેલ આવી શકે છે. આ કારણે હવે જરૂરી છે કે દ્વિચક્રી વાહનચાલક વીમા માટે થોડાસ ગંભીર બને.
કેન્દ્ર સરકાર જાહેર કરેલ મોટર વેહિકલ એક્ટ મુજબ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આકરો દંડ ફ્ટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. કોઈપણ ચાલક લાયસન્સ વગર વાહન ચલાવતા પ્રથમ વખત પકડાશે તો તેને રૂ.2000ના દંડ તેમજ ત્રણ માસની સજા ફટકારવામાં આવશે જ્યારે બીજી વખત ગુનો કરશે તો બમણી સજાની જોગવાઈ કરવામાં આવી છે.

સરકારે દંડ આકરો બનાવતા સપ્ટેમ્બર 2019 સુધીમાં થર્ડ પાર્ટી મોટર વીમામાં 38% નો વધારો થયો છે જેથી એકંદર વીમા વ્યવસાયમાં નોંધપાત્ર 18%નો વધારો જોવા મળ્યો છે. રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સની વીમા પોલિસી ખરીદીમાં 21 ટકાનો વધારો નોંધાયો છે. માનવામા આવી રહ્યું છે કે દંડની રકમ કરતાં વીમો ખરીદવો ઘણો સસ્તો પડી રહ્યો છે.