વાણિજ્યીક અને ઊદ્યોગ સંબંધિત એકમો તા. ર૦ એપ્રિલથી પૂરતી તકેદારી સાથે શરૂ કરી શકાશે.
હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન સિવાય છૂટછાટો લાગુ કરવામાં આવશે
જિલ્લાકક્ષાએ છૂટછાટોના અમલ-દેખરેખ-નિયંત્રણ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની સમિતીની રચના
વાણિજ્યીક – ઊદ્યોગ એકમોએ થર્મલગન –ફરજિયાત માસ્ક – સેનિટાઇઝેશન – સોશિયલ ડિસ્ટન્સીંગ જેવી આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે
નિયમો-વ્યવસ્થાઓના ઉલ્લંઘન કે ચૂકના કિસ્સામાં મંજુરી પરત લઇ એકમ બંધ કરાવી દેવાશે.
હોટસ્પોટ જાહેર થયેલા કોઇ પણ વિસ્તારનો કર્મચારી-શ્રમિક-અધિકારી કામ પર ન આવે તેની કાળજી લેવાની રહેશે ગ્રામીણ વિસ્તારના મનરેગાના કામો શરૂ કરી શકાશે
ઇલેકટ્રીશ્યન – પ્લંબર – કારપેન્ટર – મોટર મિકેનીક જેવા સ્વરોજગાર મેળવતા કારીગરોને તા.ર૦ એપ્રિલથી કામકાજ શરૂ કરવાની મંજુરી
મહાપાલિકા – નગરપાલિકા સિવાયના બહારના વિસ્તારોમાં માર્ગ બાંધકામ-સિંચાઇ-બાંધકામ અને MSME સહિતના ઔદ્યોગિક પ્રોજેકટ કાર્યરત કરી શકાશે
શહેરી વિસ્તારોમાં નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસ ઇન સી ટુ કન્સ્ટ્રકશન સુવિધા હોય ત્યાં શરૂ કરવાની છૂટ
આ છૂટછાટ કન્ટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને નક્કી કરશે.
સમિતિ મંજૂરી આપશે
જિલ્લાકક્ષાએ વાણિજ્યીક અને ઊદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ ભારત સરકારની ગાઇડલાઇન મુજબ વાણિજ્યીક અને ઔદ્યોગિક એકમો કામગીરી ચાલુ કરે તેની મંજુરીઓ કેટલાક નિયમોને આધિન રહીને આપશે. કમિટી કેસ ટુ કેસ સ્ટડી કરીને આપશે.
પરંતુ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને આવા એકમોએ થર્મલ ગન, સેનિટાઇઝેશન, ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, સ્ટેગર્ડ લંચ ટાઇમ, સ્ટેગર્ડ એન્ટ્રી અને એકઝીટ ટાઇમ અને ક્રાઉડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. કેમ્પસમાં શ્રમિકોને રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે અને જો તે શકય ન હોય તો કર્મચારીઓ માટે સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે સલામત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
આ તકેદારીઓ-નિયમોનું ઉલ્લંઘન કે ભંગ થશે તો મંજુરી પરત લઇ ઊદ્યોગ વાણિજ્યીક એકમો બંધ કરાવી દેવાશે.
ઊદ્યોગોમાં ૧ર કલાકની શીફટ રાખવાની રહેશે અને આ માટે પ્રપોશનેટલી વધુ વેતન અપાશે. તેમજ મહિલા કામદારો પાસેથી સાંજે ૭ થી સવારે ૬ વાગ્યા સુધી કામ લઇ શકાશે નહી.
હોટસ્પોટ જાહેર કરેલા વિસ્તારમાંથી કોઇ પણ કર્મચારી, અધિકારી, શ્રમિક કામ પર ન આવે તેની કાળજી સમિતિએ લેવાની રહેશે.
તા.ર૦મી એપ્રિલથી ગ્રામીણ વિસ્તારોમાં મનરેગાના કામો શરૂ કરી શકાશે. આવા કામોમાં સિંચાઇ, જળસંવર્ધનના કામોને અગ્રતા અપાશે. મનરેગાના કામ પર આવનારા શ્રમિકો માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ પણ ફરજિયાત છે.
સ્વરોજગારી સાથે સંકળાયેલા અને જેઓ રોજનું કમાઇને રોજ ખાનારા છે તેવા ઇલેકટ્રીશ્યન, પ્લમ્બર, કારપેન્ટર, મોટર મીકેનીક જેવા કારીગરોને કામકાજ શરૂ કરવાની મંજુરી આપવાનું નિર્ધારીત કરવામાં આવ્યું છે. આવા વ્યકિતઓએ પણ ફરજિયાત પણે માસ્કનો ઉપયોગ સેનીટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.
મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર બહારના વિસ્તારોમાં માર્ગોના બાંધકામ, સિંચાઇ પ્રોજેકટસ, બાંધકામ અને MSME સહિતના તમામ પ્રકારના ઔદ્યોગિક પ્રોજેકટસ કાર્યરત કરી શકાશે. પ્રોજેકટસ પૂન: શરૂ કરતા પૂર્વે શ્રમિકો-કામદારો માટે જરૂરી માસ્ક, સેનિટાઇઝેશન સુવિધા, સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સનું પાલન પણ અવશ્ય કરવાનું રહેશે.
રાજ્યમાં શહેરી વિસ્તારોમાં-મહાપાલિકા-નગરપાલિકા હદમાં નિર્માણાધિન બાંધકામના એવા પ્રોજેકટસ કે જ્યાં શ્રમિકો-કામદારોને રહેવાની વ્યવસ્થા પ્રોજેકટ સ્થળે જ ઇન-સી-ટુ-કન્સ્ટ્રકશન હોય અને બહારથી શ્રમિકો લાવવા પડે તેમ ન હોય તેવા પ્રોજેકટ પણ કાર્યરત કરી શકાશે. ફરજિયાત માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ધ્યાન રાખવાની સૂચનાઓનું પાલન કરવું પડશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.