The secret of Mohan Delkar’s death is in this video, he was disturbed by the instructions of Delhi
ઉત્તર ગુજરાતના એક ઘમંડી નેતાના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે તેમના આ વિડિયોમાં સ્પષ્ટ થાય છે.
ડેલકરે પોતે વિડિયો બનાવીને જાહેર કર્યો તેમાં ભાજપના દિલ્હીના નેતાઓને જવાબદાર ગણાવે છે
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021
મોહન ડેલકર ભાજપની સામે થયા હતા. નરેન્દ્ર મોદીની સરકારની તેઓ આકરી ટીકી સંસદમાં કરી રહ્યાં હતા. તેમને પરેશાન કરવા માટે દિલ્હીથી આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ તેમની સાથે બેહુદુ વર્તન કરતાં હતા. તેમને પરેશાન કરવા માટે દિલ્હીથી આદેશ કરવામાં આવ્યો હતો. ભાજપ, આઈએએસ, આઈપીએસ, દિલ્હીના નેતાઓ, ગુંડાઓ પરેશાન કરી રહ્યાં હોવાના તેમણે આ વિડિયોમાં કહ્યું છે.
દાદરા અને નગર હવેલીની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં તેમણે જનતા દળ યુનાઇટેડ (JDU)ને સમર્થન આપ્યું હતું. જે કારણે ભાજપને સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. તેઓએ ભાજપને ટેકો આપેલો પણ ભાજપ અહીં સતત હારતો હોવાથી ભાજપને પસંદ ન હતું. તેથી તેમની સામે અનેક પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓએ તેમને પરેશાન કરવાના આદેશો કરાયા હતા.
ભાજપના ભ્રષ્ટ નેતાઓને રક્ષણ આપે છે. સમર્થનોને જેલમાં મોકલવાના આદેશો હતા.
દાદરા અને નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન સાંજીભાઈ ડેલકરનો મૃતદેહ સોમવારે મુંબઈના મરિન ડ્રાઇવ ખાતેની એક હોટલમાં મળી આવ્યો હતો.
નોંધનીય છે કે 58 વર્ષીય મોહનભાઈ ડેલકર સાત વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા હતા. સ્થાનિક પોલીસ ઘટનાની જાણ થતાં પહોંચી હતી.
તેઓ દાદરા અને નગર હવેલીના આદિવાસી સમાજમાં ખૂબ જ ખ્યાતિપ્રાપ્ત આગેવાન હતા. સાથે જ તેઓ આદિવાસી વિકાસ સંગઠન, દાદરા અને નગર હવેલીના વર્ષ 1985થી પ્રમુખ હતા.
આદિવાસીઓ માટે સારૂં કામ કર્યું હતું.
ના કલ્યાણાર્થે તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. સાથે જ તેઓ યુવાનો અને ગ્રામીણ અને ઔદ્યોગિક કામદારોના વિકાસ માટે પણ પ્રયત્નશીલ હતા.
200 વર્ષ સુધી પોર્ટુગીઝોના શાસનમાં રહેલા દાદરા અને નગર હવેલીના સ્વાતંત્ર્યમાં મોહન ડેલકરના પિતા સાંજીભાઈ રૂપજીભાઈ ડેલકરે ભાગ ભજવ્યો હતો. તેઓ વર્ષ 1961થી બે ટર્મ સુધી પ્રદેશના સાંસદ તરીકે લોકસભામાં રહ્યા હતા. તેઓ પ્રદેશના પ્રથમ લોકસભા સાંસદ બન્યા હતા. પિતા સાંજીભાઈ ડેલકરે પણ સ્થાનિક આદિવાસીઓનો અવાજ સંસદમાં બુલંદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વર્ષ 1986-87માં સ્થાનિક લેબર યુનિયન બનાવી તેના પ્રમુખપદે રહી તેમણે પોતાના જાહેરજીવનની શરૂઆત કરી હતી. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પર સારી એવી અસર ધરાવતા હતા.
તેઓ પ્રથમ વખત વર્ષ 1989માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણીમાં વિજય થયો હતો. પછી સતત 5 વખત ચૂંટાયા હતા. 10મી લોકસભાના કાર્યકાળ દરમિયાન કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા.
11 લોકસભામાં અપક્ષ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. 12મીં લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ ભારતીય જનતા પક્ષના સાંસદ તરીકે દાદરા અને નગર હવેલી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.
14મી લોકસભા વખતે પોતાનો રાજકીય પક્ષ ભારતીય નવશક્તિ પાર્ટીની સ્થાપના કરી અને વર્ષ 2004માં ફરીથી સાંસદ તરીકે સંસદભવન પહોંચ્યા.
2009 અને 2014માં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ સામે હારી ગયા હતા.
2019માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈને સાતમી વખત ચૂંટાયા હતા. 2019માં ભાજપના વડપણવાળા ગઠબંધન નૅશનલ ડેમૉક્રૅટિક અલાયન્સ (NDA)ને સમર્થન આપ્યું હતું.
દાદરા અને નગર હવેલીની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં તેમણે જનતા દળ યુનાઇટેડ (JDU)ને સમર્થન આપ્યું હતું. જે કારણે ભાજપને સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.
રાજકીય પ્રતિદ્વંદ્વીઓ પણ તેમને હંમેશાં સન્માનની નજરથી જોતા હતા. તેમનું કોઈ દુશ્મન નહોતું. લોકપ્રિય નેતા તરીકેની તેમની છબિની સાથે તેઓ અજાતશત્રુ નેતા પણ હતા. તેમના રાજકીય પ્રતિદ્વંદ્વીઓએ પણ તેમના માટે હંમેશાં માનની લાગણી જાળવી રાખી છે.
તેમના પિતાજીના નામથી તેઓ એક ટ્રસ્ટનું સંચાલન કરતા હતા. આ ટ્રસ્ટ દ્વારા દાદરા અને નગર હવેલી વિસ્તારમાં આઠ કૉલેજોનું સંચાલન કરાય છે. જેમાં કુલ ચાર હજાર જેટલાં બાળકો અભ્યાસ કરે છે. તેઓ સ્થાનિક આદિવાસી પ્રજાના શિક્ષણ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહ્યા હતા. આ ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય છે. ક્રિકેટ સ્ટેડિયમનું વિકાસકામ પૂરું કરાવડાવ્યું હતું. તેમણે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન સાથે જોડાણ કર્યુ હતું.”