વેરાવળ દરિયાઇ પટ્ટીમાં અને દક્ષિણ ગુજરાતમાં 25 કલાકમાં ચોમાસુ ત્રાટકશે

નેઋત્યનું ચોમાસુ 24 કલાકમાં વેરાવળ દરીયાઇ પટ્ટીમાં અને દક્ષિણ ગુજરાતમાં આગમન થઇ જાય તેવી પુરી શકયતા છે.

મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ચોમાસુ પહોંચી ગયુ છે. મુંબઇમાં ચોમાસાને બેસવાની આજે અથવા કાલે સતાવાર જાહેરાત થઇ જશે. મહારાષ્ટ્રમાં આજે અને કાલે જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે નેઋત્ય ચોમાસુ આગામી ૨૪ કલાકમાં અરબસાગર અને વેરાવળની દરીયાઇ પટ્ટીમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે ટકોરા મારી દેશે.

સૌરાષ્ટ્ર – ગુજરાતમાં આજથી વરસાદની માત્રા અને તેના વિસ્તારો પણ વધવા લાગશે. ૨૧મી જુન સુધીમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસુ બેસી જાય તેવી પુરી શકયતા છે.

બંગાળની ખાડીનું લો-પ્રેસર ઇસ્ટ-વેસ્ટ સિઅરઝોન સુધી છવાયેલુ છે. અરબીસમુદ્રમાં પણ સીસ્ટમ્સ બનશે તેની અસરથી આગામી 21મી જુન સુધી સારો વરસાદ પડશે. આમ આવતું અઠવાડીયું સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઇ રહેશે.