ગાંધીનગર, 2 ઓગસ્ટ 2020
25 વર્ષથી ખેતી ક્ષેત્રે સંકળાયેલા અમદાવાદના કાસીન્દ્રા ગામના મહેન્દ્ર નરસિંહ પટેલ કહે છે કે, વેબસાઈટના માધ્યમથી ગ્રીન હાઉસમાં ઓછામાં ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન લઈ શકાય તે હેતુથી સાહસ કરી ગ્રીના હાઉસમાં ડચ રોઝની ખેતી કરવાનું નક્કી કર્યું. મેં હાઈટેક ગ્રીન હાઉસ પ્રોજેક્ટ અપાનાવેલો હતો. માઈક્રો ઈરિગેશન સિસ્ટમ દ્રારા RO પ્લાન્ટના શુદ્ધ પાણીથી ઈરિગેશન કરી હતી. ગ્રીન હાઉસમાં સંપૂર્ણ ઓટોમેશન પદ્ધતિથી પાણી અને ખાતર આપતો હતો. ઉપરાંત ગ્રીન હાઉસમાં ભેજ અને તાપમાન પણ આપોઆપ નિયંત્રિત થાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી.
ખાસ વાતમાં આખો પ્રોજેક્ટ હાઈડ્રોપોનિક 2009માં બનાવ્યો હતો. જમીનનો તેમાં ક્યાંય પણ ઉપયોગ કરવામાં આવેલ નથી. ઓટામેશન પદ્ધતિથી સજજ હાઈટેન્ગ્રીન હાઉસ, પોલીહાઉસમાં ડચ રોઝના 32 હજાર એક એકરે મળીને બે એકરમાં 64 હજાર રોઝ હતા. 10 વર્ષ પહેલા રૂ.1.50 કરોડનું રોકાણ આ પ્રોજેક્ટમાં કર્યું હતું. પહેલા વર્ષે નફો કરવાની ધારણા હતી.
મહેન્દ્ર પટેલને ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ બદલ એવોર્ડ પણ આપેલો હતો ત્યાર પછી તત્કાલીન મુખ્ય પ્રધાન તેમને ગુલાબ વાળા મહેન્દ્રભાઈ તરીકે નામથી ઓળખતા હતા. તેમણે આ પ્રોજેક્ટ 2014 સુધી ચલાવ્યો પણ ખર્ચ સતત રહેતું હતું. વળી હાઈડ્રોપોનિક્સ માટે પાણીનો વપરાશ મુખ્ય છે. તેના મૂળ પાણીમાં જ હોય છે. ગુજરાતમાં 8 મહિના ગરમી રહે છે. તેથી પાણી ગરમી પકડી લે છે. ગરમ પાણીમાં છોડના મૂળ ટકી શકતા નથી. છોડ ટકી શકતા નથી. તેથી આ પ્રોજેક્ટમાં જે પાક વાવીએ તે નિષ્ફળ જવા લાગ્યો હતો.
વધુ વાંચો: ખેતીના સામાન્ય પ્રોજેક્ટસના નાણાં પણ સરકાર આપી શકતી નથી, બગીચા અને કોલ્ડ સ્ટોરેજના કામ અધુરા
આખા ભારતમાં ક્યાંય ગુલાબ ન થતાં હોય એવા ગુલાબ તેમણે તેમના ખેતરમાં તૈયાર કર્યા પણ આ હાઈડ્રોપોનિક્સમાં તે બધું નકામું ગયું. પ્રોજેક્ટ પડતો મૂકીને બંધ કરી દીધો હતો. તે કહે છે કે ગુજરાતના ગરમ વાતાવરણમાં હાઈડ્રોપોનિક્સ ખેતી શક્ય નથી. કરશે તે પણ નિષ્ફળ જશે. તનું ઉત્પાદન ખર્ચ એટલું ઊંચું આવે છે કે તે શાકભાજી કોઈ ખરીદતા નથી. શ્રીમંતો પણ ખરીદ કરતાં નથી. તેથી ખેડૂતો માટે તો આ પ્રોજેક્ટ સાવ નિષ્ફળ છે.
શહેરોમાં ઘરે બેઠા હાઈડ્રોપોનિક્સથી બાલ્કની કે ધાબા પર શાકભાજી ઉગાડવાનો પ્રચાર થાય છે પણ તે એક બે વર્ષ ચાલશે પછી તે પણ બંધ પડી જશે. કારણ કે તે વાયેબલ નથી. છોડ ટકી શકતા નથી. આજકાલ ટેરેસ પર ખેતી કરવી એ ખુબજ ટ્રેન્ડ માં છે. હાઈડ્રોપોનિક્સમાં માટી નો ઉપયોગ બિલકુલ નથી કરવામાં આવતો. અને છોડ માટે જરૂરી પોષક તત્વો સીધાજ તેના મૂળ માં પાણી દ્વારા પહોચાડવામાં આવે છે. તેને હાઈડ્રોપોનીક્સ કહેવામાં આવે છે. તે સતત પાણીમાં રહે છે અને પાણી ગરમી તરંત ખેંચી લે છે. તેથી છોડને તે અનુકુળ નથી.
હાઈડ્રોપોનીક્સ ટેકનીકમાં છોડને એકપછી એક ઉપર છાપરા બનાવીને ઉછેરવામાં આવે છે. કે તોડેલા પાઈપમાં ઉગાડવામાં આવે છે. જેને ફ્યુચન ફાર્મ કહે છે પણ તેમાં કોઈ ફ્યુચર નથી. ખેડૂતો માટે ખોટનો ખાડો કરી આપે છે. યુવાનો સ્ટાર્ટ અપ ગણીને કામ કરે છે.
વધુ વાંચો: ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી છોડી રહ્યાં છે, ગુજરાતમાં અનાજની ખાધ ઊભી થશે, કારણ સરકારનું મફત અનાજ
હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીની માટી વગરની ખેતીમાં સામાન્ય ખેતીની સરખામણીએ 90 ટકા પાણી ઓછું જોઈએ છે. પાણીના આધારે છોડને પોષક તત્ત્વ મળે છે. ઘરમાં 80 ચોરસ ફૂટમાં આ ટેક્નોલોજી લગાવવાનો ખર્ચ રૂ. 40,000 થાય છે. તેમાં 160 છોડ લગાવી શકાય છે. અમદાવાદની સૃષ્ટિ સંસ્થાના સાત્વિક મેળામાં આવો ઘરની બાલ્કનીમાં રાખી શકાય એવો સેટ રૂ.18 હજારથી રૂ.40 હજાર સુધી ઓફર કરવામાં આવતો હતો.
ઠંડા પ્રદેશમાં ગ્લોબલ હાઈડ્રોપોનિક્સ માર્કેટ 2016માં રૂ. 45,000 કરોડનું હતું. 2025માં તે 78,500 કરોડ સુધી જઈ શકે છે. ઓછા જંતુનાશકો, ઓછું પાણી, ઓછી જગ્યા, ઈકો-ફ્રેન્ડલી આ પદ્ધતિ છે. તૈયાર ફ્રેમ અને ટાવર ગાર્ડન કે શાકભાજીના 400 છોડ વાળા 10 ટાવરની કિંમત અંદજે રૂ.1 લાખની આસપાસ થાય છે. આ કિંમતમાં ટાવર, સિસ્ટમ અને જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે. આ 10 ટાવર ધાબા કે છત ઉપર 150 થી 200 સ્કવેર ફૂટમાં સરળતાથી આવી જાય છે. આવા 10 ટાવરથી 2000 કિલો વાર્ષિક ઉત્પાદન મળી જાય છે. એક કિલોનો વેચાણભાવ રૂ.100 ગણવામાં આવે તો 2 લાખનું વેચાણ થયું કહેવાય. તેની પાળછ ખર્ચ બેસુમાર થાય છે. અમદાવાદ જેવા શહેરમાં તો પાણી તુરંત ગરમ થઈ જાય છે અને તેથી છોડ સુકાઈ જાય છે.
વધુ વાંચો: ભાવ ફેરના રૂ.5 હજાર કરોડનો બનાસ ડેરીનો ધોખો, શંકર ચૌધરીની સામે ભાજપના બધા નેતાઓ
5 ડિસેમ્બર 2019માં વૈજ્ઞાનિકોએ ટામેટા, સલાડ,લીલુ સલણ,સ્ટ્રોબેરી, અનેક જાતના ફુલોની ઉપજ અને કાકડીનું હાઈડ્રોપોનિક્સ સિસ્ટમથી છત્તીસગઢના વૈજ્ઞાનિકોએ બતાવ્યું છે. પણ ગુજરાતમાં તો 2009માં આની ખેતી થતી હતી જે ખેડૂતે 2014માં હાઈડ્રોપોનિક્સ ખેતી કરવાનું બંધ કરી દીધું હતું. નાળિયેળના છોતાંની હાઈડ્રોપોનિક્સ ખેતી હજું શક્ય છે. પણ પાણીની તો ગુજરાતમાં મોટા પાયે ખેતી શક્ય નથી એવા ખેડૂતોના 10 વર્ષના અનુભવો છે.
પૂર્વ કૃષિ નિયામક બી. એ. સેરશિયાએ કહ્યું હતું કે, જમીન જ શ્રેષ્ઠ છે. ખેડૂતો માટે હાઈડ્રોપોનિક્સ નકામું છે. શોખ માટે પોતાના પુરુતું હાઈડ્રોપોનિક્સ શાકભાજી ઉગાડે તો તે બરાબર છે. ભારતમાં હાઈડ્રોપોનિક્સ ન ચાલે. ગુજરાતના ખેડૂતોએ અપનાવવા જેવું નથી.