ગુજરાતમાં અલનીનોનો આ ચોમાસુ નહીં બગાડે, 103% વરસાદ થવાની સંભાવના 

ગાંધીનગર, 16 એપ્રિલ 2021
હવામાન આગાહી જાહેર કરાઈ છે. જેની સમિક્ષા ગુજરાતના કૃષિ વિભાગ કરી રહ્યું છે. આ અંગેની એક અત્યંત મહત્વપૂરણ બેઠક મળશે અને હવામાન સાથે વરસાદ કેવો રહેશે તેની સમિક્ષા કરશે.

આ વર્ષે ચોમાસાનું વાતાવરણ બગાડનારા અલ નીનોના ઉદભવની સંભાવના નથી. તેથી ગુજરાતના કૃષિ વિશ્વ વિદ્યાલયો સમિક્ષા કરીને બિયારણો તે પ્રમાણે તૈયાર કરવા સૂચના આપશે.

ગયા વર્ષથી પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સમાન છે. અત્યાર સુધીના સંકેતો દર્શાવે છે કે ENSO સમગ્ર ચોમાસાની સિઝન માટે તટસ્થ સ્થિતિમાં રહેશે. જે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છના ખેડૂતો માટે રાહત આપી શકે એવા સમાચાર છે. જ્યાં અલનીનોની સૌથી વધું ઘાતક અસર થતી આવી છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસા અંગે સ્કાયમેટના ચોમાસાની આગાહી મુજબ, જૂન- જુલાઈ- ઓગસ્ટ- સપ્ટેમ્બર ચાર મહિના માટે સરેરાશ વરસાદ 880 મિમીની સરખામણીએ 2021માં 103% વરસાદ થવાની સંભાવના છે. ચોમાસાના પ્રારંભિક મહિના, જૂન અને સપ્ટેમ્બરનો અંતિમ તબક્કો દેશભરમાં વ્યાપક વરસાદના સંકેત છે.

ઉત્તર ભારતના મેદાનો અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં સમગ્ર મોસમમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે.

આંતરિક કર્ણાટકમાં પણ જુલાઈ-ઓગસ્ટમાં ઓછા વરસાદની અપેક્ષા છે.

ચોમાસાની મધ્ય સુધીમાં, પ્રશાંત મહાસાગરના મધ્ય ભાગોમાં ફરીથી દરિયાની સપાટીનું તાપમાન ઘટવાનું શરૂ થશે. જો કે, દરિયાની સપાટીને ઠંડક આપવાની પ્રક્રિયા ખૂબ ધીમી રહેશે.