વિપુલ ઉત્પાદન થતાં ઘઉં સસ્તા થશે,
ગાંધીનગર, 14 નવેમ્બર 2020
ઘઉં આમતો લેવન્ટ વિસ્તારમાં સદીઓથી થતું એક પ્રકારનું ઘાસ છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ બતાવે છે કે, 10.45 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. હાલ વાવેતરના બીજા અઠવાડિયામાં 55 હજાર હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે. જે ગયા વર્ષે આ સમય ગાળા દરમિયાન 7 હજાર હેક્ટરથી વધું ન હતું.
ઘઉંની ખેતી વૈશ્વિક સ્તરે મકાઈ પછી છે. ઘઉં પછી ત્રીજા ક્રમે ડાંગરનું વાવેતર આવે છે. ગુજરાતમાં ઘઉં શિયાળામાં થાય છે. હાલ વાવેતર થયું છે તેમાં સૌરાષ્ટ્રમાં 49 હજાર હેક્ટર થય છે. તેમાંયે સોમનાથમાં 16 હજાર અને જુનાગઢમાં 16 હજાર હેક્ટર ઘઉંનું વાવેતર થયું છે. કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ઘઉંનું વાવેતર શુન્ય કે નહીંવત છે.
બિનપિયત ઘઉંનું વાવેતર વધશે
2020માં ગુજરાત સહિત ભારતમાં ઘઉંનું ઉત્પાદન સતત બીજા વર્ષે વિક્રમ તોડી શકે છે. 2019-20માં 13.83 લાખ હેક્ટરમાં 43.64 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થવાની સરકારે ઘારણા બાંધી હતી. હેક્ટરે સરેરાશ 3155 કિલો ઉત્પાદન થશે એવી ધારણા પણ બાંધી હતી. 2018-19માં 7.97 લાખ હેક્ટરમાં 24 લાખ ટન સાથે હેક્ટર દીઠ 3019 કિલોનું ઉત્પાદન થવાની ધારણા ગુજરાત સરકારે વ્યક્ત કરી હતી. 2020માં આ તમામ વિક્રમો તૂટશે. તેની સાથે વેપારીઓ ખેડૂતોને ભાવ નહીં આપે. 16.11 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર 2010-11માં થયું હતું. તે 10 વર્ષનો વિક્રમ આ વખતે તૂટે તો નવાઈ નહીં. જેમાં ઘઉંનો 13 લાખ હેક્ટર જ એવો વિસ્તાર હતો કે જ્યાં સિંચાઈ થતી હતી. આ વર્ષે જમીનમાં ભેજ હોવાના કારણે બિનપિયત ઘઉંનું વાવેતર પણ વધી શકે છે.
ભારે વરસાદથી જમીનમાં ભેજ
આખા ગુજરાતમાં 41.48 ઈંચ વરસાદ 2020માં થયો છે. જે 129.43 ટકા છે. છે. જૂનમાં 4.27 ઈંચ, જુલાઇમાં 8.75 ઈંચ, ઓગસ્ટમાં 17.56 ઈંચ, સપ્ટેમ્બરમાં 10.98 ઈંચ વરસાદ થયો હતો. ઘઉંના વાવેતર માટે ચોમાસાના છેલ્લા મહિનામાં પડેલો વરસાદ ઘણો મહત્વનો હોય છે. 2010થી2018ના સપ્ટેમ્બરમાં સૌથી વધું વરસાદ સપ્ટેમ્બરમાં પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 33.81 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 78.42 ઈંચ, મધ્ય ગુજરાતમાં 38.66 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 27.75 ઈંચ, કચ્છમાં 23.34 ઈંચ થાય છે. ભારતમાં 25 વર્ષનો શ્રેષ્ઠ વરસાદ થયો છે. 120 વર્ષોમાં 2020નું વર્ષ 19મું છે જ્યાં 109 ટકા વરસાદ પડ્યો છે. 61 વર્ષ પછી એવું થયું છે કે સતત બે ચોમાસામાં સરેરાશથી વધું થયો છે. 2019માં 110%, 1916માં 110%, 1917માં 120% વધારે વરસાદ થયો છે.
ભારતનો રેકર્ડ તુટશે
2020 માં ભારતમાં ઘઉંનું ઉત્પાદન સતત બીજા વર્ષે રેકોર્ડ સ્તરે હોઈ શકે છે. આનું કારણ ચોમાસાની ઋતુમાં છેલ્લા 25 વર્ષનો શ્રેષ્ઠ વરસાદ છે. વરસાદને કારણે ઉત્પાદનમાં વધારો થશે અને ગયા વર્ષનો રેકોર્ડ તૂટી જશે. ભારતમાં
2019માં 102.19 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. પાક વાવવા માટે જમીનની ભેજનું પ્રમાણ વધ્યું છે. મુખ્ય જળાશયોમાં પણ પાણીનું સ્તર 86 ટકા જેટલું છે. નર્મદા બંધનું ઘણું પાણી છે.
ટેકાના ભાવ
2020 માટે ટેકાના ભાવ 9,250 રૂપિયા પ્રતિ ટન છે. તેથી ખેડૂતો ઘઉંનું વાવેતર વધારી રહ્યાં છે. સરકાર ઘઉં ખરીદી લેશે એવા આશા ખેડૂતોને છે. 1 નવેમ્બરના રોજ, સરકારનો ઘઉંનો સ્ટોક પાછલા વર્ષ કરતા 13 ટકા વધીને રેકોર્ડ 37.4 મિલિયન ટન હતો.
નિકાસ
નિકાસ 1 મિલિયન ટન એટલે કે 1 ટકાથી ઓછી થશે. તેથી ભાવ કપાશે. નિકાસમાં સરકારે સબસિડી જાહેર કરવી પડશે નહીંતર સરકાર અને ખેડૂતો બન્ને પીટાઈ જશે. 2018-19માં 2.26 લાખ ટન અને 2012-13માં 6.5 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી. 31 માર્ચના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષ 2018-19માં ભારતે 226,225 ટન ઘઉંની નિકાસ કરી હતી. 2012-13માં તે 6.5 મિલિયન ટન હતું.