VIDEO યોગ દ્વારા ગુજરાતમાં ખેડૂતોના દેખાવો, વીમા કંપનીઓ અને સરકારની લૂંટ સામે શિર્ષાસન કર્યા

સરકારના યોગાશન અને ખેડૂતોના શિર્ષાસન

ગાંધીનગર, 21 જૂન 2020
અમદાવાદના ધોલેરાના હેબતપુર ગામે ખેડૂતોએ વિશ્વ યોગ દિવસે યોગ કરીને સરકાર સામે દેખાવો કર્યા હતા. રાજ્યમાં બીજા સ્થળોએ યોગ કરીને સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કરી રહ્યાં છે. વીમા કંપનીઓની લૂંટ સામે ખેડૂતોએ શિર્ષાસન કરીને ઊંધા યોગ પણ ઘણી જગ્યાએ કરીને ગુજરાતની અને કેન્દ્રની ભાજપ સરકાર સામે દેખાવો કર્યા હતા.

પાકધીરાણની મૂદત લંબાવી છતાં 12 ટકા વ્યાજ અને દંડ આખા ગુજરાતમાં એસબીઆઈ ઉઘરાવે છે. 39 લાખ કરોડ રૂપિયા લોન છે. વીમા કંપની દ્વારા પ્રિમિયમ આ લોનમાંથી કાપી લેવામાં આવે છે. તેથી ખેડૂતોએ બાકી પાક વીમો 2016થી 90 ટકા ખેડૂતોને પૂરતું વળતર ગુજરાતની 6 કંપનીઓએ આપ્યું નથી.
ભાજપની રૂપાણી સરકાર ખેડૂતોને મદદ કરવાના બદલે વીમા કંપીનઓને મદદ કરે છે, જેમાં અનિલ અંબાણીની રિલાયંસ, એસબીઆઈ જનરલ ઈન્સ્યુરંસ, ભારત એક્સા મળીને સહીત 6 કંપનીઓ વીમો નહીં આપીને ખેડૂતોને લૂંટી રહી છે. (plunder – લૂંટવું, લૂંટીને લઈ જવું, યુદ્ધમાં, ચોરી લેવું, ઉચાપત કરવી, લૂંટવું તે, લૂંટ, લૂંટેલો માલ, નફો એવો મતલબ આ અંગ્રેજી શબ્દનો થાય છે. )

રૂ.3 હજાર કરોડ વીમા કંપનીઓ ખેડૂતો પાસેથી લઈ લે છે. પણ તેની સામે આફતમાં ખેડૂતો પૂરતું વળતર આપતી નથી. ભાજપ સરકારનું આ સૌથી મોટું વીમા કૌભાંડ છે. એમ ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું. ગુજરાત પોલીસ સમક્ષ આ અંગે ફરિયાદ કરી છે. છતાં તેની એફઆઈઆર કરી નથી. ખેડૂતોને નોટિસો મળે છે પણ બેંકોની સામે ફૂટેલી સરકાર કંઈ કરતી નથી.

યોગ કરો અને કોરોના નહીં ભાગે પણ ખેડૂતો હવે ખેતર છોડીને ભાગી રહ્યાં છે.

કિસાન ક્રાંતિના આગેનાવ ભરતસિંહ ઝાલા કહે છે કે, રૂપાણી અને મોદી યોગ કરીને તમાસા કરે છે. સમાચાર માધ્યમોને યોગને બતાવે છે પણ લોકોની લાચારી નથી બતાવતાં. રૂપાણી સરકાર કહે છે કે તેની સરકાર સંવેદનશીલ છે. પણ તેમની સરકાર પોતે લાગણી હીન છે. સંવેદન હીન છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોનામાં ખેડૂતોની પાક ધીરાણ-લોનની મૂદત વધારી આપી છે. જે વગર વ્યાજનું ધીરણ છે. છતાં આખા ગુજરાતની બેંકો 12 ટકા વ્યાજ અને લોન ન ભરતાં દંડ ફટકારી રહી છે. આમ રૂપાણીએ આદેશ કર્યો હોવા છતાં એસબીઆઈ બેંક સરકારનું માનતી નથી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડ્યા પોતે મનમાની કરી રહી છે. 20 લાખ ખેડૂતો પરેશાન છે. હવે ખેડૂતો ઊંધા યોગ કરવાનું વિચારીને સરકારનું ધ્યાન આ તરફ દોરવા માટે આંદોલન કરવાની છે. કુલ દેવું 39 લાખ કરોડ રૂપિયા ગુજરાતમાં છે.

yoga