દિલીપ પટેલ
અમદાવાદ, 11 એપ્રિલ 2023
નરેન્દ્ર મોદીએ વાઘ અંગે ગૌરવ લઈને 9 એપ્રિલ 2023માં કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે જાહેરાતો કરી હતી. પણ ગુજરાતમાં તેમના મુખ્ય પ્રધાનના કાળમાં છેલ્લો વાઘ હતો તે રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. ગુજરાતમાં સફારી પાર્કમાં વઘને લાવવા માટે વચનો અપાયા પણ હજુ વાઘ આવ્યો નથી. ગુજરાત વાઘવિહોણું બન્યું છે. ભારતના 18 રાજ્યોમાં મહદંશે વાઘ છે તો ગુજરાતમાં કેમ નહીં ? ગુજરાતના ડાંગ, છોટાઉદેપુર, નર્મદાના જંગલમાં વાઘનું પુનઃસ્થાપન થઈ શકે તેમ છે. સારિસ્કા જેવું અભયારણ્ય તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો ગુજરાતને પણ વાઘનું પુનઃસ્થાપન કરવું જોઈએ. જે મોદી 9 વર્ષથી કરવા માંગતા નથી. વાઘ 18 રાજ્યોમાં હોવા છતાં ત્યાં સિંહ કરતાં 6 ગણા નાણાં આવે છે પણ ગુજરાતમાં વાઘ સફારી પાર્ક માટે પણ પૈસા આપતા નથી. ગિરીમથક સાપુતારાનો તળેટી વિસ્તાર જાખાના અને જોગબારી ગામની 28.96 હેક્ટર જમીનમાં બંધિયાર અવસ્થામાં ટાઈગર પાર્ક બનવવાની જાહેરાત કરાઈ છે. પણ વાઘને જંગલમાં પુનઃ સ્થાપન માટે કોઈ પગલાં લેવાતા નથી.
આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન
પ્રોજેક્ટ ટાઇગરના આજે 50 વર્ષ પૂરાં કરી રહ્યા છે. કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન (IBCA)નો પ્રારંભ થયો હતો. આંતરરાષ્ટ્રીય બિગ કેટ ગઠબંધન દ્વારા વિશ્વના 7 મુખ્ય બિગ કેટ વર્ગના પ્રાણીઓના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં વાઘ, સિંહ, દીપડા, હિમ દીપડા, પુમા, જગુઆર અને ચિત્તા સામેલ છે. જે દેશો આવા પ્રાણઓના ગૃહ સ્થાન છે તેઓ આ ગઠબંધનનો હિસ્સો રહેશે. સભ્ય દેશો તેમના અનુભવોનું આદાનપ્રદાન કરી શકશે. તેમના સાથી દેશને વધુ ઝડપથી મદદ કરી શકશે. સંશોધન, તાલીમ તેમજ ક્ષમતા નિર્માણ પર ભાર મુકશે. સાથે મળીને આ પ્રજાતિઓને લુપ્ત થવાથી બચાવી શકાશે. સુરક્ષિત તેમજ સ્વસ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ શકશે.
વાઘની વસતી
ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન (5મો રાઉન્ડ)નો સારાંશ અહેવાલ બહાર પાડ્યો હતો. વાઘને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને સન્માન કરાયું હતું. પ્રોજેક્ટને મળેલી સફળતા દુનિયા માટે ગૌરવની ક્ષણ છે. ભારતે માત્ર વાઘની વસ્તીને ઘટતી જ નથી અટકાવી પરંતુ વાઘનો વિકાસ થઇ શકે તેવી એક ઇકોસિસ્ટમ પણ પૂરી પાડી છે. વિશ્વની 75% વાઘની વસ્તી ભારતમાં છે. ભારતમાં વાઘના વન આરક્ષિત વિસ્તારનું ક્ષેત્રફળ 75,000 ચોરસ કિલોમીટર જમીનને આવરી લે છે. 12 વર્ષમાં દેશમાં વાઘની વસ્તીમાં 75 ટકાનો વધારો થયો છે.
અન્ય દેશોમાં વાઘની સંખ્યા સ્થિર છે, અથવા તેમાં ઘટાડો થઇ રહ્યો છે. ભારતની પરંપરાઓ અને સંસ્કૃતિમાં અને તેની જૈવવિવિધતા તેમજ પર્યાવરણ પ્રત્યે લગાવ છે.
ભારત ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચેના ઘર્ષણમાં નથી માનતો. બંનેના સહઅસ્તિત્વને સમાન મહત્વ આપે છે.
મધ્ય પ્રદેશમાં દસ હજાર વર્ષ જૂના પથ્થરો પરના ચિત્રોની કળા પર વાઘની ચિત્રાત્મક રજૂઆત જોવા મળી હતી. મધ્ય ભારતમાંથી ભરિયા સમુદાય અને મહારાષ્ટ્રના વરલી સમુદાય સહિત અન્ય લોકો વાઘની પૂજા કરે છે, જ્યારે ભારતમાં ઘણા સમુદાયો વાઘને મિત્ર અને ભાઇ માને છે. માતા દુર્ગા અને ભગવાન અયપ્પાની સવારી પણ વાઘ જ છે.
પ્રકૃતિનું રક્ષણ કરવું એ ભારતની સંસ્કૃતિનો જ એક ભાગ છે. દુનિયાનો માત્ર 2.4 ટકા જમીન વિસ્તાર ભારતમાં છે પરંતુ જાણીતી વૈશ્વિક જૈવવિવિધતામાં ભારતનું યોગદાન 8 ટકા છે.
નરેન્દ્ર મોદીએ જે જાહેરાતો કરી તેને ગુજરાત સાથે જોડતા કંઈક એવું ચિત્ર ઊભું થાય છે કે તેમણે ગુજરાતને અન્યાય કર્યો છે. કહ્યું છે તે તેમણે ગુજરાત માટે કર્યું નથી.
ગુજરાતમાં વાઘની સ્થિતી આ રહી. …..
9 જાતના વાઘ
વિશ્વમાં કુલ 9 પ્રજાતિ વાઘની છે. બાલી, જાવા, કેસ્પિયન આ 3 વાઘની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે. જ્યારે વિશ્વમાં સાઈબેરિયન, ઈન્ડિયન, સાઉથ ચાઈના ટાઈગર, મલયાન, ઈન્ડો ચાઈનીઝ ટાઈગર, સુમાત્રણ જેવી પ્રજાતિ હયાત છે. ભારત સહિત કુલ 13 ટાઇગર રેન્જ નેશન છે. જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, નેપાલ, મ્યાનમાર, રશિયા, થાઇલેન્ડ અને વિયેતનામ સામેલ છે. ગુજરાતના ટાઈગર મરી ગયા છે.
મોદી રાજમાં ગુજરાતથી વઘનો નાશ થયો
ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયો હતો પણ 25 વર્ષ પછી ફરી એક વખત વાઘ દેખાયો છે. 1993માં ત્યારે મોડાસામાં ત્રણ વ્યક્તિ પર હુમલો કરેલો ત્યાર બાદ વસતી ગણતરીમાં 1997માં એક વાઘ હતો. હવે ફરીથી દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના નિઝરથી લગભગ 15 કિ.મી. દૂર મહારાષ્ટ્રની હદમાં આવેલાં નામગાંવ નામના નાનકડા ગામ નજીક તાજેતરમાં મઘરાતે વાઘ દેખાયો હતો. ફેબ્રુઆરી 2019માં મહિસાગર જિલ્લાના જંગલમાંથી વાઘનો મૃતદેહ મળી આવતા ગુજરાતમાંથી વાઘનું નામોનિશાન મટી ગયુ છે.
100 વર્ષ પહેલા
એકાદ સદી પહેલાં અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ વાઘ હતા. આઝાદી પહેલાં અંગ્રેજ અધિકારીઓ અને તત્કાલીન રાજપુત રાજવી પરિવારના સભ્યો દાંતા અને રાજપીપળામાં શિકાર કરવા જતા. તેથી વાઘ હણાયા. વડોદરા સ્ટેટના શાહી મહેમાનો સુરતની આસપાસ શિકાર તથા ‘ટ્રૉફી હંટિંગ’ માટે જતા.
અમદાવાદમાં વાઘ
1943
ઓક્ટોબર 1943માં બે વાઘનો માઉન્ટ આબુમા શિકાર થયો હતો. અમદાવાદની હદમાં વાઘ પ્રવેશ કરતાં હતા. અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં 30 વર્ષમાં રાજા, સંગીતા, સીમા સહિત કુલ 8 જેટલાં વાઘ-વાઘણ આવી ચૂક્યા છે. જ્યારે 2008થી અત્યાર સુધી પ્રતાપ, અન્નયા અને સફેદ વાઘણે ઝુને પોતાનું ઘર બનાવ્યુ છે.
1960
બૉમ્બેમાંથી અલગ ગુજરાત અગલ થયું, ત્યારે રાજ્યમાં ઓછામાં ઓછા 50 વાઘ અસ્તિત્વ ધરાવતા હતા. જે ડાંગ, વાંસદા, ધરમપુર, કપરાડા, સોનગઢ, માંડવી, વ્યાપાર, નેસુ, ઉકાઈ, દેડિયાપાડા, નેત્રંગ ઉપરાંત રતનમહાલ, વિજયનગર, દાંતા, અંબાજી અને અમીરગઢમાં જોવા મળતા હતા.
અંબાજી
1976 સુધી વાઘ અંબાજીના જંગલોમાં રહેતાં હતા. 1979માં ગુજરાતની વાઘની વસ્તી ગણતરી પછી ગુજરાતના વન્ય જીવન સંરક્ષક એમ.એ રશીદે ચેતવણી આપી હતી કે ગુજરાતમાં વાઘને ટકાવી રાખવા મુશ્કેલ છે. જયારે 10 વર્ષ પછી કરવામાં આવેલા સર્વેમાં માત્ર 13 જ વાઘ ગુજરાતમાં જોવા મળ્યા હતા.
1992ની ગણતરીમાં એક પણ વાઘ નહોતો મળ્યો.
1979માં ગુજરાતમાં વાઘોની ગણતરી થઈ તેમાં ડાંગ, વલસાડ, વ્યારા, રાજપીપળા, માંડવી, દાંતા અને અંબાજીમાં કુલ સાત જેટલા વાઘ નોંધાયા હતા.
1989માં ગુજરાતમાં (ડાંગમાં) 9 વાઘ હતા. 1993માં 5 વાઘ હતા અને 1997માં 1 વાઘ હતો. 2001માં ફરીથી સત્તાવાર જાહેર કરાયું કે ગુજરાતમાં વાઘ લુપ્ત થઈ ગયા છે.
1980ના દાયકાના મધ્યભાગ સુધી વાઘ જોવા મળતા હતા. જે ડાંગ, નર્મદા અને સાબરકાંઠા વિસ્તારમાં નિવાસ કરતા હતા, એ પછી તેમની સંખ્યા ઘટતી ગઈ હતી અને તેઓ ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયા.
1991થી 1993ના સમય દરમિયાન એચ. એન. સીંગ સાબરકાંઠામાં વન અધિકારી હતા ત્યારે તેમને પોશીના અને મેઘરજ લોકો તરફથી વાઘ હોવાની વાતો મળતી હતી.
1985માં ફરી દેખાયા
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(NTCA) મુજબ, ગુજરાતમાં 1985માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યા હતા. આ વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. મહારાષ્ટ્રમાં વન વિભાગની ટીમ પરથી તે કૂદી ગયો હતો.
મેઘરજમાં 1993માં ત્રણને ઘાયલ કર્યા હતા
વન વિભાગના અધિકારી કહે છે કે, 3-3-1993ના રોજ મેઘરજની રાજસ્થાન સરહદ પર ત્રણ ઈસમોને મોડાસાની હોસ્પિટલમાં ઘાયલ સ્થિતીમાં દાખલ કરાયા હતા. જે ગુજરાતની સરહદથી 5થી 6 કિ.મી.ની અંદર ડુંગરપુર જિલ્લામાં લોકોએ એક વાઘને મારીને તે સમયે જમીનમાં દાટી દીધો હતો. જે બતાવે છે કે સાબરકાંઠામાં 1993 સુધી વાઘ હતા. એક વાઘ જંગલમાં ભાગી ગયો હતો.
2001 – વાઘ લુપ્ત હોવાની ફરી જાહેરાત
વર્ષ 2001માં વન્યજીવોની વસતિગણતરી બાદ ગુજરાત સરકારે જાહેર કર્યુ હતું કે રાજ્યમાં વાઘોની વસતિ રહી નથી.
2016માં વાઘના નિશાન
વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિક કૌશિક બેનર્જીના મત પ્રમાણે નાસિકમાં માલેગાંવ પાસે વાઘ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે આ વિસ્તાર ગુજરાતના ડાંગ વિસ્તારથી ઘણો નજીક છે. તેથી વાઘની વસ્તી ગણતરીમાં ડાંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવેમ્બર, 2016માં આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર ડાંગના જંગલથી 3-4 કિલોમીટર દૂર એક વાઘ હોવાનું જણાવવામાં આવ્યું હતું. 2016માં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી સફારી પાર્ક શરૂ કરવા માટે દરખાસ્ત મોકલી હતી. ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ચીંચલી બારી, બોરગઢ, ડાંગના કેટલાંક વિસ્તારોમાં વાઘના મળમૂત્રના નમૂના વર્ષ 2016થી મળતા રહ્યા છે. અહીં વાઘો ગુજરાતમાં પ્રવેશી ફરી મહારાષ્ટ્રમાં જતા રહે છે. આ સગડના કારણે એનટીપીસી આવા સરહદી વિસ્તારોમાં કેમેરા ટ્રેપ્સ મૂકી વાઘોની અવરજવર વિશે માહિતી મેળવે તેવી શક્યતા છે.
2017માં અભ્યાસ થયો
2017ના જુલાઈમાં વનવિભાગના અધિકારીઓની એક ટીમે ડાંગના જંગલ વિસ્તારોનો અભ્યાસ કર્યો હતો, પણ તેમને એકેય વાઘ નહોતો દેખાયો. ગુજરાત-મહારાષ્ટ્ર સરહદી કોકણીપાડા જંગલમાં વાઘનું અસ્તિત્વ હોવાની પુષ્ટી મહારાષ્ટ્ર નંદુરબાર વન વિભાગના ડી.સી.એફ. સુરેશ કેવટે કરી હતી. પંજાના નિશાન વાઘના હોવાનો અહેવાલ નાગપુર વાઈલ્ડ લાઈફ લેબમાંથી આવ્યા હતા.
2018 રાજ્યસભામાં વાઘની ચર્ચા
6 જાન્યુઆરી 2018 રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીનો દાવો કર્યો હતો કે આહવાના જંગલમાં વાઘની હયાતી છે. મધ્યપ્રદેશના રાતાપાણી વાઘ અભયારણ્યનો એક વાઘ ગુજરાત તરફ સ્થળાંતર કરતો હોવાના અહેવાલો છે. 2017ના સપ્ટેમ્બરમાં તેનું લોકેશન જાબુઆના જંગલોમાં જોવા મળ્યું હતું. મારણ અને સગડના આધારે ગુજરાતના વનવિભાગે આ વાઘને ટ્રેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેનું અંતિમ લોકેશન ગુજરાત સરહદથી માત્ર વીસ કિલોમીટર દૂર હતું.
2018 – વાઘની ગણતરી થઈ
27 જૂલાઈ 2018ના રોજ ગુજરાતની હદ નજીક વાઘ દેખાયો છે, હુમલો કર્યો તે મોટી સાબિતી છે. તે પહેલાં 1 જાન્યુઆરી 2018માં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી(એનટીસીએ) જાન્યુઆરી મહિનામાં દેશભરના વાઘ અભયારણ્યોમાં વસતિગણતરી કરી હતી. છેલ્લાં બે વર્ષ દરમિયાન ગુજરાત-મહારાષ્ટ્ર અને ગુજરાત-મધ્યપ્રદેશ સરહદ પર વાઘોના સગડ મળ્યા હતા.
કેટલીક વખત ‘ભૂલા પડેલા’ વાઘ ગુજરાતમાં દેખાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યની સ્થાપનાની સાથે જ વાઘોના સંરક્ષણ માટે પ્રયાસ કરવા છતાં તેમને બચાવી નથી શકાયા.
2022 – વાઘ સફારી પાર્ક બનશે
નર્મદા જિલ્લામાં ટાઈગર સફારી પાર્ક બનાવવા માટે ભારત સરકારે મંજૂરી આપી હતી. રૂ.20 કરોડના ખર્ચે કાન્હા નેશલન પાર્કમાંથી એક નર અને એક માદા લાવીને અને ચાર વાઘ વચ્ચાને લાવીને 78 હેક્ટરમાં નર્મદા જિલ્લામાં તીલકવાડા વિસ્તારમાં પાર્ક બનાવવ નક્કી કરાયું હતું. છ મિટર ઊંચી ફેંસીંગ વાડ કરાશે. અહીં 607 ચોસર કિ.મી. જંગલ છે. વાઘના વસવાટ માટે યોગ્ય જગ્યા છે. 2016માં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી સફારી પાર્ક શરૂ કરવા માટે દરખાસ્ત મોકલી હતી. ભારત સરકારના અધિકારીઓએ તે માટે મુલાકાત લીધી હતી. જેમાં તીલકવાડા-કાકડીયા વિસ્તાર વાઘ માટે અનુકુળ હોવાનું જણાયું હતું. ગુજરાતના લોકોએ વાઘ જોવા માટે રણથંભોર અને કાન્હા જવું પડે છે. આ પ્રોજેક્ટ 2022 સુધીમાં પુરો થશે. 43 હેક્ટર વિસ્તાર માત્ર વાઘ માટે રક્ષિત કરાશે. કચ્છ અને ભરૂચ, ડાંગના જંગલોમાં તૃણ ભક્ષી પ્રાણીઓ ન હોવાના કારણે ત્યાં વાઘ ન રહી શકે એવું વાતાવરણ છે. જો ત્યાં 10 વર્ષ સુધી હરણ અને નીલ ગાયને રક્ષણ આપવામાં આવે તો વાઘ પણ વસી શકે તેમ છે. તો વાઘ ફરી ગુજરાતમાં આવી શકે તેમ છે એવી શક્યતા ઊભી થઈ હતી. જે ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, જૂનાગઢ વગેરે જેવાં ઝૂમાં વધારાની સંખ્યા હોય તો તેમને પણ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.
આંબરડીમાં સફારી પાર્ક
અંબારડીમાં સફારી પાર્ક માટે 2006માં દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેને વર્ષ 2008માં સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હતી, પરંતુ ટેકનિકલ કમિટીની મંજૂરી છેક વર્ષ 2017માં મળી હતી. છતાં મોદીએ કંઈ કર્યું નથી.
ગુજરાતના જંગલ વિસ્તારમાં વાઘ ના હોવાનું કારણ આબોહવા બતાવે છે.
વર્ષ 2010માં 29મી જુલાઈને વર્લ્ડ ટાઈગર ડે તરીકે નક્કી કરવામાં આવ્યો હતો.
ભારતમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં જ વાઘની સંખ્યા વધારે છે. 2006માં વાઘની સંખ્યા 1411 હતી. ત્યારે ભારતના વડાપ્રધાન મનમોહનસિંગે 2022 સુધીમાં બેગણી કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. જે સફળ થયું છે. ભારતમાં સૌથી વધારે 1492 વાઘ ત્રણ રાજયો મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડમાં છે.
મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિંહોને માટે નાણાં આપવા માટે થપ્પડ મારી રહ્યાં છે. જેનો અવાજ રિલાયન્સના ડાયરેક્ટરે પ્રશ્નો પૂછીને સંભળાવ્યો છે.
એક સિંહ પાછળ ખર્ચ
કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં 2967 વાઘ માટે રૂ. 1010.42 કરોડ અને 523 સિંહ માટે રૂ. 32 કરોડ આપ્યા છે. એક સિંહ પાછળ 3 વર્ષમાં રૂ. 6,11,854 ખર્ચ કર્યું છે. વર્ષે રૂ.2 લાખનું ખર્ચ કરે છે. જેમાં ગુજરાત સરકારનું ખર્ચ ગણવામાં આવે તો તે રૂ.6 લાખ થાય છે આમ ગુજરાતના એક સિંહ પાછળ રૂ.8 લાખનું ખર્ચ સરકારો કરી રહી છે.
એક વાઘ પાછળ ખર્ચ
એવું જ વાઘનું છે. વાઘ પાછળ સિંહ કરતાં 5.50 ગણુ ખર્ચ સરકારો કરી રહી છે. એક વાઘ પાછળ રૂ.34,05,527 ખર્ચ કર્યું છે. વર્ષે રૂ.11 લાખ સરકાર ખર્ચ કરે છે જે માણસ પાછળ થતાં ખર્ચ કરતાં વધું છે.
સિંહ કરતાં વાઘ પાછળ વધું ખર્ચ
કેન્દ્ર સરકાર દ્વારા પ્રયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ ટાઇગર માટે રૂ.1010.42 કરોડ અને એશિયાઇ સિંહો માટે રૂ. 32 કરોડનું ફંડ આપ્યું હતું. કૂલ રૂ.1042 કરોડ ખર્ચ કર્યું છે.
કેન્દ્ર સરકારે એશિયાઇ સિંહોના સંરક્ષણ સહિત ગુજરાતમાં વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ 2016-17, 2017-18 અને 2018-19ના વર્ષ માટે અનુક્રમે રૂ. 4.98 કરોડ, રૂ. 5.59 કરોડ અને રૂ. 21.42 કરોડનું ભંડોળ આપ્યું હતું. સમાન સમયગાળા માટે, કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ ટાઇગ હેઠળ રૂ. 342.25 કરોડ, રૂ. 345 કરોડ અને રૂ. 323.17 કરોડનું ભંડોળ આપ્યું હતું.
ગુજરાતમાં ગીરમાં સિંહ જોવા મળે છે, જ્યારે વાઘ ભારતના ઘણાં રાજ્યોમાં અને એશિયાના ઘણાં દેશોમાં જોવા મળે છે.
સિંહ કરતાં વાઘ વધ્યા
સિંહોની સંખ્યા વર્ષ 2005ના 359થી 45.68 ટકા વધીને વર્ષ 2015માં 523 થઈ હતી, જ્યારે વાઘની સંખ્યા છેલ્લી ત્રણ વસતી ગણતરીમાં વર્ષ 2010માં 1706માં 73.91 ટકાના વધારા સાથે વર્ષ 2018માં 2967 થઈ હતી. આમ સિંહ કરતાં વધની વસતી વધારવામાં સફળતા મળી છે. જે ગુજરાતની 25 વર્ષથી શાસન કરતા ભાજપ અને નરેન્દ્ર મોદી માટે મોટી લપડાક છે. 16 વર્ષમાં સિંહના વિસ્તાર ગીરમાં 1098 પ્રાણી સામેની હિંસાના નોંધાયા હતા. જે બતાવે છે કે સિંહ ખતરામાં છે.
કાચબા અને ઘોરાડ અને વાઘ માટે કંઈ ન કર્યું
ભારત માઇક્રો પ્લાસ્ટિકના કારણે ફેલાતા પ્રદૂષણને નાથવા માટે દરીયાઇ કાચબા નીતિ (Marine Turtle Policy) અને દરીયાઇ સ્થાયી વ્યવસ્થાપન નીતિ અમલમાં લાવવાની હતી. જે હજુ સુધી મોદી લાવી શક્યા નથી. દુનિયામાં મળી આવતાં બિલાડી કુળના 7 પ્રાણીઓમાંથી 4 ગુજરાતમાં મળી આવે છે. વાઘનું પુનઃવસન અને ઘોરાડ પક્ષી લુપ્ત થતું બચાવવા માટે પૂર્વ મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે કંઈ નથી કર્યું.
આ પણ વાંચો
ગુજરાતમાં છેલ્લો વાઘ ક્યારે દેખાયો ?
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9b%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%be%e0%aa%98-%e0%aa%95%e0%ab%8d%e0%aa%af/
ગુજરાતના એક માત્ર વાઘનું મોત થયું
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%be%e0%aa%98%e0%aa%a8%e0%ab%81%e0%aa%82/
ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ 11 લાખ ખર્ચ
https://allgujaratnews.in/gj/another-slap-to-gujarat-rs-2-lakh-a-year-for-a-lion-and-11-lakh-for-a-tiger/
ગુજરાતમાં સિંહનું રાજ, વાઘ ફક્ત પ્રાણી સંગ્રહાલયમાં જ..!!!
https://allgujaratnews.in/gj/lions-rule-in-gujarat-tigers-only-live-in-zoo-english-hindi-gujarati-news/
ભારતમાં વાઘની સંખ્યા બમણી, હવે કાચબા નીતિ તૈયાર થશે
https://allgujaratnews.in/gj/double-the-number-of-tigers-in-india-now-the-turtles-policy-will-be-ready/
વાઘ દિવસ પર આવ્યા સારા સમાચાર: 2967 વાઘ સાથે વિશ્વના 70 ટકા વાઘ ભારતમાં
https://allgujaratnews.in/gj/tiger-day-news-70-percent-of-the-worlds-tigers-in-india-with-2967-tigers-gujarati-news/
સિંહ અસુરક્ષિત, ગીરમાં 850 ગુના પ્રાણીઓ સામે હિંસાના નોંધાયા
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9-%e0%aa%85%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%97%e0%ab%80%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-850-%e0%aa%97%e0%ab%81/
ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ગુજરાત માંથી લુપ્ત થવાની તૈયારીમાં, સ્થળાંતરીત પ્રજાતિ કોન્ફરન્સ
https://allgujaratnews.in/gj/the-great-indian-bastard-preparing-for-extinction-from-gujarat-migratory-species-conference/
ચિત્તા શું ગુજરાતની જેમ કુનોમાં મોતને ભેટશે ?
https://allgujaratnews.in/gj/will-the-kuno-cheetah-can-die-like-gujarat/
લુપ્ત વાઘ દેખાતા હવે સફારી પાર્ક બનાવવાનું કારણ મળશે
https://allgujaratnews.in/gj/%e0%aa%b2%e0%ab%81%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%b5%e0%aa%be%e0%aa%98-%e0%aa%a6%e0%ab%87%e0%aa%96%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b9%e0%aa%b5%e0%ab%87-%e0%aa%b8%e0%aa%ab%e0%aa%be%e0%aa%b0/
માણસ જેવા ચહેરા ધરાવતાં 25 પ્રાણીઓનો અવતાર, માછલી, બકરી, કરોડીયા, બાઈબલના રાક્ષસો કેવા હતા ?
https://allgujaratnews.in/gj/human-like-faces-fish-goats-spiders-biblical-monsters/