વેપારીઓએ ગુજરાતમાં 50 હજાર લોકો સાથે છેતરપીંડી કરી

ગાંધીનગર, 14 એપ્રિલ 2021

ગુજરાતમાં ખુલ્લી લૂંટ ચલાવતા વેપારીઓ સામે ખુદ ગ્રાહકો જાગૃત બની રહ્યાં છે. છેલ્લા
5 વર્ષમાં રાજ્યભરના જિલ્લા ગ્રાહક ફોરમમાં 50 હજાર ફરિયાદો ગ્રાહકોએ કરી છે. કમિશન સમક્ષ 8000 કરતાં વધુ ફરિયાદો થઈ છે. વેપારીઓ, મોલ, ઉદ્યોગો લૂંટ ચલાવે છે.

ગ્રાહક સુરક્ષા વિભાગ
કોઇપણ ચીજવસ્તુની ખરીદીમાં ગ્રાહકને અન્યાય થાય, છેતરપિંડી થાય અથવા તો છાપેલી કિંમત કરતાં વધુ ભાવ લેવામાં આવે તો રાજ્યના તમામ જિલ્લામાં 38 ગ્રાહક સુરક્ષા ફોરમ અને 26 જિલ્લા કમિશનો સમક્ષ ફરિયાદ કરી શકાય છે.

રાજ્ય કમિશન

રાજ્યકક્ષાએ કમિશનના પ્રમુખ તરીકે જિલ્લા ન્યાયાધીશ કક્ષાના કાર્યરત અથવા નિવૃત્ત અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. 1 કરોડ રૂપિયા સુધીના વળતર કે ફરિયાદના કેસો જિલ્લા કમિશનમાં કરવામાં આવે છે. 1 કરોડથી ઉપરના અને 5 કરોડ રૂપિયા સુધીના દાવાનો નિકાલ રાજ્ય કમિશન કરતું હોય છે.

7500 ગુનાનો નિકાલ

રાજ્ય કમિશનમાં પ્રતિવર્ષ અંદાજે 2000 કેસ આવે છે. 5 વર્ષની સરેરાશમાં કેસ નિકાલ 91.4 ટકા થયો છે. એટલે કે 8283 કેસ દાખલ થયા હતા જેની સામે 7541 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

જિલ્લા ફોરમમાં 10 હજાર ફરિયાદ

જિલ્લા ફોરમમાં પ્રતિવર્ષ સરેરાશ 10 હજારથી વધુ ફરિયાદો આવે છે. 2019ના વર્ષમાં ફરિયાદોની સંખ્યા 13315 જોવા મળી હતી. જિલ્લા ફોરમમાં દાખલ થયેલા 50455 કેસ પૈકી 70 ટકા 35828 કેસોનો નિકાલ કરાયો છે.