વડોદરાના છોકરાએ ફૂડ પેકેટ્સ અને દવાઓ લઈ જાય તેવા એરોપ્લેન, ડ્રોન બનાવ્યાં

વડોદરા : વડોદરા શહેરના મકારપુરા રોડ પર આવેલી અમૃતનગર સોસાયટીમાં રહેતાં 20 વર્ષના પ્રિન્સ પંચાલે ખાવાનો અને બીજો હળવો સમાન લઈને ઉડી શકે તેવા એરોપ્લેન અને ડ્રોન બનાવ્યું છે.

પ્રિન્સે પ્લેનમા એવી વ્યવસ્થા કરી છે કે તેના મારફતે ફૂડ પેકેટ્સ અન્ય સ્થળે મોકલી શકાય છે. જેમ મોટા એરોપ્લેનમાંથી હવામાં રહીને સમાન નીચે નાખી શકાય છે, તે જ રીતે.

નાના એરોપ્લેનમાં પણ આ પ્રકારની વ્યવસ્થા છે. તેને એક ડ્રોન પર જીપીએસ સિસ્ટમ અને ટેલિમેન્ટરી મૂકી છે. જેના દ્વારા નક્કી કરેલા અંતરે ચોક્કસ જગ્યાએ એક ફૂટના વેરીએશનથી તે પહોંચી શકે છે.

લોકોને ફૂડ પેકેટ્સ અને દવાઓ મોકલવી હોય તો ડ્રોનના નીચે બનાવેલી બકેટમાં તે મૂકી શકાય છે.

આ ડ્રોન અને એરોપ્લેન 500 ગ્રામથી 750 ગ્રામ જેટલો સમાન લઈ જઈ શકે છે.

પ્રિન્સ છેલ્લા 5 વર્ષથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપે છે. પાસ થતો નથી. વારસામાં મળેલી એન્જીનિયરીંગ આવગતથી તેને આ મશીનરી બનાવે છે.

પ્રિન્સના પિતા પ્રમોદ પંચાલ અને દાદા ગિરધારલાલ એન્જીનીયરીંગ યુનિટ ચલાવે છે. પ્રિન્સ નાનો હતો ત્યારથી જ તેને મશીનરીમાં રસ હતો. તેના પિતાએ ઘણી મદદ કરી છે.