જ્યારે કુરીયન આણંદની નોકરીમાંથી રાજીનામું આપ્યું ત્યારે ત્રિભૂવન પટેલે તેમને થોડા દિવસ પોતાની સાથે કામ કરવા માટે રોકી રાખ્યા હતા. કુરીયને જોયું કે, આણંદમાં ભેંસના દૂધ નું ઉત્પાદન અને માંગ નહોતી રહેતી. જેથી ખેડૂતો ને નુકસાન થતું. દુનિયામાં તે સમયે માત્ર ગાયના દૂધનો જ પાઉડર બનતો હતો. દૂધ ને પાવડરમાં ફેરવી દેવાઈ તો દૂધ ફેંકી દેવાનું નુકસાન અટકી શકે.
માત્ર ગાયના દૂધનો પાવડર બનાવવાની ટેકનીક હતી પણ ભેંસના દૂધમાંથી પાઉડર બનાવવાની તકનીક ન હતી. ડૉ. કુરિયને અમેરિકાના પોતાના સાથીદાર હ.મ. દલાયાને આણંદ બોલાવ્યા. જલ્દી જ એમણે ભેંસના દૂધ માંથી સ્કીમ પાવડર ને કંડેન્સ મિલ્ક બનાવવાની શોધ કરી. કુરિયન અને દલાયા આના રિસર્ચમાં ખૂંપેલા હતા, ત્યારે દુનિયાભરના ડેરી નિષ્ણાંત આને અસંભવ વસ્તુ ગણતાં હતા. એમણે અશક્યને શક્ય કરી બતાવ્યું. તેઓ ડેરી સાયંસનું ભણેલા હતા.
શરૂ થટેલી ડેરીને બ્રાંડ નામ આપવાનું હતું. “અમૂલ” નામ ઠરાવવામાં આવ્યું. 1957માં રજીસ્ટર કરાયું ને માત્ર થોડા જ સમયમાં ઘેર ઘેર ગુંજતું થઇ ગયું હતું. હવે આવું બ્રાંડ નેમ સુધન આવી રહ્યું છે. એનડીડીબી આ સુધનનું માર્કેટીંગ કરશે. છેલ્લા તબક્કામાં પશુ ચારા, પશુ આરોગ્ય અને પશુ-પોષણ નામુદ્દા ઓ પર સંશોધનને સામેલ કરવામાં આવ્યા હતા. હવે તેમાં આજના સત્તાધીશો છાણનો વેપાર કરાવીને પશુ દૂધ ઉદ્યોગને નવી દિશા આપવાનું કામ કરી રહ્યાં છે.
સુધનના 7 પ્રકારના ખાતર
સુધનએ 7 પ્રકારના ખાતર અને વૃધ્ધિકારક તૈયાર કરાયા છે. જેમાં રબડીનું ખાતર પ્રોમ – સોલિડ અને રોક ફોસ્ફેટ 3:1 તથા જીવાણુંઓ ધરાવે છે. જે છોડના વિકાસ અને પોષક તત્વો વધારે છે. ફોસ્ફરસને દ્વાવ્ય બનાવીને તેનો વધારો કરે છે. શૂક્ષ્મ તત્વોયુક્ત ગ્રેડ-3 – છોડના પાનનો વિકાસ, હરિતદ્રવ્ય, પ્રકાશસંશ્લેષણ, પિલા અને છોડની વૃદ્ધિ કરે છે. શક્તિ વધારે છે.
એનડીડીબી દ્વારા નોંધણી કરાયેલી સુધન ટ્રેડમાર્ક હેઠળ આણંદ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવે છે. આવી કુલ 7 પ્રોડક્ટ છાણની રબડી અને તેના પાણીથી બનેલી છે.
બાયો ફર્ટિલાઇઝર
છાણની રબડીમાં જરૂરી પ્રક્રિયા કરીને ઘન અને પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર તૈયાર કરવામાં આવે છે. ફોસ્ફેટ રિચ ઓર્ગેનિક ખાતર(પીઆરએમ), લિક્વિડ માઇક્રોન્યુટ્રિએન્ટ તૈયાર થાય છે. જે સુધન બ્રાન્ડ હેઠળ ખેડૂતોને વેચાણ કરવામાં આવે છે. છાણ રબડીની પ્રોસિસીંગની પ્રક્રિયાનું કામ ઉદ્યોગ સાહસિક પાસે કરાવવામાં આવે છે. જ્યારે ખાતરનું માર્કેટિંગ અમૂલ દાણ પાર્લર દ્વારા કરાશે. પ્રોડક્ટના વેચાણ બાદ સરપ્લસ રકમ મહિલા સભ્યોને પરત ચૂકવવામાં આવે છે. આણંદ જિલ્લાના બોરસદ જીઆઈડીસીમાં રોજના 10 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો રબડી પ્રોસેસિંગ પ્લાન્ટ છે. જેની ક્ષમતા વધારીને રોજની ૩૦ મેટ્રિક ટન કરવામાં આવશે.
ખેતીમાં જંગી ઉત્પાદન કઈ રીતે એકાએક વધી ગયું ?
(વધું આવતા અંકે)