દિલીપ પટેલ દ્વારા
ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP), અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM- All India Majlis-e-Ittehadul Muslimeen) ની સાથે મળીને ચૂંટણી લડશે. બીટીપીનું વર્ચસ્વ દક્ષિણ ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતની બે બેઠક પરથી તેના બે ધારાસભ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયત બીટીપી અને કૉંગ્રેસના ગઠબંધનથી ચાલે છે. જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં બીટીપીની બહુમતી છે. આ ઉપરાંત ઝગડિયા, વાલિયા, નેત્રંગ અને ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં બીટીપીનું વર્ચસ્વ છે.
ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવાએ મીડિયાના માધ્યમથી કહ્યું કે તેમની પાર્ટી (બીટીપી) અને અસદુદ્દીનની પાર્ટી ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં સાથે મળીને ચૂંટણી લડશે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં 115 રાજકીય પક્ષો 1960થી આવીને ગયા છે. છેલ્લી લોકસભાની 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં કૂલ 60 રાજકીય પક્ષોના ઉમેદવારો હતા. હવે ગુજરાતમાં બીજા પક્ષો આવે તે પ્રજાના હિતમાં છે. 1985થી કોંગ્રેસ કંઈ કરી શકી નથી.
ગુજરાતના રાજકારણમાં ઓવૈસીની એન્ટ્રી થવા જઇ રહી છે. તેનો પક્ષ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતૈહાદૂલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ) ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના પક્ષ બિટીપી (ભારત ટ્રાયબલ પાર્ટી)સાથે ગઠબંધન કરશે. આ પક્ષના વડા છોટુ વસાવાએ કહ્યુ છે કે, ગુજરાતમાં આગામી ચૂંટણીમાં આ બન્ને પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે. અત્રે નોંધનીય છે કે,આગામી જાન્યુઆરીના અંત પહેલાં રાજયની સ્થાનિક ચૂંટણીઓ (મહાનગર પાલિકા તથા પંચાયત)ની જાહેરાત થશે.
ભાજપની એ ટીમ કોંગ્રેસ
ભાજપે ભરપુર પક્ષાંતર કરાવીને તેણે 40 ટકા કાર્યકરો કોંગ્રેસ પાસેથી મેળવેલા છે. આમ ભાજપમાં કોંગ્રેસના અનેક નેતાઓ છે. તેથી ગુજારતમાં જેટલાં પક્ષો હવે આવે એટલો પ્રજાને ફાયદો છે. પણ ગુજરાતમાં હવે પૈસા આધારિત રાજકારણ થઈ રહ્યું છે. ભાજપ પાસે પૈસા છે અને કોંગ્રેસના ભીખારી નેતાઓને ખરીદે છે.
ગુજરાતમાં બીજા પક્ષો ટકતા નથી કે જીતતા નથી, મત બગાડે છે. પણ લોકશાહીમાં અનેક પક્ષો હોવા જરૂરી છે. ઘણા વર્ષોથી બે પક્ષોની મોનોપોલી રહી છે. ત્રીજો પક્ષ આવે ત્યારે એસ બી, સી, ડી ટીમ જાહેર કરી દે છે. લોકો માને છે કે, ત્રીજો પક્ષ ઊભો થવો જોઈએ. બે પક્ષો મોનોપોલી રહી છે.
ગુજરાતમાં વિરોધ પક્ષ કોંગ્રેસ ચૂપ છે. લોકો સાથેની કનેક્ટીવીટી રહી નથી. કોંગ્રેસનું નેટવર્ક હવે રહ્યું નથી. કાર્યકરો સાથે કોંગ્રેસ નથી. બીજા પક્ષો લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે આવવા જરૂર છે. પણ કોંગ્રેસ અને ભાજપ બીજા પક્ષોને તોડી પાડે છે. એક બીજાની બી ટીમ જાહેર કરે છે. લોકશાહીમાં અનેક પક્ષો હોવા જોઈએ. કોંગ્રેસનો આરોપ બી ટીમનો ખોટો છે. ખરેખર તો કોંગ્રેસ એ ભાજપની એ ટીમ છે.
गुजरात मे आनेवाले चुनावो में@BTP_India ओर @aimim_national
मिलकर चुनाव लड़ेगी ओर
संविधान को बचाने का काम करेगी@asadowaisi@zeerajasthan_@VtvGujarati @Zee24Kalak@News18Guj @tv9gujarati@abpasmitatv @1stIndiaNews@LangaMahesh @nistula@DeepalTrevedie @NPDay#BJPकोंग्रेस_एक_है pic.twitter.com/JoC3SQMpjY— Chhotubhai Vasava (@Chhotu_Vasava) December 26, 2020
ગુજરાતમાં રાજકીય પક્ષોનો ભૂતકાળ
ગુજરાતના સ્થાપના કાળથી માંડીને અત્યાર સુધીનો ૫૭ વર્ષનો ઈતિહાસ પ્રાદેશીક પક્ષોનું બાળમરણ થતું આવ્યું છે. ઈન્દુચાચાની જનતા પરિષદ, કેશુભાઇની ગુજરાત પરિવર્તન પાર્ટી સ્થાપી હતી. 50 વર્ષમાં જનતા પરિષદ, નૂતન ગુજરાત જનતા પરિષદ, કિમલોપ, રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા), જનતા દળ – ગુજરાત, રાષ્ટ્રીય કોંગ્રેસ, લોકસ્વરાજ્ય મંચ, સુરાજ્ય પરિષદ, યુવા વિકાસ પાર્ટી સહિતના અનેક પ્રાદેશિક પક્ષો સ્થપાયા હતા અને વિલીન થઈ ગયા હતા. સ્વતંત્ર પક્ષ અને પ્રજાસમાજવાદી પક્ષ સત્તાની નજીક આવી ગયા હતા.
ચિમન પટેલનો કિમલોપ
નવનિર્માણ આંદોલનમાં રાજીનામું આપીને પૂર્વ મુખ્ય પ્રધાને ૧૯૭૫ની વિધાનસભાની ચૂંટણીમાં ‘કિસાન મજદૂર લોકપક્ષ’ની (કિમલોપ) સ્થાપના કરી હતી. ચૂંટણીમાં માત્ર ૧૨ બેઠકો પરથી સભ્યો ચૂંટાયેલા.
જનતા દળ
ચીમનભાઇએ બીજો પ્રયોગ ૧૯૯૦-૯૧માં જનતદળ ગુજરાતના નામે કર્યો હતો. ૧૯૯૦ની ચૂંટણી ભાજપ સાથે જોડાણ કરીને સત્તા મેળવી હતી. પછી ચીમનભાઇ આખા પક્ષ – ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.
રાજપા
શંકરસિંહ વાઘેલાએ ભાજપ તોડીને મહાગુજરાત જનતા પાર્ટી અને પછી રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી. ભાજપને તોડીફોડીને બળવો કર્યો, ખજુરાહો પ્રકરણ સર્જાયું. દિલીપ પરીખની આગેવાની હેઠળ, ભાજપમાંથી ૪૪ ધારાસભ્યોનું જૂથ અલગ પડયું, મહાગુજરાત પાર્ટી જેવું સંગઠન ઊભું કર્યું. પહેલાં પોતે અને પછી દિલીપ પરીખને મુખ્યપ્રધાન બનાવ્યા. કોંગ્રેસના ટેકાથી સરકારો ચલાવી. ૧૯૯૮ની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા પક્ષની (રાજપા) રચના કરી વિધાનસભાની ચૂંટણી લડયા. ચાર સભ્યો ચૂંટાયા હતા. કોંગ્રેસમાં વિલીન થઇ ગયા હતા.
રાષ્ટ્રીય કોંગ્રેસ, લોકસ્વરાજ મંચ, સુરાજ્ય પરિષદ
કોંગ્રેસમાં માધવસિંહથી નારાજ થઇને રતુભાઇ અદાણીએ ૧૯૮૪ની આસપાસ રાષ્ટ્રીય કોંગ્રેસ નામનો રાજકીય મંચ બનાવ્યો હતો. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બાબુભાઇ જશભાઇ પટેલે ‘લોકસ્વરાજ મંચ’ના નામે રાજકીય સંગઠનનું નિર્માણ કરેલું. ૧૯૯૦ની ચૂંટણીમાં તેઓ મોરબીમાંથી ચૂંટણી લડી વિધાનસભામાં આવ્યા હતા. ચીમનભાઇ અને છબીલદાસની સરકારમાં પ્રધાન પણ બન્યા હતા. બાબુભાઇના ચુસ્ત અનુયાયી, માજી નાણાંપ્રધાન દિનેશ શાહે સુરાજ્ય પરિષદ રચેલી
સ્વતંત્રપક્ષ, પ્રજાસમાજવાદી પક્ષ
ગુજરાતમાં સ્વતંત્ર પક્ષ વિધાનસભાની ચૂંટણીમાં ૬૭ બેઠકો જીતી હતી. ૧૯૭૭ સુધી ટકી રહ્યો. પ્રજાસમાજવાદી પક્ષ ગુજરાતના સ્થાપનાના વર્ષોમાં ચર્ચામાં રહ્યો હતો. એના જાણીતા ધારાસભ્યો બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રતાપ શાહ, સનત મહેતા વિધાનસભા ગજવતા. પણ ૧૯૭૧ સુધીમાં એ બધા કોંગ્રેસનો ભાગ બની ગયા હતા. સમાજવાદી પક્ષ અને યુવા વિકાસ પાર્ટી ચૂંટણી ટાણે ઝબક્યાં. એક સમયે મનુ પીઠડીવાળા અને જેઠભાઇ ભરવાડ ધારાસભામાં બેઠા હતા.
ગુજરાત પરિવર્તન પાર્ટી
કેશુભાઇ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) બનાવી. ૨૦૧૨ની ચૂંટણી લડયા. કેશુભાઇ અને નલિન કોટડિયા ચૂંટાયા પણ ખરા. પછી ભાજપમાં ભળી ગયા હતા.
શંકરસિંહનો મોરચો
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડીને જન વિકલ્પ મરચો ઊભો કર્યો પણ તે નામે એક પણ ઉમેદવાર મળ્યા નહીં.
આમ કેશુભાઈ સુધી પ્રદેશિક પક્ષોને લોકો અાર્થિક મદદ કરતાં હતા પણ શંકરસિંહનો પક્ષ આર્થિક કારણોસર બંધ કરી દેવો પડ્યો છે.
ગુજરાતના લોકો આર્થિક રીતે રાષ્ટ્રીય પક્ષોને જ નાણાં આપે છે. સ્થાનિક પક્ષને કોઈ આર્થિક મદદ કરતાં નથી કારણ કે તેમાં નાણાં આપવાની સામે વળતર મેળવવાનાં જોખમ હોય છે.
""જીતશે કોંગ્રેસ, જીતશે ગુજરાત""
હાલ તમામ મોરચે "નિષ્ફળ" નિવડેલી
ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્રારા,હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા
"BTP+MIM=BJP" જેવી '"બી"' ટીમોનું
ગઠબંધન કરાવી અને કોંગ્રેસ પાર્ટીને ડરાવવા
તથા ગુજરાતી જનતાને હરાવવાનો નિષ્ફળ
પ્રયાસ શું કામે થઈ રહ્યો છે..?— Paresh Dhanani (@paresh_dhanani) December 26, 2020
શું કરશે BTP – AIMIM
BTPના રાષ્ટ્રીય પ્રમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા માને છે, AIMIM સાથે ગઠબંધન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે તેમણે સ્વીકારી લીધો હતો.
એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ રાજસ્થાનમાં બીટીપી માટે સમર્થન આપ્યાના એક અઠવાડિયા પછી આ વાત સામે આવી છે, જેણે બિહારના રાજ્યમાં અને ત્યારબાદ તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં પોતાનો પક્ષ બનાવવાની અટકળો શરૂ કરી હતી.
બીટીપી, જેમાં ગુજરાતના બે ધારાસભ્યો પણ છે, એ જાહેરાત કરી છે કે ઓવૈસી પાર્ટી સાથે હાથ મિલાવશે અને સંયુક્તપણે ફેબ્રુઆરી 2021 માં રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડશે.
કોંગ્રેસ પાર્ટી માટે આ ખરાબ સમાચાર છે.
ગુજરાતમાં ચૂંટણી ધ્રુવીકરણ તરફ દોરી શકે છે. વિચારધારા સાથે બહુ ઓછા સંબંધ ધરાવે છે. બીટીપી ફક્ત આદિજાતિની બેઠકો પર લડશે, જ્યારે ઓવૈસી મુખ્ય શહેરોમાં મુસ્લિમ બહુમતી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ઔવેસીની પાર્ટી જે પણ રાજ્યમાં ચૂંટણી લડે છે ત્યારે કૉંગ્રેસ અને અન્ય પાર્ટીઓ નુકસાન થાય છે તેવું આ પાર્ટીઓ સ્વીકારે છે.
ગુજરાતમાં અહેમદ પટેલને રાજ્યસભામાં જીતાડવા અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે બીટીપીએ ટેકો આપ્યો હતો.
અહેમદ પટેલ અને કોંગ્રેસનો દગો
કોંગ્રેસે દગો કરતાં બન્ને રાજ્યોમાં બીપીટી નારાજ છે. કૉંગ્રેસે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા પંચાયત અને રાજસ્થાનની 9 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટેકો નહોતો આપ્યો.
ઔવેસીની પાર્ટી હૈદરાબાદની સ્થાનિક પાર્ટી છે. હૈદરાબાદ અને મહારાષ્ટ્રમાં એક બેઠક પર પાર્ટીએ જીત મેળવી હતી. જ્યારે તાજેતરમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠક જીતી હતી. હાલ તેઓ પશ્ચિમ બંગાળની ચૂંટણીની તૈયારી રહ્યા છે.
મુસ્લિમ અને આદિવાસી, જે કૉંગ્રેસની મતબૅન્ક છે, તેમાં આ બંને પાર્ટી સાથે આવવાથી ભાગ પડશે. જેના કારણે ભાજપને ફાયદો થશે. ભરૂચ અને ડાંગના આદિવાસી વિસ્તાર જ્યાં છોટુભાઈનો દબદબો છે ત્યાં તેમને ફાયદો થશે. બંને પાર્ટીઓનો બેઝ નાનો છે.
ઓવૈસી
ગુજરાતમાં ઔવેસીની જરા પણ પકડ નથી. કાર્યકરો કે સંગઠન નથી. ઔવેસીની પાર્ટીની સોશિયલ મીડિયામાં હાજરી છે પરંતુ ગુજરાતમાં કોઈ એવો ચહેરો નથી કે કોઈ સંગઠન નથી માટે એમને એક પણ સીટ નહીં મળે.તેઓ મોટું પરિવર્તન કરી શકે તેમ નથી. ઔવેસી એટલી મોટી અસર નહીં કરી શકે. આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી લોકો વધારે છે. કૉંગ્રેસના પાંચથી દસ ટકા મતો પર અસર પડી શકે છે.
કૉંગ્રેસના મત તોડવાથી ભાજપને તેનો ફાયદો થવાનો છે. લાંબા ગાળે આદિવાસી અને મુસ્લિમ મત એક થાય તો દક્ષિણ ગુજરાતની બે ત્રણ બેઠકો પર આ પાર્ટી ચૂંટણી જીતી શકે છે.
તકવાદી પક્ષો
ગુજરાતમાં નાની કે મોટી પાર્ટીઓના ગઠબંધન લાંબા સમય સુધી ટકતા હોતા નથી. બીટીપી પહેલાં કૉંગ્રેસ સાથે હતી. પછી ભાજપ સાથે જોડાઈ. આમ, જોડાણ બદલાતું રહે છે. માટે હાલ ચૂંટણી છે તો ત્યાં સુધીનું ગઠબંધન રહી શકે છે. શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ પાર્ટી
મુસ્લિમ અને આદિવાસી મતો એકઠા થાય અને તે બીટીપીને મળે તો ભરૂચની લોકસભાની સીટ પર થઈ શકે છે.
કોંગ્રેસ માને છે કે, પરેશાન થયેલા ભાજપની બી ટીમ છે. બીટીપી પ્લસ એઆઈએમઆઈએમ એટલે ભાજપ. લોકો આખી રમત જોઈ રહ્યા છે. અમે જ ચૂંટણી જીતીશું. ભાજપ તેમની સામે ચૂંટણી લડવાની વાત કરે છે. તેનો વિરોધ કરતી નથી.
સરકાર જ નક્સલવાદી છે, કોઈ અહીંયા નક્સલવાદી કે આતંકવાદી નથી. ઇકો સેન્સેટિવ ઝોન સામે અદિવાસીઓને બચાવવાની બીટીપીની ભૂમિકા રહેશે.
SC, ST, OBC, માયનોરીટીના સમિકરણો થઈ રહ્યાં છે.
ગુજરાતમાં ઘણાં વર્ષોથી ભાજપાનું શાસન એકચક્રી રીતે ચાલી રહ્યુ છે. વિપક્ષ પુષ્કળ પ્રયત્નો પછી પણ ભારતીય જનતા પાર્ટીને નબળી બનાવી શકી નથી. બીજીબાજુ ભાજપાએ કોંગ્રેસના સંખ્યાબંધ આગેવાનોને કેસરી ખેસ પહેરાવી પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી લીધી છે. દેશના અન્ય રાજયોમાં ભાજપા વિરૂધ્ધ આગઝરતા નિવેદનો કરનાર અને બિહાર સહિતના રાજયોમાં વિધાનસભાઓની બેઠકો અંકે કરનાર ઓવૈસીનો પક્ષ હવે ગુજરાતમાં પણ આવી રહ્યો હોવાનો અહેવાલ છે.
ગુજરાતમાં કોંગેસની પરંપરાગત વોટ બેંક એવા આદિવાસી, મુસ્લિમ અને દલિત વર્ગ માટે ઓવૈસીની પાર્ટી AIMIMને સાથે ચૂંટણી લડવા બીટીપીનું આમંત્રણ આપેલું હતું.
બીટીપીએ 12 ડિસેમ્બરે ગુજરાતના બે આદિજાતિ પ્રભુત્વ ધરાવતા જિલ્લા નર્મદા અને ભરૂચની જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ સાથેનું જોડાણ ખતમ કરી દીધું હતું, જેમાં રાજસ્થાનની તાજેતરમાં સમાપ્ત થયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે તેને ખતમ કરી ભાજપને ટેકો આપ્યો હતો.
બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા, જે નર્મદાના દાડિયાપાડા મતક્ષેત્રના પક્ષના ધારાસભ્ય છે, તેમણે કહ્યું કે, કોંગ્રેસ સાથે અમારો કડવો અનુભવ હતો, જેણે રાજસ્થાનની ડુંગરપુર જિલ્લા પંચાયત અને નવ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમને ટેકો આપ્યો ન હતો. રાજસ્થાનના અનુભવ પછી, ઓવેસીના ચાર દિવસ પહેલા જ મેં ફોન પર ઔપચારિક વાતચીત કરી. મેં ગુજરાતમાં આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે એઆઈએમઆઈએમ સાથે જોડાણ કરવાની દરખાસ્ત કરી હતી, જે તેમના દ્વારા સ્વીકારવામાં આવી હતી. આવતા વર્ષે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી યોજાશે.
કોંગ્રેસ પર ડબલ ડીલિંગનો આરોપ લગાવતા, વસાવાએ કહ્યું કે, ડુંગરપુર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમણે અમારા ઉમેદવારને ટેકો આપ્યો ન હતો, ભાજપને આપ્યો હતો. ડુંગરપુર જિલ્લા પરિષદની બીટીપી સમર્થિત અપક્ષોએ 27 બેઠકોમાંથી 13 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપ અને કોંગ્રેસે અનુક્રમે આઠ અને છ બેઠકો જીતી હતી.
ગુજરાતમાં સંયુક્ત રીતે આગળ વધવાની રીતો અંગે ચર્ચા કરવા તેઓ ટૂંક સમયમાં હૈદરાબાદ અથવા દિલ્હીમાં ઓવૈસી સાથે બેઠક છે. આદિવાસી પાર્ટી પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણી પણ લડશે.
જૂનમાં, બીટીપીના સ્થાપક અને ભરૂચના ઝગડિયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મહેશ અને તેના પિતા છોટુ વસાવાએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવાનું ટાળ્યું હતું, આ રીતે ચારમાંથી ત્રણ બેઠકો પર ભાજપના વિજયનો માર્ગ મોકળો થયો હતો. જેના કારણે કોંગ્રેસના ભરત સોલંકી ખરાબ રીતે હાર્યા હતા.
ડુંગરપુરની પાંચ તાલુકા પંચાયતો (ટી.પી.) માં, બાંસવાડામાં એક ટી.પી.માં અમારી પાર્ટીએ બહુમતી મેળવી હતી, જ્યારે નવ ટી.પી.માં અમારી પાર્ટી બહુમતીના આંકની નજીક હતી. જો કોંગ્રેસે અમને ટેકો આપ્યો હોત, તો અમે તમામ 15 ટી.પી. અને બે જિલ્લા પંચાયતોમાં સત્તા મેળવી લીધી હોત. ‘
ગુજરાતમાં બીટીપી અને કોંગ્રેસે સંયુક્ત રીતે ભરૂચ જિલ્લા પંચાયતનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં બીટીપી એકલા બહુમતી ધરાવતું હતું. ઝગડિયા, વાલિયા, નેત્રંગ અને દાડિયાપાડા તાલુકા પંચાયતોમાં બીટીપી પાસે બહુમતી હતી.
આ પણ વાંચો