રૂપાણી સત્તા છોડશે ત્યારે ગુજરાતનું દેવું 4 લાખ કરોડ થઈ જશે

ગાંધીનગર, 16 મે 2020

ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકોની સાધન સંપત્તિ અનેક નાણાકિય સંસ્થાનો સમક્ષ ગીરવે મૂકી લોન લઇ રહી છે. ૩૧મી માર્ચે રાજ્યનું જાહેર દેવું રૂ.167651 કરોડ હતું. ગુજરાતની ભાજપની બુંધીયાર રૂપાણી સરકાર બીજી ટર્મ પૂર્ણ કરી ચૂંટણીમા ઉતરશે. તે નાણાકિય વર્ષ 22-23ને અંતે દેવું વધીને રૂ.371989 કરોડ થશે. કોરોનાના કારણે રૂ.30 હજાર કરોડ વ્યાજે લેવા પડશે. તેથી ગુજરાતનું દેવું 2022-23માં 4 લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે.

કોરોનાના કારણે ગુજરાત સરકાર પર ભારે દેવું થઈ જશે. રૂપાણી 2022-23માં સત્તા છોડશે ત્યારે દેવું 4 લાખ કરોડ થઈ જશે દરેક ગુજરાતી પર સરેરાશ રૂ.20 હજાર દેવું હશે. કોરોના બાદ આ બોજ સાથે જન્મશે

ગુજરાતનું જાહેર દેવું કેટલા કરોડને થયું પાર, રાજ્ય સરકારે વ્યાજ પેટે કેટલા કરોડ ચૂકવ્યા ? જાણો
2017-18માં સરકારે રૂ. 17,146 કરોડ વ્યાજ ચૂકવ્યું હતું, જ્યારે 2018-19માં સરકારે રૂ. 18,124 કરોડ વ્યાજ ચૂકવ્યું હતું. 2020-21માં 20 હજાર કરોડ વ્યાજ થઈ જાય છે.

રૂપાણીએ ગુજરાતને દેવાદાર બનાવી દીધું છે. ગુજરાતની જંગી આવક છતાં દેવું કેમ વધે છે એ એક રહસ્ય છે. દરેક ગુજરાતી સરકારને વર્ષે સરેરાશ રૂ.20 હજાર વેરો ચૂકવે છે. 2,17,287 કરોડની રૂપાણીના ગુજરાતની આવક છે, એટલું બજેટ રજૂ કર્યુ હતું.

31 ડિસેમ્બર 2019ની સ્થિતિ એ રાજ્યનું જાહેર દેવું રૂ. 2.40 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. 2017-18માં દેવામાં રૂ. 13,253 કરોડનો વધારો થયો હતો, જ્યારે 2018-19માં દેવામાં રૂ. 28,061 કરોડનો વધારો થયો હતો.

જાહેર દેવામાં સરકારને ભરવું પડતું વ્યાજનું ભારણ અસહ્ય બનતું જાય છે, કારણ કે દેવું કરવામાં સરકાર પાછું વાળીને જોતી નથી. વિવિધ સંસ્થાઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા મેળવે છે. સરકાર સૌથી વધુ બજાર લોન પર ધ્યાન કેન્દીત કરે છે, કારણ કે બજાર લોન 6.68 થી 9.75 ટકાએ મળે છે. રાજ્ય સરકારે 1.79 થી 2 લાખ કરોડની તો બજાર લોન લીધી છે.

2017-18માં 13253 કરોડ અને 2018-19માં 28061 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 30846 કરોડ રૂપિયા અને ગયા વર્ષે 33564 કરોડ વ્યાજના રૂપિયા ચૂકવ્યા છે.

2004-17 દરમ્યાન ગુજરાતના લોકોની આવક એટલે કે રાજ્યની જીડીપી 9.2 ટકાના દરે વધી, પણ સરકારની કર આવક 14.19 ટકાના દરે વધી અને દંડ, ફી, ચાર્જ વગેરે જેવી બિન-કર આવક 17.26 ટકાના દરે વધી. આ વર્ષે 2.20 લાખ કરોડ રૂપિયાની આવક સરકારને થવાની છે. આમ, લોકોની આવક વધી એના કરતાં સરકારની આવક બહુ વધી. ગુજરાત દેશમાં ઘણા વધારે વેરા નાખનારું રાજ્ય છે