ચીકન શોપમાં મારામારી કરનારા ભાજપના ડોન કોણ છે

Who is the BJP’s don who is fighting in Chinese soap?

ગાંધીનગર, 5 નવેમ્બર 2020

ડાંગ જિલ્લાના આહવામાં ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનએ ચિકન સેન્ટરના સંચાલક સાથે મારામારી કરી હતી. બે લોકો વચ્ચે થયેલી મારમારીના કારણે બે જૂથ 3 નવેમ્બર 2020 આમને સામને આવી ગયા હતા.

બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ઝપાઝપી અને મારામારીના દૃશ્યો પણ સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મારામારી કરી રહેલા ભાજપના નેતા અને ચિકન સેન્ટરના સંચાલકને જુદા પાડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

પોલીસ દ્વારા કોની સામે ગુનો નોંધવામાં આવે છે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

કોણ છે ભાજપનો ડોન

ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ ડોન દ્વારા પોતાની પત્નીને 2019માં જિલ્લા પ્રમુખ બનાવી દીધા હતા. જેમણે ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓને રીતસર ઉલ્લુ બનાવી દીધા હતા.

ડાંગ જિલ્લા પંચાયતના માજી ભાજપા પ્રમુખ રમેશ ડોને ભાજપના નેતાઓને બાનમાં લઈને પોતાની પત્નીને જિલ્લા પંચાયતના પ્રમુખ કોંગ્રેસની મદદથી બનાવ્યા હતા.