(દિલીપ પટેલ) અમદાવાદ
આખા વિશ્વમાં આગામી 10 વર્ષ સુધી કૌટુંબિક ખેતી તરીકે ઉજવણી ચાલી રહી છે, પણ ગુજરાત સરકાર તો કૌટુંબિક ખેતી ખતમ કરી રહી છે. ગુજરાત સરકારે અનેક કાયદાઓ એવા બનાવી દીધા છે કે જેમાં કૌટુંબિક ખેતી ખતમ થઈ રહી છે. કૌટુંબિક ખેતી કરનારો મોટો વર્ગ પાટીદાર હતા. તેમાં 50 ટકા પાટીદાર ખેતી છોડી ચૂક્યા છે. બીજા 30 ટકા એવા છે જે ખેતીની સાથે નોકરી, ધંધો કરે છે. જ્યારે 20 ટકા ખેતી કરે છે.
આમ 1995 પછી ભાજપની સરકારો આવ્યા પછી કૌટુંબિક ખેતી ખતમ થઈ રહી છે. જે કોઈ ખેતી કરે છે તે પરંપરાગત કરે છે. તેમાં 95 ટકા ખેડૂતો નવું કરતાં નથી. જે ખેતી કરે છે તે હવે મોટા ભાગે પછાત વર્ગ અને અભણ લોકો કરી રહ્યાં છે. હવે રૂપાણી અને મોદી સરકારે બનાવેલા 10 જેટલાં કાયદાઓના કારણે ખેતી વધું ઝડપથી ખતમ થશે. રૂપાણીના નવા કાયદાથી કોઈ પણ વ્યક્તિ ખેતર ખરીદી શકે છે. તેથી હવે ખેતરો શ્રીમંતોના હાથમાં જઈ રહ્યાં છે. ફરી એક વખત સામંતશાહી ભાજપની સરકારો લાવી ચૂકી છે.
(UNA)ની ખોરાક અને ખેતી સંગઠન અને આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ નિધિએ 29 મે 2019ના દિવસે વિશ્વના વિકાસશીલ દેશોમાં કુટુંબની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ‘યુનાઇટેડ નેશન્સ ફેમિલી ફાર્મિંગ ડિકેડ’ અને નાના ખેડુતોને મદદ કરવા માટે કરી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે જોડાયેલા બંને વૈશ્વિક સંગઠનોએ કૌટુંબિક ખેતીના દાયકાની ઉજવણી 2019 થી 2028 સુધી 10 વર્ષ થવાની છે. વિશ્વના 90 ટકાથી વધુ ખેડૂતો કુટુંબિક ખેતી કરે છે.
વૈશ્વિક ઉત્પાદનમાં તેઓ 80 ટકા હિસ્સો ધરાવે છે. તેમાં કંપની રાજ નથી. સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે આ ખેડુતો અને કુટુંબની ખેતી વિકાસનું એન્જિન બની શકે છે. જે ભૂખ અને કુપોષણને સમાપ્ત કરવા માટે મહત્વનું બની રહેશે.
આખું કુંટુંબ ખેતીના વ્યવસાયમાં રોકાયેલું હોત તેને કૌટુંબિક ખેતી કહે છે. એક કુટુંબ પર જ તે ખેતી થતી હોય છે. ઉપજનો મોટો ભાગ પરિવારના સભ્યો વપરાશ કરે છે. વધારાની ઉપજ સ્થાનિક બજારમાં અન્ય ચીજવસ્તુઓના બદલામાં વેચાય છે. આ ખેતરોમાં સ્થાનિક પેદાશોની ખેતી થાય છે. 10 વર્ષમાં જે લોકો ખેતીનો પરંપરાગત વ્યવસાય છોડી ગયા છે તેમને ફરીથી ખેતી તરફ વાળવાનો પ્રયાસ આખું વિશ્વ કરશે.
90% खेती परिवारों द्वारा की जाती है जिससे विश्व के 80% खाने का उत्पादन भी होता है.
👩🏽🌾👨🏽🌾 पारिवारिक खेती का विकास वैश्विक लक्ष्य प्राप्त करने के लिए बहुत ज़रूरी है
इसीलिए 2019-2028 को पारिवारिक खेती का संयुक्त राष्ट्र दशक घोषित किया गया है pic.twitter.com/uKZ8VmSYVd
— UNHindi (@UNinHindi) January 3, 2019
ખેડૂતો
ગુજરાત સરકારની અંદાજિત ખેતી ગણતરી પ્રમાણે 53.19 લાખ ખેડૂતોમાં 20.17 લાખ સીમાંત અને 16.15 લાખ નાના ખેડૂત છે, જેની પાસે અડધો હેક્ટર જમીન માંડ છે. 1998માં એક કરોડ ખેડૂતો હતા. ખેડૂતોને વર્ષે સરેરાશ રૂ.7926 આવક મળે છે. 42.6 ટકા ખેડૂતોને પરિવાર દીઠ રૂ.16.74 લાખનું દેવું છે.
10 વર્ષમાં 13 લાખ ખેડૂતો ઘટી ગયા
ગુજરાતમાં 10 વર્ષમાં 3.55 લાખ વાસ્તવીક ખેડૂતો ઘટી ગયા છે.
તેની સામે ખેત મજૂરો 16.78 લાખનો વધારો થયો છે. ખેડૂતો ખેત મજૂર બની રહ્યાં છે. મોદી મુખ્ય પ્રધાન થયા ત્યારે 2001માં ખેડૂતોની સંખ્યા 58 લાખ હતી. 10 વર્ષમાં 54.47 લાખ થઈ. આમ મોદીના 10 વર્ષમાં જ 3.55 લાખનો ઘટાડો થયો છે. જો તેમાં ભાગભાઈ ગણવામાં આવે તો ખરેખર ખેડૂતો 10 વર્ષમાં બીજા 21 લાખ વધવા જોઈતા હતા. આમ ખરેકર ઘટાડો 13 લાખ ખેડૂતોનો થાય છે.
ખેતરોના ટૂકડા
અડધો હેક્ટર જમીન હોય એવા ટૂકડા વધી રહ્યાં છે. 2001માં 6 લાખ ખેતરો અડધા હેક્ટર ના હતા. જે 10 વર્ષ પછી 9.31 લાખ ટૂકડા થઈ ગયા. આજે તે 12 લાખ હોવાનું અનુમાન છે. આમ ગુજરાતમાં મોદી રાજના 20 વર્ષમાં 100 ટકા જમીનોના નાના ટૂકાનો વધારો થયો છે. ખેડૂત કુટુંબ માત્ર ખેતી પર જ જીવવા માંગતું હોય તો તેને ઓછામાં ઓછી 10 વીઘા 2 હેક્ટર જમીન જોઈએ. 2 હેક્ટર જમીનના 40 લાખ ખેતર છે. ગુજરાતમાં ખેડૂતો 55 લાખ છે. 3 વીઘા જમીન સાથે મજૂરી કરતાં હોય એવા ખેડૂતો 20 લાખ છે.
પતન
ખેડૂતો ખેતી કેમ છોડી રહ્યાં છે તે ગુજરાત સરકાર માટે ચિંતાનો વિષય નથી. ઘણા દાયકાઓથી ખેડૂતોને તેમના હક મળતા નથી. ગુજરાતમાં આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જીડીપીના અડધાથી વધુ ફાળો ખેતીનો હતો તે હવે ઘટીને માત્ર 10-13% થઈ ગયો છે. આમ ગુજરાતમાં ખેતી પતનના માર્ગે છે. સરકારો પુરતું ધ્યાન આપતી નથી. સિંચાઈ માટે કોઈ સુવિધા નથી. અનાજ સંગ્રહી શકે એવી જોઈ સુવિધા નથી. સરકારો માત્ર વચનો આપે છે. જે સહાય પહોંચે છે તેમાં 80 ટકા તો તેના મળતીયાઓ લઈ જાય છે.
મોટા મશીનો ખેતરો સુધી પહોંચી શકતા નથી. યોગ્ય સમયે ખેત પેદાશો બજારમાં પહોંચી શકતી નથી. પહોંચે છે તો પૂરતાં ભાવ મળતા નથી. 2016માં 17 ખેડુતોમાંથી એક ખેડૂતની માસિક આવક રૂ.8931 હતી. તે પણ કુદરતી નુકાસન ગણવામાં આવ્લું નથી. ખેડૂતની સૌથી મોટી તકલિફ કુદરતી આફતો છે. રોગચાળો છે.
2020-21 | 2010-11 | 2000-01 | ||||
કદ–હેક્ટર | ખેતરની સંખ્યા | કૂલ જમીન | ખેતરની સંખ્યા | કૂલ જમીન | ખેતરની સંખ્યા | કૂલ જમીન |
0.5થી નીચે | 1266913 | 264895 | 931420 | 212376 | 595927 | 159857 |
05-1.0 | 1066647 | 812260 | 884214 | 672445 | 701781 | 532630 |
1.0-2.0 | 1601440 | 2315198 | 1429021 | 2074884 | 1256602 | 1834570 |
2.0-3.0 | 718343 | 1836621 | 718343 | 1744147 | 680027 | 1651673 |
3.0-4.0 | 359190 | 1238512 | 361190 | 1244512 | 363140 | 1250588 |
4.0-5.0 | 193122 | 891844 | 214122 | 952844 | 227994 | 1014208 |
5.0-7.5 | 196776 | 1190051 | 226776 | 1365051 | 255731 | 1540180 |
7.5-10.0 | 50753 | 436536 | 71753 | 612536 | 92730 | 788731 |
10.0-20.0 | 27289 | 340404 | 43289 | 545404 | 59257 | 750789 |
20.0વધુ | 4911 | 595070 | 5482 | 474263 | 6053 | 353456 |
કૂલ | 5531978 | 9920250 | 4885610 | 9898466 | 4239242 | 9876682 |
2020-21માં અંદાજીત જમીન અને ખેતરોની સંખ્યા |
નવી ખેતી
એક અંદાજ છે કે 2050 સુધીમાં વિશ્વની વસ્તી વર્તમાન 7.7 અબજથી વધીને 9.8 અબજ થઈ જશે. અનાજનું ઉત્પાદન 2050 સુધીમાં 40 ટકા ઘટી શકે છે, જ્યારે વૈશ્વિક જીડીપીમાં 45 ટકા ઘટાડો શક્ય છે. તેથી જમીનના અભાવે વિશ્વમાં હાઇડ્રોપોનિક્સનું હાલનું બજાર $ 1.5 અબજ ડોલર છે, 2023 સુધીમાં 4 ગણાથી વધુ વૃદ્ધિ કરશે.
1995 થી 2,96,438 ખેડુતોએ આત્મહત્યા ભારતમાં કરી છે.
મુશ્કેલી
જમીનો નાના ટૂકડામાં ભાઈ ભાગમાં વહેંચાઈ રહી છે. જમીન ઘટતાં ખેડૂતો ખેતી છોડે છે. મજૂરી તરફ વળે છે. ખેડૂતોને તેમના પાકને બજારમાં વેચાણ કરવા માટે તેમની આવકનો નોંધપાત્ર હિસ્સો દલાલોને ચૂકવવો પડે છે.
કાયદા
ગુજરાતમાં 1960ના દાયકામાં લૅન્ડ સીલિંગ ઍક્ટ એટલે કે જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવવામાં આવ્યો હતો. જેમાં જમીનધારકો જેમની પાસે નક્કી કરાયેલી મર્યાદા કરતાં વધારે ખેતીલાયક જમીન હતી. તેમની જમીનો સરકારે કબજે કરી હતી. આ જમીન 2015થી ઉદ્યોગોને આપવામાં આવી રહી છે. વંશપરંપરાગત રીતે એટલે કે વારસામાં મળેલ જમીનના માલિક બનેલ વ્યક્તિ અથવા ગણોત વગરની વેચાતી જમીનના માલિક બનેલ વ્યક્તિ ‘જૂની શરત’ મુજબ માલિક હોય છે. આવામાં પણ જમીન વેચાતી લેવા માટે વ્યક્તિએ પોતે ખેડૂત હોવું જરૂરી હતું પણ હવે ખેડૂત ન હોય તે પણ જમીન ખરીદી શકે છે. તેથી નાના ખેડૂતો ખતમ થશે. તેઓ હવે ઝડપથી પોતાની જમીન વેચીં દેશે.
અમેરિકાનો ખેડૂત અને ગુજરાતનો
ખેડૂતોની પેદા કરેલી વસ્તુઓ ગ્રાહકો ખરીદે તેમાં અમેરિકામાં 64 ટકા ભાવ મળે છે જ્યારે ગુજરાતમાં 10થી 23 ટકા હિસ્સો જ ખેડૂતોને મળેલો હોય છે. દા.ત. ટામેટા 100 રૂપિયે કિલો લોકો ખરીદે તો તેમાંથી ખેડૂતને માંડ રૂ.10થી23 મળી શકે છે. જો લોકો અમેરિકામાં આ ટામેટા ખરીદે તો ખેડૂતોને રૂ.64 મળે છે. તેનો મતલબ કે ખેડૂતોનો માલ વચેટીયા વેપારીઓ ખાઈ જાય છે.
ગુજરાતમાં રોજગારનો મોટા આધાર કૃષિ છે. ભાવ ફેરના કારણે ભવિષ્ય સુરક્ષિત નથી. તેથી જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન વર્ષ-દર ઘટી રહ્યું છે. ખેતરોમાં અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે.
જાપાનના ખેડૂતો
જાપાનમાં ખેડૂતો ઓછા છે, છતાં ત્યાં ખેતી થાય છે. પોલીમર, ડ્રોનનો ઉપયોગ કરે છે. 22 પ્રકારના ડ્રોન વિકસાવવામાં આવી રહ્યાં છે. પાછલા દાયકામાં, જાપાનીમાં કૃષિ ઉત્પાદનમાં રોકાયેલા લોકોની સંખ્યા 22 લાખથી ઘટીને 17 લાખ થઈ ગઈ છે. આમાંથી, મોટાભાગના કામદારોની સરેરાશ ઉંમર 67 વર્ષ છે.