- સાની ડેમ કાંઠા પર ખેડૂતોએ હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો
દ્વારકા, 9 માર્ચ 2020
હોળીનાં દિવસે સાની બંધની નહેરોની સિંચાઇ યોજનાનો લાભ મેળવતા ગામોના ખેડૂતો પોત પોતાના ઘરેથી છાણા લાવી ખેડૂતોએ સાની બંધકાંઠા પર હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. 7 હજાર હેક્ટરમાં સિંચાઈ 4 વર્ષ સુધી બંધ રહેશે. રૂ.10 કરોડના ખર્ચે બંધ 1974માં બનાવનું શરૂં થયું હતું. હવે બંધ નબળો પડી ગયો હોવાથી તે બે વર્ષથી ખાલી રાખવામાં આવી રહ્યો છે. સમારકામ 6 થી 8 મહિનામાં જે કામ પૂરું થાય તેમ છે પણ, સરકાર 5 વર્ષે પૂરું કરવા માંગે છે. તેથી ઢીલી ભાજપની રૂપાણી સરકાર સામે ખેડૂતો આક્રમક બન્યા છે અને રૂપાણી સરકારની હોળી કરી હતી.
દ્વારકા જિલ્લા માટે જીવાદોરી સમાન અતિ મહત્વની સિંચાઇ યોજના સાની ડેમ 110 ગામો, 3 નગરપાલિકાને પીવાનું પાણી પૂરું પાડે છે. 1998-99માં પૂરા થયેસા બનેલા ડેમના દરવાજા તૂટી જવાથી ભ્રષ્ટાચારની પોલ ખૂલી હતી. 2010 – 11માં પહેલી વખત 10 નંબરનો દરવાજો અતિવૃષ્ટિના કારણે તૂટી ગયો હતો. 2011 – 12 માં ફરી 17 નંબરનો દરવાજો તૂટી ગયો હતો. ફરીથી બધા દરવાજા નાખવામાં આવ્યા હતા.
7 વર્ષ પાણી નહીં
2018 – 19માં સિંચાઈ વિભાગે ભાજપની વિજય રૂપાણી સરકારને અહેવાલ આપ્યો હતો કે, બંધનું માળખું નબળું છે. બંધ ભરી શકાય તેમ નથી. એટલે 2019-20માં બંધને ખાલી રાખવામાં આવ્યો હતો. ડિસેમ્બર – જાન્યુઆરી 2020માં બંધ ખાલી કરી બાંધકામ કરવામાં આવશે. માર્ચ 2020માં કોઈ ઢેકાણા નથી. અધિકારીઓ અને રાજકારણીઓની બેદરકારી, ઢીલીનીતિ ના કારણે કરોડો ક્યુબીક મીટર મીઠું પાણી દરિયામાં જતું રહે છે. ટેન્ડર બહાર પાડ્યા છે પણ એપ્રિલ 2020માં કામ આપી શકાશે ત્યાં ચોમાસુ આવી જશે. બંધ બે વર્ષ ખાલી રહ્યાં બાદ બીજા 5 વર્ષો ખાલી રહેશે તે નક્કી નથી કારણ કે સરકાર ઢીલી છે. અણઘડ છે. ભ્રષ્ટાચારી છે.
યોજના સિંચાઈની, ઉપયોગ પિવાના પાણીમાં, નિષ્ફળ યોજના
બંધની સિંચાઈ ક્ષમતા 7 હજાર હેક્ટર છે. 1993-94થી 618 હેક્ટરમાં સિંચાઈ શરૂં થઈ હતી. 1999-00માં 5 હજાર હેક્ટર સિંચાઈ થઈ હતી. બાકી 10 વર્ષ સિંચાઈ થઈ ન હતી. 8 વર્ષ 1 હજાર હેક્ટરથી નીચે સિંચાઈ થઈ હતી. 1 હજારથી ઉપર સિંચાઈ થઈ હોય એવા 10 વર્ષ હતા. આમ બંધ બન્યો પણ તેનો સિંચાઈમાં ઉપયોગ થઈ શક્યો નથી. ઉનાળામાં તો 100-200 હેક્ટર વિસ્તારમાં 5 વર્ષ સિંચાઈ થઈ છે. બારમાસી સિંચાઈ તો અહીં એક વર્ષ જ થઈ હતી. આમ આ યોજના સિંચાઈ માટે બની હતી. પણ તેનું પાણી તો 100 ગામ અને 3 શહેરોને પીવા માટે આપી દઈને સરકારે ખેડૂતો સાથે દગો કર્યો છે. ખર્ચ ખેડૂતોના નામ કર્યું અને તેનો ઉપયોગ પિવાના પાણી માટે જ વધું કરાયો છે.
જાન્યુઆરી માસમાં તોડી, નવો બનાવવાની શરૂ, 2020માં તોડી નાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ ડેમને બનાવવામાં સરકારને બાર વર્ષનો સમય લાગેલ છે.
ગામોમાં સિંચાઈ સુર્યાવદર,ટંકારીયા,પ્રેમસર,રાવલ,જેપુર,આશીયાવદર,રાણપર, ડાંગરવડ,સીસલી
સ્થળ ગામ: જેપુર, તાલુકો : કલ્યાણપુર જીલ્લો: જામનગર
હેતુ – સિંચાઇ
આવરા ક્ષેત્રનો વિસ્તાર – ૫૦૬ કી.મી.૨
આવરા ક્ષેત્રમાં વહિ જતુ વાર્ષિક સરેરાશ પાણી ૮૭.૧૨ મીલીયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૪૪૪ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ ૧૯૭૪
બંધનો પ્રકાર માટીયાર અને ચણતર
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૦ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૩૯૮૫ મીટર
ચણતર કામ ૦.૦૨૪ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૫૫૩ મિલિયન ધન મીટર
કોક્રીટ ૦.૦૧૬ મિલિયન ધન મીટર
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧૮.૨૦ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૩૮.૪૪ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૩૩.૬૩ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર: 1800 હેક્ટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧ પૂર્ણ
નહેરની લંબાઇ ૪.૮ કી.મી. (જમણે), ૧૬ કી.મી. (ડાબે)
ક્ષમતા અત્રે ઉપલબ્ધ નથી
એકંદર સિંચાઇ ક્ષેત્ર ૬૬૧૫ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૨૩૫૨ હેકટર