ખેડૂતોને ગુલાબના ફૂલોની સુગંધી કરતાં લીલી કેમ પસંદ છે

Why farmers love green rather than the scent of rose flowers

ગાંધીનગર, 8 માર્ચ 2020

ગુજરાતમાં ફૂલોના બગીચા હવે ઊંચો કૂદકો મારી રહી છે. ગ્રીન હાઉસના કારણે ફૂલોનું વાવેતર વધ્યું છે તેથી નિકાસ પણ વધી છે. છેલ્લાં 10 વર્ષમાં ફૂલોના ઉત્પાદનમાં 130 ટકાનો વધારો થયો છે. સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં પાછળ પડતાં જાય છે. નિકાસ કરવાના ટાંચા સાધનો હોવાથી માત્ર સ્થાનિક જરૂરિયાત પ્રમાણે જ ખેતરોમાં વાવેતર કરે છે. પણ સૌથી મોટી વાત એ છે કે 78 ટકા વાવેતર વધ્યું છે જેની સામે હેક્ટર દીઠ ઉત્પાદકતાં વધી હોવાથી ઉત્પાદન 130 ટકા વધ્યું છે. ગુજરાતમાં બે લાખ ટન ફૂલ થવા લાગ્યા છે. જે ગુજરાતના લોકોની ખરીદ શક્તિ વધી હોવાનું અને સાથે નિકાસ વધી હોવાનું પ્રમાણ છે.

ફૂલોની ખેતી ક્યાં કેટલી વધી ?

બગીચાનો વિસ્તાર

2008-09માં 11473 હેક્ટરમાં ફૂલોનું વાવેતર થતું હતું. જે વધીને 20497 હેક્ટર 2018-19માં થઈ ગયું છે. તેમાં 9024 હેક્ટરનો વધારો થયો છે. જે 78 ટકાનો વાવેતરમાં 10 વર્ષમાં વધારો બતાવે છે.

ફૂલોનું ઉત્પાદન

2008-09માં 85216 ટન ફૂલો પેદા થતાં હતા. જે 10 વર્ષમાં 2018-19માં વધીને 195856 ટન થઈ ગયા છે. ફૂદોના ઉત્પાદનમાં 10 વર્ષમાં 130 ટકાનો વધારો થયો છે. આમ ફુલોના બગીચાઓની ઉત્પાદકતામાં વધારો થયો છે.

ગુલાબની સુગંધ નહીં ખપત ખેડૂતો જુએ છે

ગુલાબના બગીચા કરતાં મેરીગોલ્ડના બગીચાઓ વધી રહ્યાં છે. મોગરાનું વાવેતર ઓછું વધ્યું છે. પણ લીલીના વાવેતર અને ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. આમ મેરીગોલ્ડ અને લીલીનું ઉત્પાદન વધી રહ્યું છે. ખેડૂતોને સુંદર ગુલાબના ઉત્પાદનમાં ઓછો રસ છે પણ કમાણી સરી આપતાં અને તુરંત ખપી જતાં ફૂલોની ખેતી વધારે અનુકુળ આવી રહી છે.

મધ્ય ગુજરાતમાં ઉત્પાદન વધું

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો ફૂલોમાં ઓછો રસ બતાવી રહ્યાં છે ત્યાં મોટાભાગે સ્થાનિક જરૂરીયાત માટે ઉગાડવામાં આવે છે. પણ નિકાસ કરવા માટેની સવલત ન હોવાથી ઓછું વાવેતર છે. રાજકોટમાં ઈન્ટરનેશનલ હવાઈ મથક શરૂં થઈ જતાં ફૂલોની ખેતી વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ફુલોનું સારું ઉત્પાદન થાય છે. કારણ કે અમદાવાદ હવાઈ મથકેથી તેની નિકાસ થઈ રહી છે. જો સરકાર હજુ સુવિધા વધારે તો નિકાસ વધી શકે તેમ છે. પણ અમદાવાદ હવાઈ મથક ખાનગી બની ગયા બાદ શું ફેર પડે છે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યાં છે.

બે લાખ ટન ફૂલોના ઉત્પાદનમાં એક લાખ ટન તો મધ્ય ગુજરાતમાં થાય છે.

સૌથી વધું ફુલોમાં રસ ધરાવતાં હોય એવા જિલ્લાઓમાં નવસારી, આણંદ, વલસાડ, વડોદરા, અમદાવાદ છે.

ગ્રીન હાઉસ વધું તેમ ફૂલની આંતરરાષ્ટ્રીય બજાર મજબૂત

ખેડૂતો જો ગ્રીન હાઉસની ફૂલોની ખેતી અપનાવવા લાગ્યા છે તેથી ક્વોલીટી ફૂલનું ઉત્પાદન મળવા લાગ્યું છે. ફૂલોમાં સ્થાનિક માંગની સાથે વિદેશમાં સારી એવી માંગ છે. જે ફુલો ગ્રીન હાઉસમાં ઉગાડેલા હોય આંતરરાષ્ટ્રીય ધોરણે તેની ગુણવત્તા અને ક્વોલીટી સારી મળતી હોવાથી વિદેશમાં માંગ સારી રહે છે.

ક્યાં કેટલી નિકાસ

ગ્રીન હાઉસ ખેતીમાં ખૂબજ ઉચી ગુણવતાવાળા ગુલાબ, જર્બેરા, કાર્નેશન ગ્લેડીયોલસ, ઓર્કીડ, એન્યુરીયમ, જીપ્સોફીલા વગેરે જાતોના ફુલો તૈયાર કરી આંતરરાષ્ટ્રિય બજારમાં નિકાસ કરવામાં આવે છે. યુ.એચ.એ. 27%, નેધરલેંડ 14%, જાપાન 13%, જર્મની 6% ફૂલોની નિકાસ થાય છે. ફૂલછોડની જુદી જુદી પેદાશો પૈકી સુકવેલા ફુલોની નિકાસમાં ભારતનું સ્થાન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પછી ત્રીજા નંબરે આવે છે.

શીતાગાર વધું તેમ ખેતી વધું

કાપણી બાદ કટ્ફ્લાવર્સને શીતાગારમાં રાખવા જરૂરી છે. ફુલોના સંગ્રણ, પરિવહન અને ઉપયોગ દરમિયાન સારી રીતે ટકી રહે તેવી રાસાયણિક માવજતો આપવી પડે છે. રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય બજારમાં ધોરણો પ્રમાણે ગ્રેડિંગ કરવુ પડે છે. સારા પેકિંગ, બુકે, બટન હોલ, ફ્લોરલ એરેન્જમેન્ટ, હાર, વેણી, ગજરા બનાવીને બે ગણું વળતર મેળવી શકાય છે.

ફૂલોનું તેલ અને અર્કનું બજાર

સુગંધીત ફુલોમાંથી બાષ્પશીલ તેલ કે અર્ક કાઢી પરફ્યુમરી અને ઔષધિય ઉપયોગ માટે ખેતરમાં જ ઉત્પાદન મેળવી શકાય છે. ફુલોની સુકવણી કરી ફ્લોરલ ક્રાફ્ટસની સારી એવી માંગ ઊભી થઈ રહી છે. આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના વનસ્પતિ શાસ્ત્ર વિભાગ દ્વારા ફૂલો માટે આવી ભલામણ કરવામાં આવી છે. નિકાસમાં કટફ્લાવર્સ, ફૂલછોડની ગાંઠો અને બીજ, ફૂલ છોડમાંથી કાઢેલ સુગંધી તેલ અથવા અર્ક વગેરે રૂપમાં પરદેશમાં નિકાસ થાય છે.

ઉત્પાદન ટનમાં અને વાવેતર વિસ્તાર હેક્ટરમાં છે
વિસ્તાર વર્ષ ગુલાબ મેરીગોલ્ડ મોગરા લીલી અન્ય કૂલ 2018-19
વિસ્તાર ઉત્પાદન વિસ્તાર ઉત્પાદન વિસ્તાર ઉત્પાદન વિસ્તાર ઉત્પાદન વિસ્તાર ઉત્પાદન વિસ્તાર ઉત્પાદન
દ.ગુજરાત 2018-19 1222 22035 2697 25992 288 2629 2391 24742 761 6801 7359 71179
મ.ગુજરાત 2018-19 2345 22531 4718 46132 532 4769 1601 16053 1333 11826 10529 101310
ઉ.ગુજરાત 2018-19 183 1583 890 8296 5 34 0 0 55 478 1133 10391
સૌરા-કચ્છ 2018-19 428 3716 660 5828 31 283 59 497 297 298 1476 12976
કૂલ 2018-19 4178 38865 8965 86229 856 7715 4051 41292 2447 21755 20497 195856
કૂલ 2008-09 3372 23942 4009 34777 535 2670 2079 13630 1479 10198 11473 85216
વધારો 9024 110640