ગાંધીનગર, 16 માર્ચ 2020
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી રહ્યુ છે. જામનગર જિલ્લામાં 63,391 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,25,000 હેકટર (1250 ચોરસ કિલોમીટર) જમીનમાં ખારાશનું પ્રમાણ જોવા મળ્યુ છે. દ્વારકા જિલ્લો 4051 ચોરસ કિલો મીટરનો છે તેમાં 1250 કોરસ કિલો મીટર જમીન તો ખારી થઈ ગઈ છે. 31 ટકા જમીન ખારી છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. આમ દ્વારકા હવે રણમાં ફેરવાઈ રહ્યું છે. કચ્છ જેવું ખારું રણ.
વધતી જતી ખારાશ એ જામનગર જિલ્લાના ખેડૂતો સહિત સરકાર માટે ચિતાનો વિષય બન્યો છે. કચ્છ પછી દ્વારકા જિલ્લામાં સૌથી વધું ખારી જમીન થઈ છે.
જામનગર અને દ્વારકામાં સાથે મળીને 1.55 લાખ હેક્ટર ખારી જમીન 2005-06માં હતી. તે હવે વધીને 1,88,391 હેક્ટર થઈ ગઈ છે. જેમાં દ્વારકાની જ 1.25 લાખ હેક્ટર જમીન ખારી થઈ છે.
તાલુકાના ગામો ભોગ બની રહ્યા છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની વસ્તી 8 લાખ છે. વિસ્તાર 4051 ચોરસ કિમી છે.
કલ્યાણપુર તાલુકાની 1412 ચોરસ કિલોમીટર જમીનના 66 ગામોમાંથી 12 ગામની જમીન અને ઓખા મંડળના 717 ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી ઘણો વિસ્તાર ખારો થઈ રહ્યો છે, 45 ગામમાંથી ઘણાં ખારી જમીન છે. ખંભાલીયાની કુલ 1190 ચોરસ કિલોમીટર જમીનમાંથી ઘણી જમીન ખારી છે.
ખાણ માફિયાઓ જવાબદાર
ખારી જમીન પાછળનું કારણ પથ્થર, રેતી અને કાચા કોલસાની ખાણો ખોદવામાં આવી રહી છે તે છે. અહીં સિમેન્ટ કંપનીઓ ગેરકાયદે ખણો ખોડી કાઢે છે. ખાણ માફિયાઓ કોલસો ખોદી રહ્યાં છે. તેથી જમીન ખારી બની રહી છે. લોકો એવું કહે છે કે, અહીંથી ભગવાન કૃષ્ણએ કુટંબ સાથે હિજરત કરી ત્યારથી આ વિસ્તારમાં કુદરતી હોનારતો આવતી રહી છે. ખારી જમીન કુદરત અને માનવ દ્વારા વધી રહી છે.
દ્વારકાની દરિયાકાંઠાની જમીનમાં ક્ષારના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેના કારણે પેટાળના પાણી પર જોખમ સર્જાયું છે. દરિયાઇ ખારાશને કારણે જમીન બંઝર બની રહી છે.
ગુજરાત સરકાર કંઈક છૂપાવે છે
જામનગર જિલ્લાની 63391 હેકટર જેટલી જમીન ખરાશ-યુકત બની છે. જામનગર જિલ્લામાં દરીયાકાંઠાની જમીનની અંગે લોકસભામાં મુદો ઉઠતા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ સ્વીકાર્યું હતુ કે, ગુજરાતમાં દરિયાકાંઠાની જમીનની કેટલી જમીનમાં ખારાશ છે. તેનો ડેટા જ ઉપલબ્ધ નથી. પરંતુ ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરીયાકાંઠાને જમીનમાં ખારાશ અટકાવવા નાણાકીય સહાયની દરખાસ્ત કરી છે. જેમાં જણાવ્યુ છે કે ખારાશ વધતા ભૂગર્ભ જળને પણ નુકસાન પહોંચી રહ્યું છે.
સરકારી યોજના નિષ્ફળ
ગુજરાત સરકાર દ્વારા જામનગર જિલ્લામાં દરીયાઇ ખારાશ અટકાવવા દરીયાકાંઠા ઉપર બેડ બંધારા યોજના, હડીયાણા બંઘારા યોજના, બાલંભા બંધારા યોજના તેમજ એક ડેમથી બીજા ડેમને જોડતી રેડીયલ કેનાલ, ચેકડેમો બનાવાયા છે છતાં દરિયાકાઠામાં વધતી જતી ખારાશ જમીનને નુકશાન પહોંચાડી રહી છે. કચ્છ પછી દેશમાં કૃષ્ણની દ્વારીકામાં જમીન સૌથી વધું ખારી છે.
કચ્છ જેવું દ્વારકા
કચ્છમાં 2006-7માં 16.85 લાખ હેક્ટર જમીન ઉજ્જડ હતી, જે 2015-16માં 14.59 લાખ હેક્ટર થઈ છે. આમ 2.26 લાખ હેક્ટર જમીન કચ્છમાં ઘટી છે. 5 લાખ હેક્ટર જમીન ઘટી છે જેમાં કચ્છની 50 ટકા જેવી જમીન છે.
રાજ્યમાં શું
ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી 26 લાખ હેક્ટર જમીન 2005-06માં હતી તે 10 વર્ષમાં ઘટીને 21 લાખ હેક્ટર થઈ છે. ગુજરાતમાં 13.80 ટકા જમીન ઉજ્જડ અને વેરાન પડી રહી છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. સુરેન્દ્રનગરમાં રણ, જામનગર-દેવભૂમિ દ્વારકામાં સમુદ્રકાંઠાના કારણે 1.55 લાખ હેક્ટર અને ભાવનગર એમ આ 3 જિલ્લામાં 10 ટકા કરતાં વધું જમીન ખારો પટ કે ખેડી ન શકાય એવી જમીન છે. બાકીના જિલ્લાઓમાં 10 ટકા કરતાં નીચે ખેતી માટે ઉજ્જડ બની ગયેલી જમીન છે. આવી જમીન પર જ ઉદ્યોગો સ્થાપવા ભલામણ કરવામાં આવી છે. ગુજરાતમાં આવી ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી જમીનનો વપરાસ વધી રહ્યો છે તે સારી નિશાની માનવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં 89 હજાર હેક્ટર જમીન ઉજ્જડ છે.