શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત

Controversy over the implementation of lockdown with RSS activist Danda with police in Kutch, कच्छ में पुलिस के साथ आरएसएस कार्यकर्ता डंडा के साथ लॉकडाउन के कार्यान्वयन पर विवाद। કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ

કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ

જયેશ શાહ .ગાંધીધામ

કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે.

આરએસએસનાં કાર્યકરો દ્વારા પોલીસની ફાયબર સ્ટીક દ્વારા લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. જેને કારણે પોલીસ સિવાયનાં સાવ અલગ કહી શકાય તેવા લોકોને જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો પણ અચંબામાં પડી ગયા હતા. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા RSSને મંજૂરી આપવામાં આવેલી છે. અને તેમના કાર્યકરોને બાકાયદા ફોટાવાળા આઈડેન્ટીટી કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. allgujaratnews.in

કચ્છનાં ગાંધીધામમાં ગઈકાલથી રિલાયન્સ સર્કલ, ઓમ સર્કલ, ઓસ્લો ચાર રસ્તા, ટાગોર રોડ વગેરે માર્ગો ઉપર પોલીસની સાથે પેન્ટવાળા RSSના કાર્યકરો ડંડા સાથે લોકોને અટકાવી રહ્યા છે.

પોલીસે સામેથી તેમને મંજૂરી આપી છે કે, તેઓ મંજૂરી લેવા ગયા હતા. RSS કાર્યકર અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સરકારે પોલીસને RSSનાં કાર્યકરોનો સહયોગ લેવાની સૂચના આપી છે, તે સ્પષ્ટ થયું નથી. allgujaratnews.in

આર.એસ.એસ.ની સત્તાવાર પ્રયોગ શાળા ગુજરાત છે. અહીંથી દેશમાં બધા પ્રયોગો કરવામાં આવ્યા છે. 2002માં સંઘએ નાગપુરથી વડા પ્રધાન બનાવવાનું નક્કી કરાયું હતું. આજે વડા પ્રધાને સંઘના છે. હવે આર.એસ.એસ. પોલીસને બદલે કામ કરી શકે છે કે નહીં તેનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. લોકોને આવું જ લાગે છે.

પરંતુ એ સ્પષ્ટ છે કે દેશના વડા પ્રધાન આરએસએસના સંપૂર્ણ સમયના પ્રચારક છે. ગુજરાતના તમામ મુખ્ય પ્રધાનો, સુરેશ મહેતાને બાદ કરતાં, આરએસએસ તરફથી આવ્યા છે. હરેન પંડ્યાથી અમિત શાહ અને તાજેતરના હોમ સ્ટેટ હેડ પ્રદીપ જાડેજા બધા આરએસએસ તરફથી આવ્યા છે.

RSS સ્વયંસેવકોને જેમના નામથી પાસ-મંજૂરી આપવામાં આવી છે, તેવા પૂર્વ કચ્છ પોલીસનાં હેડ ક્વાર્ટરનાં ડેપ્યુટી SPનો સંપર્ક થઈ શક્યો નથી.

SP વિપૂલ આર. પટેલનો વારંવાર સંપર્ક કરવા છતા, તેઓ મળી શક્યા નહોતા. એસએમએસ થકી પણ ડીવાયએસપી પટેલનો સંપર્ક કરતા છેવટે તેમણે સરકારી મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. allgujaratnews.in

RSSના કાર્યકરોને પોલીસની સાથે ડંડા સાથે રોડ ઉપર તૈનાત કરવામાં આવતા, કચ્છ કોંગ્રેસે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

કચ્છ કોંગ્રેસનાં પ્રમુખ, યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે પૂર્વ કચ્છનાં એસપીને રજુઆત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસને જો લોકડાઉનમાં મદદની જ જરૂર તો હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ સહિત ગાંધીધામ જેવા શહેરમાં ટ્રાફિક રોડ બ્રિગેડ(TRB)નાં લોકોની મદદ પણ લઈ શકાય તેમ છે. વિવાદ કરવા શા માટે આવું કરવામાં આવ્યું છે, તે એક મોટો પ્રશ્ન છે. allgujaratnews.in

RSS કાર્યકરોને જોઈને, પોલીસ દ્વારા કરવામાં આવેલું આઉટ સોર્સિંગ કહીને ટ્વીટર ઉપર મજાક પણ ઉડાવી હતી