દિલીપ પટેલ, અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2022
ચિત્તાને ભારતમાં લાવવાનો બીજો પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીના સમયમાં અમલી તો બન્યો છે. પણ જે રીતે ગુજરાતમાં 2009માં મોદી ચિત્તા લાવ્યા અને તે પ્રજનન વગર મોતને ભેટ્યા એવું કુનોમાં થઈ શકે છે.
ભારતમાં 70 વર્ષ બાદ વડાપ્રધાન મોદીએ તેમના જન્મદિવસે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે. નામીબિયાના આઠ ચિત્તાએ ભારતની ધરતી પર પગલાં માંડ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને ત્રણ ચિત્તાને ક્વોરન્ટીન વાડામાં છોડ્યા હતા.
100 કરોડનું ખર્ચ
પ્રોજેક્ટમાં શરૂઆતનો ખર્ચ 40 કરોડની આસપાસ છે. જેમ જેમ ચિત્તા અહીં આવશે તેમ તે ખર્ચ વધશે. મોનિટરિંગ, તેમના રખરખાવનો ખર્ચ અને આ સિવાયના કેટલાક ખર્ચ જે ક્યારેય સામે આવવાના નથી તેવા પણ છે. 100 કરોડ જેવું ખર્ચ વસતી વધારવા માટે થશે.
જુનાગઢની લીંક
https://www.facebook.com/watch/?v=603883587863475
ગુજરાતમાં નાશ થયો
નવાબના સમયમાં સક્કરબાગ ઝૂ પાસે છેલ્લે 1945માં ચિત્તા હતા. 2006માં સિંગાપોર પ્રાણીસંગ્રહાલયે આફ્રિકન ચિત્તાના બદલામાં સકરબાગ ઝુઓલોજીકલ પાર્કમાંથી એશિયાટિક સિંહો મેળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. અને 63 વર્ષ બાદ ભારતમાં આવ્યા હતા. 24 મે 2009માં ગુજરાતમાં જુનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં 4 ચિત્તા લવાયા હતા. લોકોને જોવા માટે ખુલ્લા મુકાયેલા હતા. ચિત્તા 2011 સુધી ખુલ્લા પાંજરામાં હતા. બે નર અને બે માદા ચિત્તાને પર્યટકો આ રીતે રખાયા પછી મોત થયા હતા. ત્રણ સિંહોના બદલામાં સિંગાપોરથી 4 ચિત્તા લવાયા હતા. જેના માટે વર્ગ-3 ના કર્મચારીઓને ખાસ ટ્રેનીંગ માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા.
ચારેય ચિત્તા 12 વર્ષની ઉંમરે બે વર્ષમાં જ 2011માં મોતને ભેટ્યા હતા. આમ નરેન્દ્ર મોદી ચિત્તા લાવ્યા તો ખરા પણ તેના મોત માટે વન વિભાગ જવાબદાર છે.
કુનો કેવું છે
વડા પ્રધાન સહિત અન્ય આગેવાનો માટે અહીં છ હેલિપેડ ઊભા કરવામાં આવ્યા છે. ચિત્તાઓને દિલ્હીથી લાવવા એરફોર્સના ચોપર વિમાનનો ઉપયોગ કરાયો હતો.
8 લવાયા છે અને ત્રણ-ચાર વર્ષમાં આ ચિત્તાઓની સંખ્યા પચાસ સુધી પહોંચશે.
કુનો નેશનલ પાર્કમાં 500 હેક્ટર ઇલેક્ટ્રિક ફેન્સિંગ ધરાવતો વિસ્તાર પણ તૈયાર કરવામાં આવ્યો છે. ચિત્તાને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા નથી.
મોનિટરિંગ કરવા માટે સ્ટાફને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. ચિત્તાને આહાર મળી રહે તે પ્રમાણે હરણોને વસાવાયા છે. 15,000થી 20,000 હરણ વસે છે. પેન્ચ નેશનલ પાર્કમાંથી ચિતલને અહીંયા લાવવામાં આવ્યા છે.
કુનોમાં શિકાર કરવા માટે પૂરતાં -ચિત્તલ, નીલગાય, સાબર, ચિન્કારા અને જંગલી ભૂંડ છે.
કૂતરા અને ગાય-ભેંસ છે તેમનું રસીકરણ કરવામાં આવ્યું છે.
એશિયાટીક ચિત્તા કદમાં નાના છે. આફ્રિકન મોટા છે. સિંહની જેમ.
કુનો કરતાં કચ્છ શારૂં
સાંભર હરણનો શિકાર કરવાનું આફ્રિકન ચિત્તા માટે અઘરું છે. ઉપરાંત અહીંયાનું ગાઢ જંગલ પણ ચિત્તાને અનુકૂળ આવશે કે નહીં તે પ્રશ્ન છે. સામાન્ય રીતે ચિત્તા ખુલ્લાં ઘાસના મેદાનોમાં નિવાસ કરે છે. તેથી કુનોમાં વલણમાં બદલાવ જોવા મળશે. હજુય ઘણાં પ્રશ્નો છે. આ સિવાય ચિત્તા મોકળાં ક્ષેત્રમાં રહેવા ટેવાયો છે. તેમનું બ્રિડિંગ પણ તે કારણે ઓછું થશે. ચિત્તા ગુજરાતમાં બન્નિ કે વેળાવદરમાં લવાયા હોય તો તેમને માટે અનુલુખ જગ્યા હતી.
સામાન્ય રીતે 100 ચિત્તાઓને 5000 Sq. Km.નો વિસ્તાર જોઈએ. જે કચ્છમાં છે.
વિજય રૂપાણીનિ નિષ્ફળતા
ગુજરાતમાં ચિત્તા રહે તેવું કેન્દ્ર ઈચ્છે છે. પરંતુ ભાજપ સરકારે કોઈ કાર્યવાહી જ ન કરી.
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના માધ્યમથી કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ગુજરાતમાં ચિત્તા લાવવા રસ લીધો હતો.
ગુજરાતના બન્નીના ઘાસના મેદાનો અને કચ્છ વન્ય અભયારણ્યમાં ચિત્તાને લાવવા માટે કહ્યું હતું. રાજ્ય સરકારે હજી સુધી NTCA અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિને જવાબ આપ્યો નથી.
કમિટી બની
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં ત્રણ સભ્યોની કમિટી બનાવી હતી. જેમાં વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પૂર્વ ડિરેક્ટર રણજીત સિંહ, WIIના ડીજી ધનંજય મોહન અને કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયના પ્રાણીસૃષ્ટિના DIGનો સમાવેશ થતો હતો. સમિતિની ભૂમિકા NTCAને ચિત્તાના પુનર્જન્મ પ્રોજેક્ટમાં ભારતમાં શ્રેષ્ઠ સ્થળ શોધવા માટે આખા દેશમાં ફરીને કહ્યું હતું કે કચ્છનું બન્ને મેદાન શ્રેષ્ઠ છે.
બન્ને પછી કૂનો-પાલપુર વન્યપ્રાણી અભ્યારણ્ય, જે શિયોપુર-શિવપુરી જંગલના લેન્ડસ્કેપનો એક ભાગ છે, તે સર્વે કરવામાં આવેલી જગ્યાઓમાં બીજા નંબરનો સૌથી મોટો વિસ્તાર હતો. મધ્યપ્રદેશમાં નૌરાદેહી વન અભ્યારણ્ય અને રાજસ્થાનમાં શાહગઢ વિસ્તાર જગ્યાઓની સૂચિમાં અન્ય દાવેદાર હતા.
10 જગ્યાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. ભારતમાં મધ્યપ્રદેશના કુનો-પાલપુર, નૌરાદેહી, તામિલનાડુના મોયાર, રાજસ્થાનના તાલ છાપર, શાહગઢ, ગુજરાતમાં વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા વસાવી શકાય તેમ છે.
‘એસેસિંગ ધ પોટેન્શિયલ ફોર રિઈન્ટ્રોડ્યૂટિંગ ધ ચિતા ઈન ઈન્ડિયા’ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. પછી આફ્રિકા, નામ્બિયા અને સાઉથ આફ્રિકાથી ચિત્તા લાવવાનું નક્કી કરાયું હતું. શરૂઆતમાં કેન્દ્ર સરકાર આ ત્રણ દેશોમાંથી 18 ચિત્તા લાવવાની યોજના તૈયાર કરી હતી.
સમિતિના વડા રણજીત સિંહે જાહેર કર્યું હતું કે, ભારતના મંત્રાલયે ગુજરાત સરકારને પત્ર લખીને ચિત્તા વિશે અભિપ્રાય માગ્યો હતો. પરંતુ, ગુજરાત તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
ગુજરાત તરફથી જવાબ ન મળ્યો હોવાથી, વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા ભારતમાં ચિત્તાને લાવવા માટે મધ્યપ્રદેશના કૂનો-પાલપુર પર વિચારણા શરૂ કરી હતી. આમ ગુજરાતની ભાજપ સરકાર ભારે બેદરકાર રહી હતી.
ગુજરાત શ્રેષ્ઠ હતું
ચિત્તા માટે ઘાસના મેદાનોમાં આરામદાયક છે અને ગુજરાતમાં બન્ની તેમના માટે શ્રેષ્ઠ જગ્યા છે. આ સિવાય, તેની નજીક કાળો ડુંગ વિસ્તાર છે, જ્યાં સારી સંખ્યામાં શિયાળ છે.
બન્ની ઘાસના મેદાન ચોરસ કિલોમીટરમાં 10-12 પ્રાણીઓનો શિકાર માટે મળી રહે તેમ હતા. શિકારની સંખ્યા વધારવા માટે ગુજરાત સરકારે જ ચિત્તલ અને સાંભર હરણ વધારવા પડે તેમ હતા.
બન્ની ઘાસના મેદાનોમાં, જંગલી શિકારની સંખ્યા ઓછી છે. વિસ્તારમાં 50થી વધુ ચિત્તાને રાખી શકાય તેમ છે. જો ગુજરાત સરકાર પગલાં લે તો ફરીથી ચિત્તા વસાવી શકાય તેમ છે. પણ રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ હાથ ધરવા માટે ઉત્સુક જણાતી નથી.
કેન્દ્રએ પણ ગુજરાતને ચિત્તાના વસવાટ માટે અનુકૂળ જગ્યા તપાસવાનો આદેશ આપ્યો હતો. છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. ચિત્તો છેલ્લે કચ્છના બન્ની અને રણમાં જોવા મળ્યું હતું. જેને ફરીથી ચિત્તા માટે તૈયાર કરી શકાય તેમ છે.
વેળાવદર સારું
ગુજરાતના ભાવનગરના વેળાવદર કચ્છનો બન્ની વિસ્તાર ચિત્તાને મોકળું મેદાન મળી રહે તેમ છે. બન્નીમાં એક સમયે 50 ચિત્તા હતા. આઝાદી પહેલાં ભારતમાં ચિત્તાનું ઘર હતું પરંતુ રાજપૂત રાજાઓએ શિકાર અને ઘટતા જતાં જંગલોના કારણે 1947માં છત્તીસગઢમાં છેલ્લા ચિત્તાએ દમ તોડી નાંખ્યો હતો.
રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કેન્દ્રમાં દરખાસ્ત કરી હોત તો ચિત્તા ગુજરાતમાં હોત.
કોંગ્રેસનો નિર્ણય
કોંગ્રેસ સરકારમાં છેલ્લે 2009માં જયરામ રમેશે આ પ્રોજેક્ટની વિચારણા કરી હતી. મોદી સરકારે તેને અનુમોદન આપ્યું છે.
વર્ષ 2013માં પણ આ અંગે વિચાર થયેલો પરંતુ તે સમયે વાત આગળ વધી શકી નહોતી. ચિત્તા સંરક્ષણ એક મોટી જવાબદારી છે, જેના માટે સાઇટમાં માનવવપરાશ પણ રોકવો પડે છે, જે સામાન્ય રીતે સરકારને પસંદ નથી હોતું. ગુજરાતમાં કચ્છ રણ પર આવેલ ખદીર અભયારણ્ય બનાવીને રાખી શકાયા હોત. લીલા વિસ્તારોને બદલે બાવળ અને સોલાર પેનલો મૂકી દેવામાં આવી છે.
ભારતમાં 1952માં ચિત્તા રહ્યાં ન હતા. ભારતમાં 1970થી વારંવાર ચિત્તાને ફરીથી વસાવવાના પ્રસ્તાવો થયાં છે પરંતુ રાજ્ય સરકાર તૈયાર થઇ નથી.
વાઇલ્ડલાઇફ પ્રિઝર્વેશન ઑફ ઇન્ડિયા’ના ભૂતપૂર્વ ડિરેકટર અને ગુજરાતના વાંકાનેરના ડૉ. એમ. કે રણજીતસિંહ ઝાલા હતા. તેઓ ‘ટાઇગર કન્ઝર્વેશન ઑથૉરિટી’, ‘વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા’, ભારતના ‘વાઇલ્ડલાઇફ પ્રિઝર્વેશન’ના સૌપ્રથમ ડિરેક્ટર અને ભારતના ‘વાઇલ્ડલાઇફ પ્રૉટેક્શન ઍક્ટ, 1972’ના ઘડવૈયા પણ છે.
1960માં એશિયાના એટલે કે ઇરાનમાંથી ચિત્તા અહીં વસાવવાનું આયોજન સરકાર દ્વારા થયું હતું. પરંતુ ઇરાન તરફથી તે વાત આગળ ન વધી.
સિંહોને કુનો નેશનલ પાર્ક ખાતે ખસેડવાની વાત આવી ત્યારે તે મુદ્દો છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તે સમયે સુપ્રિમ કોર્ટે આ બાબતે એવી ટિપ્પણી કરી હતી કે કુનોમાં નેશનલ પાર્કમાં સિંહો કરતાં વિદેશના ચિત્તાને ટ્રાન્સલોકેશન કરવા તે તદ્દન ગેરવાજબી છે.
19મી સદીમાં તો આફ્રિકા અને ઈરાનથી ચિત્તા ઇમ્પોર્ટ પણ કરાયા હતા.
ચિત્તા દ્વારા આજ સુધી ભારતમાં માત્ર એક જ વ્યક્તિનું મોત નિપજાવાયું હોવાની ઘટના નોંધાઈ છે. ગમે તેટલું આશ્ચર્યજનક હોય પરંતુ સત્ય આ જ છે.
વડોદરાના રાજા પાસે હતા 200 ચિત્તા
ગાયકવાડ રાજાઓએ 18મી સદીમાં સોનગઢમાં ચિત્તા પાળ્યા હતા. વડોદરાના મરાઠી રાજાએ શહેરના બગીખાનામાં ઘોડાઓની સાથે 200 ચિત્તાઓને રાખ્યા હતા. 1952 સુધી ચિત્તાઓને આંખે પટ્ટા અને શરીરે ચેઇન બાંધીને વડોદરાના રસ્તાઓ પર ફેરવવામાં આવતા હતા.
ગુજરાત રાજ્યમાં છેલ્લે 1894માં ભાવનગર જિલ્લામા શેંત્રુજી નદીના પટમા ચિત્તો દેખાયો હતો. 1812માં અંગ્રેજ ઓફિસર જેમ્સ ફોબ્ર્સે દક્ષિણ ગુજરાતમાંથી ચિત્તાનો શિકાર કર્યો હોવાની નોંધ થયેલી છે. કચ્છના બન્નીના મેદાનમાં 50 ચિત્તા રહેતા હતા. કાળા ડુંગર પર ચિત્તાઓનો વસવાટ હતા. પરંતુ ગુજરાતમાંથી રાજાઓના શિકાર અને પાળવાના કારણે ગુજરાતથી ચિત્તા લુપ્ત થતા ગયા.
રાજપૂત રાજાઓનો શિકાર
રાજાઓ ચિત્તાને સ્ટેટસ સિમ્બૉલ માનતા. ચિત્તાને પોતાની માલિકીના બનાવી તેમને તાલીમ આપતા અને ખાસ શિકાર માટે તૈયાર કરતા. બંધનમાં રાખવાને કારણે એક દિવસ એવો આવ્યો કે આપણા દેશમાંથી ચિત્તાનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ ગયું. રાજાશાહી વખતે ચિત્તાને બંધનમાં રાખવાનું ચલણ વ્યાપક હતું. આ દરમિયાન 14મીથી 16મી સદીમાં ચિત્તાનું બ્રીડિંગ ખૂબ ઓછું થઈ ગયું. એ બાદ 18મી સદીમાં તો તેની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ.
મધ્ય ભારતના સુરગુજા સ્ટેટના મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દેઓના નામે 1,360 વાઘનો ક્રુરતાથી શિકાર કર્યો હતો. શિકારનો વિક્રામ કરવા માટે શિકાર કર્યા હતા.
ભારતમાં એશિયાટિક ચિત્તાના લુપ્ત થવાની જાહેરાત સત્તાવાર રીતે 1952 માં કરવામાં આવી હતી. હાલમાં એશિયાટિક ચિત્તા માત્ર ઈરાનમાં જ જોવા મળે છે. રાજપુત રાજાઓ તેનો મોટો શિકાર કરતાં હતા. ભારતની આઝાદી પહેલા ઘણા રાજ્યોના શાસકોએ ચિત્તાને પકડીને રાખ્યા હતા. કોલ્હાપુરના મહારાજાએ 1937માં આફ્રિકાથી 10 હજાર પાઉન્ડ ખર્ચીને શિકાર માટે ચિત્તા આયાત કર્યા હતા.
ભરવાડોનો શિકાર
મુઘલ રાજા અકબર લગભગ નવ હજાર ચિત્તા રાખતા હતા. ભારતની ઘાસવાળી જમીન, જંગલ વિસ્તાર કૃષિ માટે વપરાવા લાગ્યાં. અમુક ઐતિહાસિક નોંધો અનુસાર ભારતમાં ઘેટાં-બકરાંના પાલકો દ્વારા જ 200 જેટલા ચિત્તાના મોત નિપજાવી દેવાયાં હતાં.
ચિત્તાની ઝડપ
ચિત્તો એ બિલાડી કુળનું અનોખું પ્રાણી છે, સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી છે. ચિત્તાની ઝડપ કલાકના 112 થી 120 કિલોમીટરની હોય છે. આ ઝડપે તે 460 મીટરનું અંતર કાપી શકે છે. માત્ર ત્રણ સેકન્ડમાં શૂન્યથી 110 કિલોમીટરની વેગ પકડી શકે છે. ચિત્તાનું આયુષ્ય 12 વર્ષનું હોય છે. 20 થી 23 મહિનામાં તે પુખ્ત બની જાય છે.ચિત્તાની ઝડપ કલાકના 120 કિમીની હોય છે.
વિશ્વમાં
ચિત્તાની મોટાભાગની વસતી આફ્રિકાના છ દેશોમાં છે જેમાં ઝિમ્બાબ્વેમાં બે દાયકા પહેલાં 1200 ચિત્તા હતા, આજે પોણા બસો જેટલા છે. સમગ્ર વિશ્વમાં ચિત્તાની વસતી 7100 ની છે. ભારતમાં છેલ્લાં 70 વર્ષથી ચિત્તાઓ લુપ્ત થઈ ગયા છે. હાલ વિશ્વમાં લગભગ 7,100 ચિત્તા છે. આ પ્રજાતિનો કેટલી હદે વિનાશ કરાયો છે તેનો પુરાવો એ છે કે 20મી સદીમાં 44 જેટલા દેશોમાં એક લાખ કરતાં વધુ ચિત્તા હતા. હાલમાં ચિત્તા માત્ર 20 દેશોમાં સમેટાઈને રહી ગયા છે. છેલ્લે ભારતમાં ત્રણ ચિત્તાઓ બચેલા જે નરજાતિના હતા અને તેમનો મહારાજા રામાનુજ પ્રતાપ સિંઘ દેઓ દ્વારા શિકાર કરાયેલો.