- બીજા ક્રમના રાજ્ય મહારાષ્ટ્ર કરતા ત્રણ ગણું વધારે IEM ગુજરાતમાં
- વિજય રૂપાણીના પ્રશાસન-ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં – ઓનલાઇન એપ્રુવલ્સ – નો પેન્ડન્સી- પ્રોપીપલ-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમથી ગુજરાત બન્યુ મૂડીરોકાણો માટેનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન
- દર મહિને ૧૬ હજાર MSME ગુજરાતમાં નોંધાય છે
- દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં
- ગુજરાત હોલિસ્ટીક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનું રોલ મોડેલ બન્યું
- ગુજરાતમાં અગાઉના વર્ષ કરતા ચાર ગણું – રૂ. ૫૦ હજાર કરોડનું FDI આ વર્ષે આવવાનો અંદાજ
- ભારતમાં ફાઇલ થયેલા IEM દ્વારા રૂ. ૬ લાખ ૭૮ હજાર ૮૫૨ કરોડના મૂડીરોકાણોમાંથી એકલા ગુજરાતમાં જ રૂ. ૩ લાખ ૪૩ હજાર ૮૩૪ કરોડના મૂડીરોકાણો ઊદ્યોગો સ્થાપવા માટે થયા છે. એટલે કે દેશના કુલ IEMના અડધા ઉપરાંત ગુજરાતમાં થયા છે. ૫૧ ટકા IEM મેળવીને ઔદ્યોગિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે.દેશમાં બીજા ક્રમે આ ક્ષેત્રે મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું છે. તેમણે ૧ લાખ ૧પ હજાર ર૭૭ કરોડના IEM મેળવ્યા છે.પ્રથમ ક્રમે રહેલા ગુજરાત અને બીજા ક્રમના રાજ્ય મહારાષ્ટ્ર વચ્ચે ત્રણ ગણો તફાવત પડયો છે.
ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો તથા સિંગલ વીન્ડો કલીયરન્સ પણ સફળતાથી અમલી બન્યું છે.
જમીન તેમજ જરૂરી પરવાનગીઓ વિના વિલંબે મળી રહે તેવી સુદ્રઢ વ્યવસ્થા શ્રી ના નેતૃત્વમાં ઓનલાઇન વિકસાવવામાં આવી છે. ઊદ્યોગકારો અને સર્વિસ સેકટરમાં ઇઝ ઓફ ડૂઇંગ વધારવાના હેતુસર નિયત ધોરણો કરતાં પણ વધુ ઉદારત્તમ ધોરણો અપનાવી ઊદ્યોગકારોને વ્યાપક સુવિધા આપવામાં આવે છે.
ગુજરાતે મેન્યૂફેકચરીંગ, ઓટોમોબાઇલ પછી IEMને પરિણામે હવે નવાં સેકટર્સનો ઉમેરો થતાં ગુજરાત ના દ્રષ્ટિવંત નેતૃત્વમાં હોલિસ્ટીક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં દેશનું અગ્રીમ રાજ્ય બનશે.
વિદેશી રોકાણમાં આગળ
ગુજરાત ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે. ૨૦૦થી વધુ વિદેશી કંપનીઓ આ FDIને પરિણામે ગુજરાતમાં ઊદ્યોગ સ્થાપવા આવી છે. FDI ઇન્વેસ્ટમેન્ટ અગાઉના વર્ષ કરતા ચાર ગણું એટલે કે રૂા. પ૦ હજાર કરોડ થવાનો અંદાજ છે.
MSME
MSME માટેની જરૂરી વિવિધ એપ્રુવલ લેવામાંથી ત્રણ વર્ષ સુધી મુકિત આપવામાં આવી છે. MSME ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ કાર્યરત કરીને ડેકલેરેશન ઓફ ઇન્ટેટ માત્ર પાંચ જ મિનીટમાં મળી જાય છે. .
ગુજરાતમાં ૩૪ લાખથી વધુ MSME છે. દર મહિને નવા ૧૬ હજાર જેટલા MSME ઊદ્યોગ આધાર પોર્ટલ પર નોંધાય છે.
MSME ઉદ્યોગો માટે ૧૦૦ ટકા સોલાર એનર્જી સ્થાપિત કરવા માટે પ્રોત્સાહક નીતિ છે. લોન-ધિરાણની સુવિધા રાજ્ય સરકારે વિકસાવી છે. બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા જેવી નેશનલાઇઝડ બેન્ક સાથે MoU કરીને ૭ થી ૧પ દિવસમાં નાણાં સહાય મળે છે.
નેશનલ સ્ટોક એકસચેન્જ NSE સાથે પણ રાજ્ય સરકારે MoU કરવાના પરિણામે MSME એકમો કેપિટલ ફંડ ઊભૂં કરી શકે છે અને પોતાના સપ્લાય સામે ટ્રેડ રિસીવેબલ યોજના અન્વયે ત્વરિત પૈસા મેળવી શકે છે. લોન-સહાયના રિપેમેન્ટમાં પણ અગ્રેસર છે.
51 ટકા ગુજરાતમાં રોકાણ સાથે દેશમાં IEMમાં રૂ.૩.44 લાખ કરોડ રોકાણ
With 51% investment in Gujarat, IEM invested Rs.4.44 lakh crore in the country