With the PASSA accused, the new BJP vice-president M. S. Patel was seen rolling in Unjha
ઊંઝા મંદિરમાં
દિલીપ પટેલ
ગાંધીનગર, 16 જાન્યુઆરી 2021
4 દિવસ પહેલા જ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ઊંઝાના વતની અને પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને ખાસ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. પાસાના એક ગુનેગાર સાથે મંદિરમાં ફોટો સેસન કરીને લોકોને સંદેશ આપી દીધો છે કે, ઊંઝામાં હવે ભાજપનું ગુંડા રાજ આવી ગયું છે. નિયુક્તિ થઈ તેના બીજા દિવસે મહેન્દ્ર પટેલ ઊંઝા મંદિર દર્શન માટે આવ્યા હતા. ત્યારે તેની સાથે સતત આરોપીઓ સાથે હતા. કલેક્ટર કક્ષાના અધિકારી તેની ગંભીરતા તો જણતાં જશે. ભાજપના બે નેતાએ પાસામાં છુટવા માટે મદદ કરી હતી.
કાર્યક્રમ ઊંઝા મંદિરે દર્શન કરવા આવેલા ત્યારે ધમો મિલન પોતે મહેન્દ્ર પટેલ સાથે હતા. ઓટા સમાજના બન્ને છે. જુગાર ધામ ચવાતા હતા. 50 વર્ષ સુધી ઊંઝાને ભાજપનો ગઢ બનાવનારા નારણ પટેલ સામે બધા ભેગા થઈ રહ્યાં છે.
સમાજની દરેક બેઠકમાં ધમો હાજર હતો. હવે ધમાભાઈ અને મહેન્દ્રભાઈ ભાઈ ભાઈ બન્યા હતા.
મહેન્દ્ર પટેલનું કુટુંબ મૂળ કોંગ્રેસનું છે. તેમના પિતા અને ભાઈ કોંગ્રેસમાંથી ભાજપની સામે ચૂંટણી લડેલા છે. એપીએમસીનું કૌભાંડ બહાર લાવનારા પણ તેની ટોળકી હતી.
ધારાસભ્ય આશા પટેલ સામે સ્થાનિક લોકો છે. કે સી પટેલ આશાબેન સાથે છે.
પ્રદેશ મહામંત્રી તરીકે કે સી પટેલને સંગઠનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેના સ્થાને મહેન્દ્ર પટેલને લાવવામાં આવ્યા છે. હવે આશાબેન અને કે સી પટેલ સામે આફત શરૂ થઈ છે. તેઓ ઊંઝામાં ભાષણ આપી રહ્યાં હતા ત્યારે જ ભાજપના પ્રદેશ હોદ્દેદારો જાહેર થયા હતા. તેમની ચહેરો લાલચોળ થઈ ગયો હતો. પાસે બેઠેલા લોકોએ પણ તે જોયું હતું. કારણ કે બાષણ પૂરું થયા પછી તેઓ પોતાના મોબાઈલમાં સતત ભાજપનું લીસ્ટ જોઈ રહ્યાં હતા. હોલમાં બેઠેલા લોકોએ કે સી પટેલની હાલતની લોકોએ ભારે મજા લીધી હતી.
એપીએમસી, મંદિર અને નગરપાલિકા સાથે ધમો છે. જે પાસા હેઠળ હતો અને છૂટીને આવી ગયો છે.
ઊંઝા શહેર ભાજપના યુવા પ્રમુખ નિશીત પટેલ ઉપર હુમલા કેસમાં ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમા પટેલ જેલમાં બંધ હતો. 4 વર્ષ પહેલા મારામારી, લૂંટ, હત્યાના પ્રયાસ સહિતના કેસોમા સંડોવણી હોવાથી ઊંઝાના ધમા પટેલને પાસા હેઠળ વડોદરા જેલમાં રખાયો હતો. લાંબાસમયથી વિવાદામાં રહેલા ઊંઝાના ધમા મિલન વિરુદ્ધ જિલ્લા કલેકટરે પાસા હેઠળ કાર્યવાહી કરીને મહેસાણા જેલમાંથી પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા જેલમાં મોકલી આપ્યો હતો.
ધમા મિલન વિરુદ્ધ અત્યાર સુધીમા અસંખ્ય ફરિયાદો મારામારી, લૂંટ, જીવલેણ હુમલાની થઈ છે. જિલ્લા કલેકટર તેના વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરે તે પહેલાં તે હાઇકોર્ટમાંથી ધરપકડ સામે સ્ટે લાવ્યો હતો. પરંતુ તે કેટલીક શરતોને આધીન હતી. ભાજપના નિશીત પટેલ પર થયેલા હુમલાને પગલે ધમા પટેલ વિરુદ્ધ પુન: પાસાની કાર્યવાહી થઇ હતી.
1.30 કરોડની સોપારી
ઊંઝા નગરપાલિકાના કોર્પોરેટર સહિત બે ઈસમોએ ધમા મિલનની હત્યા કરાવવાની બહુચરાજીના જીતુ જોષીને રૂપિયા 1.30 કરોડમાં સોપારી આપી હતી. જે ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી સોપારી હતી.
બહુચરાજીના જીતુ જોષી સાથે ઊંઝા પાલિકાના કોર્પોરેટર સંજય પીટર તથા તેના મિત્ર ભવલેશ પટેલે બેઠક કરી હોવાનું ધમાએ પોલીસને કહ્યું હતું. ઊંઝાથી અપહરણ કરીને અમદાવાદમાં ધમાને રખાયો હતો. બે આરોપીએ જીતુ જોષીને 10 લાખની રકમ આપી હતી. ત્રણ દિવસે ધમા મિલન મહેસાણા જિલ્લાના મેવડ ગામ પાસેથી મળી આવ્યો હતો.
ઘર સળગાવ્યું
5 એપ્રિલ 2007માં ઊંઝા ભાજપ યુવા પ્રમુખ નિશિત પટેલના ભાઈ સહિતના આઠેક શખ્સોએ મિલન જૂથના સાગરીત રવિ પંચાલના ઘરે જઈ બહેન માતાને શહેર છોડી ચાલ્યા જવાની ધમકી આપી હતી. ધરને સળગાવી દીધું હતું. જેમાં રવિ પંચાલની બહેન સલામતી માટે બહાર નીકળતાં તેણીની હાથે પગે ગંભીર રીતે દાઝી ગયા હતા. તે અગાઉ ભાજપ યુવા મોરચાના પ્રમુખ નિશિત પટેલ પર ધમા મિલને જીવલેણ હૂમલો કર્યો હતો. જેમાં રવિ પંચાલનું નામ આરોપી તરીકે દર્શવાયું હતું.
પાસામાં ફરી અટકાયત
21 નવેમ્બર 2020માં ધમા મિલનની આખરે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. ઉંઝા પાલિકાના કોન્ટ્રાક્ટ કિલર આરોપીઓ ત્યારે ફરાર હતા. ઊંઝા શહેરમાંથી ઝડપાયેલા જુગારધામ મામલે કુખ્યાત ધમા મિલનને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલાયો હતો. મહેસાણા જિલ્લામાં અનેક જુગારધામ પોલીસની છત્રછાયા હેઠળ 24 કલાક ધમધમે છે. 31 ઓક્ટોબર 2020માં ધમા મિલનના ગુમ થવા અંગે તેમના મોટા ભાઇ જીતેન્દ્ર પટેલે પોલીસમાં આપેલી અરજી કરી હતી.
જય વિજય સોસાયટીમાં આવેલા ગણેશ આર્કેડમાં ધમા મિલનનું જુગારધામ ચાલતું હતું. ધમા મિલન સહિત નવ જેટલા જુગારીયાઓની અટકાયત કરી હતી. ગણેશ આર્કેડ ના બાંધકામમાં પરવાનગી લેવાઇ નથી.
કોણ છે મહેન્દ્ર પટેલ
સુરતમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા પૂર્વ આઇએએસ અધિકારી મહેન્દ્ર પટેલની નિમણૂક સૌથી ધ્યાન ખેંચનારી છે. ભાજપમાં સીધા ઉપપ્રમુખ બનાવી દેવાયા છે. તેથી ભાજપના ટોચના નેતાઓમાં પણ આશ્ચર્ય છે. કડવા પટેલ સમાજના આગેવાન પટેલ ઉત્તર ગુજરાતમાં સામાજિક કાર્યોમાં સક્રિય છે. તે પહેલા સૌરાષ્ટ્રને અન્યાય કરીને 7 ઉપપ્રમુખ, 8 મહામંત્રી અને 13 મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ હતું.
જુગારમાં રાજકીય પાસા થઈ હતી.
ભાજપના જ એક નેતાએ સોપારી આપી હતી. ધારાસભામાં અને એપીએમસી બજારમાં જીતાડનારા પણ ગુંડાઓ હતા. હવે મિત્ર
50 કરોડનો ગોટાળો થયો છે. એપીએમસીમાં ભાજપે કોઈ તપાસ કરી નથી. ભીનુ સંકેલવા માટે પ્રયાસ થઈ રહ્યો છે.
ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં ભારે ખેંચતાણ સર્જાઈ શકે છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા ને જઈ રહી છે ત્યારે ઊંઝામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય ગરમાવો વધી શકે છે. કારણ કે એક બાજુ ઊંઝા શહેર ભાજપ તેમજ બીજી બાજુ ધમા મિલન જૂથ સક્રિય બનીને ઝંપલાવી શકે છે. નોંધનીય છે કે અગાઉ ઊંઝા નગરપાલિકામાં ધમા મિલન જૂથનો દબદબો હતો ત્યારે હવે ઊંઝા શહેર ભાજપે નગરપાલિકામાં પોતાનું શાસન સ્થાપવા એડી ચોટીનું જોર લગાવવું પડશે. બીજી બાજુ મહેન્દ્ર પટેલ કે જેઓ ઓટા સમાજના છે અને ધમા મિલન પણ ઓટા સમાજના છે ત્યારે નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપ જો બે ભાગમાં વહેંચાઇ જાય તો શાસન ની ધુરા કોણ સંભાળશે એ જોવું રહ્યું !
સંગઠનના નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા, આઈ.ટી. તેમજ સોશિયલ મીડિયાના પ્રદેશ કન્વીનર, સહ-કન્વીનરશ્રીઓને અનેકગણાં અભિનંદન પાઠવું છું. pic.twitter.com/P99EvoFfjC
— C R Paatil (@CRPaatil) January 12, 2021