અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના જીવણપૂર નજીક આવેલા છારાનગરમાં દેશી દારૂ બને છે. અહીંના દેશી દારૂની ખુશ્બૂ સમગ્ર રાજ્યમાં પ્રસરેલી છે. દેશી દારૂના રસિકોમાં મોટી માંગ રહે છે. છારાનગરમાં દેશી દારૂ ગાળવાનો જાણે ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે. મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રો.ડીવાયએસપી ઈશ્વર પરમારે ચાર્જ સાંભળેલો છે. છારાનગરમાં અને નદીની કોતરમાં ધમધમતી મોટા ભાગની દેશી દારૂની ભઠ્ઠીઓ નાશ કરી દીધી હતી. છારાનગરમાં મોટેભાગે મહિલાઓ દેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી છે. અગમ ફાઉન્ડેશનની મહિલાઓ છારાનગરમાં પહોંચી દારૂ ગાળવાની અને વેચાણ સાથે સંકળાયેલ પરિવારની મહિલાઓને દારુ નહીં વેચવા સમજાવ્યા હતા. તમામ મહિલાઓએ “સારૂ કામ મળે તો દેશી દારૂ ગાળવાનું અને વેચાણનું કામ બંધ કરવા તૈયાર હોવાની” તેમની મનની વાત કરી હતી.
દેશી દારૂના ધંધાર્થે સંકળાયેલ કેટલાય પરિવારો આવા વ્યવસાયને નવી પેઢીને આપવા નથી માંગતા. આનાથી બાળકોમાં યોગ્ય પરવરીશ તેમજ યોગ્ય શિક્ષણ આપી શકતા નથી
દેશી દારૂ વ્યવસાયને તિલાંજલિ આપવા માંગી રહ્યા છે. જો તેઓને યોગ્ય કામ ઘેર બેઠા મળ શકે. તેઓની પાસે કોઇ જમીન અથવા તો કોઇ એવો રોજગાર નથી કે જેનાથી તેઓ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. દરરોજ રૂ.250 થી 400ની રોજીરોટી મળી રહેતો મહિલાઓ વંશ પરંપરાગત દેશી દારૂનો વેપલો છોડવા તૈયાર છે.
વિધવા મહિલાઓ છે અને એક બે પરિવારોમાં માત્ર મહિલાઓ જ કમાણી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે અહીંના ગ્રામજનોને તંત્ર દ્વારા કોઇ મદદ મળે તો દારૂના દૂષણથી તેઓ દૂર રહી શકે તેમ છે