गांधीनगर में विधायक के 9 कमरे के 2.25 करोड़ के फ्लैट पर काम शुरू, 9 मंजिल के 12 टावर पर काम जारी , Work started on MLA’s 9 room 2.25 crore flat in Gandhinagar, work continues on 12 towers of 9 floors
ગાંધીનગર, 26 એપ્રિલ 2023
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીના 6 દિવસ પહેલાં જ રહસ્યમય રીતે 28મી ઓક્ટોબર 2022માં જ ટેન્ડર આપવામાં આવ્યું હતું. ટેન્ડર 247 કરોડ રૂપિયાનું મંજૂર કરાયું હતું. જમીન સાથે કિંમત ગણવામાં આવે તો રૂ.500 કરોડનો પ્રોજેક્ટ થાય છે.
દરેક ફ્લેટની કિંમત 1.14 કરોડ રૂપિયા નક્કી કરાઈ છે. જમીન સાથે 2.25 કરોડ રૂપિયા થઈ જાય છે. જોકે, માર્કેટ વેલ્યુ મુજબ નવા ફ્લેટ રૂ. 75 થી 80 લાખ માં પડે. જેનું કારણ છે કે સરકાર પાસે ઈન્ફ્રાસ્ટ્રકચર, જમીન સહિતની બધી વસ્તુઓ તૈયાર હતી. ખાલી પ્લાન કરીને બાંધકામ જ કરવાનો હતો.
15મી વિધાનસભાના ધારાસભ્યોને 9 રૂમનો આધુનિક સુવિધા અને આલિશાન ફ્લેટ બની રહ્યાં છે. દોઢ વર્ષ પછી ધારાસભ્યો રહેવા જશે. 182 ધારાસભ્યો 2027માં વધીને 216 ધારાસભ્યો થવાના છે. એટલે એટલા ફ્લેટ બનાવવામાં આવી રહ્યાં છે. 13 જૂલાઇ 2021માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. પછી વિધાનસભા અધ્યક્ષે સેકટર-17ના સ્થળની મૂલાકાત લીધી હતી.
ગાંધીનગરમાં સેક્ટર-17માં નવા ફ્લેટ બની રહ્યાં છે. જે પહેલા એમએલએ ક્વાર્ટર હતા. તે સ્થળે જ ફરી નવા ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યાં છે. ઓક્ટોબરમાં મકાનો તોડીને ડિસેમ્બરમાં પાયા નંખાયા હતા.
સુવિધા
28576 મીટર વિસ્તારમાં નવા આવાશ તૈયાર કરવામાં આવશે. જેના પર ગ્રાઉન્ડ ફ્લોર સહિત 9 માળના 12 બ્લોક બનાવવામાં આવશે, આમ એક જ સ્થળ પર કુલ 216 ફલેટ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં એક ફ્લેટમાં 204 ચોરસ મીટરની જગ્યા મળશે. આ વિશાળ આવાસમાં 3 બેડરૂમ, રસોડું, ડાઈનિંગ એરિયા, ઓફિસ રૂમ, વેઈટિંગ રૂમ, બાલકની, ડ્રેસિંગ રૂમ, 3 અટેચ બાથરૂમ અને ટોઇલેટ, 1 કોમન બાથરૂમ અને ટોઇલેટ, 1 સરવન્ટ રૂમ હશે.
ધારાસભ્યોના નવા આવાસસ્થાન પર ગાર્ડન, મલ્ટિપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ સાથે ઘરમાં 3 સ્પ્લિટ એસી લગાવવમાં આવશે લિવિંગ રૂમ અને બેડરૂમમાં 43-43 ઈંચના LED ટીવી, રેફ્રીજરેટર અને RO પ્લાન્ટ મૂકવામાં આવશે. બાથરૂમમાં ગરમ પાણી માટે ઈલેક્ટ્રિક ગીઝરની પણ સુવિધા આપવામાં આવશે. સ્વિમિંગ પુલ, જીમ, ડાઈનિંગ હોલ, દવાખાનું, વિશાળ પાર્કિંગ સહિતની સગવડો પણ ઉભી કરવામાં આવશે. આ તમામ સગવડો સાથેનો ફૂલ ફર્નિસ આધુનિક ફ્લેટ છે. દિવસનું ભાડું સવા રૂપિયો છે.
અદ્યતન સુવિધા સાથેના આલિશાન ફ્લેટ અને આધુનિક એમેનિટીઝ પણ ધારાસભ્યોને આ સંકુલમાં હશે. હાલ સેક્ટર-21માં આવેલા ક્વાર્ટર કરતા બમણા છે. 274 ચોરસમીટરનો વિસ્તાર ધરાવતા વિશાળ ફ્લેટ છે. કુલ 28,576 ચોરસમીટર વિસ્તારમાં ધારાસભ્યનું સંકુલ બની રહ્યું છે. કેમ્પસમાં 9 માળના કુલ 12 ટાવર બની રહ્યાં છે. સેકટર-17 હનુમાન મંદિરની પાસે આવેલા જૂના એમએલએ કવાર્ટર છે. અત્યાધુનિક ભૂકંપ પ્રૂફ હાલ કરતા દોઢ ગણી સુખ સુવિધાઓ છે. ઓફિસ સ્પેસ મળી રહે તે રીતના ત્રણ બેડરૂમ હોલ કિચનનાં હાઈ રાઈઝ ક્વાર્ટર છે. ધારાસભ્યોના પરિવારને રહેવા અને ખરીદી કરવા માટે ખાસ અલાયદો સ્ટોર્સ બનાવવામાં આવી રહ્યો છે.
જૂના ફ્લેટ
ગાંધીનગરનાં સેક્ટર-21માં હાલમાં એમએલએ ક્વાટરમાં 14 બ્લોકમાં કુલ 168 મકાન આવેલા છે. જેનું ધારાસભ્યો પાસેથી માત્ર માસિક ભાડુ 37 રૂપિયા અને 50 પૈસા જ વસૂલવામાં આવે છે. આ આવાસોમાં 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રીજ, ટીવી સહિતની સુવિધા અપાય છે. જોકે, મકાનનું લાઈટબીલ પણ સરકાર દ્વારા ભરવામાં આવે છે.
37 રુપિયા 50 પૈસા ભાડું વસૂલાય છે . હવે તે આવાસો નાના પડે છે.
સોથી જૂના ક્વાર્ટર
ધારાસભ્યોને સૌ પ્રથમ 1 BHK ક્વાર્ટર ફાળવાયા હતા. જેમાં એક ડ્રોઇંગ રૂમ, એક બેડરૂમ, કિચન, ટોયલેટ, બાથરૂમ મળીને 51.87 ચો મી. નું બાંધકામ વાળા ક્વાર્ટર હતા. જે હાલમાં છ ટાઈપ કેટેગરીના મકાનો તરીકે ઓળખ ધરાવે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બે ક્વાર્ટર તેમજ ફર્સ્ટ ફ્લોર પર બે એમ ચાર ક્વાર્ટર મળી એક બ્લોકમાં ચાર ધારાસભ્યો રહેતા હતા. ત્રણ માળના પણ બ્લોક હતા. તે સમયે ધારાસભ્યોને એટેન્ડન્ટ, કેન્ટીન, નાનો ગાર્ડન તેમજ ઠંડા પાણી માટે કોમન પ્લાન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
એ વખતે અહીં ધારાસભ્યો માટે 28 હજાર સ્કવેર મીટર એરિયામાં વર્ષ 1977-78 માં નિર્માણ પામેલા 24 બ્લોકમાં ક્વાર્ટર ફાળવવામાં આવ્યા હતા. જેમાથી નવ યુનિટ વાળા ચાર બ્લોક પાડી દેવામાં આવ્યા છે જે જર્જરીત થઈ ગયા હતા. હાલમાં 20 બ્લોક હયાત હતા તે પણ તોડી પાડવામાં આવ્યા છે.
સ્થળનું મહત્વ
ગાંધીનગર ની રચના થઈ ત્યારથી 1 થી 30 સેકટરમાં સેકટર 17 શહેરની મધ્યમાં આવેલું છે. સચિવાલય, વિધાનસભા તેમજ શહેરના સૌથી મોટા બજાર સેકટર 21માં 10 મિનિટોમાં પહોંચી શકાય છે. સેકટર 17ની ઉચ્ચ અધિકારી કર્મચારીઓ માટે રહેવાનું ફેવરિટ સેકટર ગણવામાં આવતું રહ્યું છે.
હવે સેકટર 17 તેની આગવી ઓળખ ગુમાવી ચુક્યું છે. હવે સેકટર-17ને ફરી તેની જૂની ઓળખ મળી શકે તેમ છે.
સેકટર-17માં 2 BHK ટાઈપના ક્વાર્ટર બનાવવામા આવ્યા હતા.
ધારાસભ્યોને ફાળવેલા આવાસો એકદમ નાના તેમજ નજીક નજીક હોવાના કારણે ધારાસભ્યોની ગુપ્તતા જાળવવા સહિત જોઈએ એવી પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી અહીં નજીકમાં જ બે માળના ક્વાર્ટરનું વર્ષ 1988-89 માં 22 બ્લોક ના 6 યુનિટ મળી કુલ 132 ક્વાર્ટર બાંધવામાં આવ્યા હતા. અહીં ચાર બ્લોક ની વચ્ચે એક – એક ગાર્ડન પણ બનાવવામાં આવ્યા હતા. ચોવીસ કલાક પાણી, ટેલિફોન,લોન્ડ્રી, ચોવીસ કલાક એક બ્લોકમાં એક એક એટેન્ડન્ટ પણ મૂકવામાં આવ્યા હતા. જેનું સંચાલન અહીં બનાવાયેલ સુવિધા કચેરીથી કરવામાં આવતું હતું.
હાલના ક્વાર્ટર
હાલ સેકટર-21માં 3 BHK ક્વાર્ટરમાં ધારાસભ્યોનો વસવાટ છે. હાલમાં ડી ટાઈપ કેટેગરી ગણાતા 79.50 ચો મી એરિયાના ક્વાર્ટરમાં એક રૂમ, ડાઇનિંગ એરિયા, સ્ટોર રૂમ, બે બેડરૂમ અને ટોયલેટ, બાથરૂમ વાળા હતા. જેમાં ધારાસભ્યો ને પલંગ, ખુરશી ટેબલ, ગાદલા ગોદળા તેમજ ઠંડા પાણી માટે કોમન RO પ્લાન્ટ ની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત ધારાસભ્યોનાં પરિવારજનોને જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓની ખરીદી માટે અહીં દુકાનો પણ બાંધવામાં આવી હતી. જેમાં લોન્ડ્રી, કરિયાણું, ડેરી, નાસ્તો મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ ક્વાર્ટરમાં દિગ્ગજ ધારાસભ્યો રહેતા હતા જેમાં પૂર્વ મુખ્યમંત્રી મંત્રી સુરેશ મહેતા એ વખતે તેઓ નાણાં મંત્રી હતા. તેમજ ગોંડલના ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા સહિતના ધારાસભ્યો અહીં રહેતા હતા.
ગાંધીનગર નાં સેકટર 21 માં હાલમાં MLA ક્વાર્ટરમાં 14 બ્લોકમાં કુલ 168 મકાન આવેલા છે. જેનું ધારાસભ્યો પાસેથી માત્ર માસિક ભાડુ 37 રૂપિયા અને 50 પૈસા જ વસૂલવામાં આવે છે. આ ક્વાર્ટરમાં 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રીજ, ટીવી સહિતની સુવિધા અપાય છે. એટલે સુધી કે પગ લુછણીયા, પડદા ફિનાઈલ ટોયલેટ ક્લીનર પણ પૂરા પાડવામાં આવે છે. મકાનનું લાઈટબીલ પણ સરકાર દ્વારા ભરવામાં આવે છે.
હાલમાં સેક્ટર 21 માં આવેલ ધારાસભ્યોના ક્વાર્ટર્સ 30 હજાર ચો મી પ્લોટ એરિયામાં બનેલા છે. જેમાં 67.68 સ્કવેર મિટર કાર્પેટ એરિયા તેમજ 93.80 સુપર બિલ્ડ અપ એરિયા બાંધકામ છે.
પગાર
ધારાસભ્યોને રૂ. 78 હજાર 800 પગાર અને વિવિધ ભથ્થા સહિત મહિને 1.16 લાખ રૂપિયા મળે છે. જેમાં 7 હજાર ટેલીફોન ખર્ચ, 5 હજાર પોસ્ટલ-સ્ટેશનરી ખર્ચ, 20 હજાર પર્સનલ આસિસ્ટન્ટ એલાઉન્સનો સમાવેશ થાય છે. તેમ છતાં ધારાસભ્યો પાસેથી માસિક 37 રૂપિયા અને 50 પૈસા જ ભાડું લેવામાં આવે છે. મફત રહેવાનું આપવામાં આવે છે.