કલેક્ટર મિહિર પટેલ અને પોલીસ વડા અક્ષય રાજ સીધા જવાબદાર
જાણો ફટાકડાની શોધથી વિનાસ સુધીની હકીકતો
અમદાવાદ, 3 એપ્રિલ 2025
1 એપ્રિલના રોજ, ગુજરાતમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 21 લોકો માર્યા ગયા હતા અને પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે ઘણા મૃતકોના શરીરના ભાગો 200 મીટર દૂર એક ખેતરમાં વિખરાયેલા મળી આવ્યા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડા ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી હતી.
મોટાભાગના મૃતકો મધ્યપ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહીર પટેલના જણાવ્યા મુજબ મંજૂરી વગર ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. 31મી ડિસેમ્બર 2024 રોજ ફટાકડાના સ્ટોરેજનું લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયું હતું. 15મી માર્ચે પોલીસે આ સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસની મુલાકાત દરમિયાન ગોડાઉન ખાલી હતું. પોલીસે નેગેટિવ અભિપ્રાય આપતા લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યું નહોતું.
ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. આસપાસના રહેવાસીઓનું કહેવું છે કે અંહી મોટી સંખ્યામાં નાના બાળકો પાળીમાં કામ કરતા હતા.
ભાજપ સરકારના ઉદ્યોગપ્રધાન બળવંત સિંહ રાજપૂત સિવિલ હોસ્પિટલ ગયા હતા. અધિકારીઓને બેઠક યોજી હતી. ફેક્ટરીમાં કામ કરતા એક યુવાનની પૂછપરછ કરવામાં આવી હતી.
પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ફટાકડા સ્ટોરેજની આ જગ્યા પર ઘટની બની છે. ફટાકડા સ્ટોરેજનું લાયસન્સ રીન્યુ કરવાની અરજી કરી હતી. 31 ડિસેમ્બર 2024 નાં રોજ લાયસન્સ એક્સપાયર થયું હતું. ફટાકડા સ્ટોરેજનું લાસયન્સ રીન્યુ કરાયું ન હતું. સુરક્ષા ઉપકરણોના અભાવે લાયસન્સ રીન્યુ કરાયું ન હતું. ફટાકડા સ્ટોરેજ લાયસન્સ વગર જ શરૂ કરી દેવાયા હતા.
કલેક્ટર અને પોલીસ વડાની બેદરકારી
ગોડાઉન હોવાથી માત્ર ફટકડા સ્ટોર કરવાની મંજૂરી હતી. પણ ફટાકડાનું ઉત્પાદન થતું હતું.
સ્લેબ ધરાશાયી
ડીસાના ઢૂવામાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો. કાટમાળ વચ્ચે અને ભીષણ આગમાં મૃતદેહને શોધવાનું કામ અઘરું બન્યું હતું. JCBની મદદથી કાટમાળ હટાવવામાં આવ્યો હતો.
પોલીસવડા
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજએ જણાવ્યું કે, અહીં એફએસએલની ટોળી હાજર છે. અહીં ફટાકડા બનાવાતા હોય એવા કોઇ પુરાવા નથી. કોઇ ભીષણ આગ લાગી નથી, પરંતુ કોઇ અજ્ઞાત કારણોસર બ્લાસ્ટ થયો છે. પ્રોપર વેક્યૂમ ન થવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું માની શકાય છે. જેમાં શ્રમિકો દટાયા હોઇ શકે છે. કસૂરવારોને છોડવામાં નહીં આવે તેમજ અહીં કોઇ પ્રકારનું બોઇલર ફાટ્યું હોય એવા કોઇ પુરાવા નથી.
પોલીસ ફરિયાદ નોંધી લીધી છે. દિપક ટ્રેડર્સ નામે ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું. જે દિપક સિંધી અને એમના પિતાના નામે આ હતું. પોલીસે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે.
ફેક્ટરી ગેરકાયદેસ રીતે ચાલી રહી હતી. આના માટે કોણ જવાબદાર છે?
SITની રચના
ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા છે. ડીવાયએસપી સી.એલ. સોલંકી, પીઆઈ વી.જી.પ્રજાપતિ, પીઆઈ એ.જી. રબારી, પીએસઆઈ એસ.બી. રાજગોર અને પીએસઆઈ એન.વી. રહેવારને SITમાં સામેલ કરાયા છે.
બીજી ખાસ તપાસ ટોળી
સરકાર દ્વારા ખાસ તપાસ દળ(SIT)ની રચના કરી અને 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપવાનો આદેશ કરાયો હતો.
1) ભાવિન પંડ્યા, IAS, સેક્રેટરી લેન્ડ રીફોર્મ્સ, મહેસૂલ વિભાગ (અધ્યક્ષ)
2) વિશાલ વાઘેલા, નાયબ પોલીસ મહાનિરીક્ષક (સભ્ય)
3) એચ.પી.સંઘવી, ડાયરેક્ટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર (સભ્ય)
4) જે.એ.ગાંધી, ચીફ એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગ (સભ્ય)
તપાસ કરવામાં આવશે કે કયા સંજોગોમાં અને કયા કારણોસર વિસ્ફોટનો બનાવ બન્યો હતો?
ફટાકડાની ફેક્ટરી શરૂ કરવા મંજૂરી મેળવી હતી કે નહીં?
વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ માટે ગોડાઉનની અલગથી મંજૂરી મેળવવાની થાય કે કેમ?
નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી છે, તેના માટે કોણ જવાબદાર?
એક્સપ્લોઝિવ એક્ટ, 1884 અને એક્સપ્લોઝિવ રૂલ્સ, 2008ની જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં?
કામદારો માટે લેબર લો તથા ચાઈલ્ડ લેબર લો નું પાલન કરવામાં આવેલ છે કે કેમ?
બાંધકામના નિયમોનું પાલન કરવામાં આવેલ હતુ કે કેમ?
ફાયર એન.ઓ.સી ની પરવાનગી સાથે તથા તે સંબંધે રાખવાના થતા સુરક્ષાના સાધનો તથા અકસ્માતના સામે સુરક્ષા વ્યવસ્થા.
સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે કે કેમ?
બનાવના સંબંધમાં નિષ્કાળજી/બેદરકારી માટે જવાબદાર વ્યક્તિઓ અંગે તપાસ કરશે.
ફટાકડાની ફેક્ટરીના નિરીક્ષણમાં બેદરકારી દાખવનારા અધિકારી સામે તપાસ કરવાની માંગ છે.
મૃતદેહ ઓળખવા મુશ્કેલ
આગમાં સળગી જવાના કારણે તમામ મૃતદેહો બળીને ખાખ, કોલસા જેવા થઇ ગયા હોવાથી પોસ્ટમોર્ટમ કરવું અને મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ફેક્ટરીમાં 23 લોકો હતા.
સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણા કર્યા હતા.
ધરપકડ
માલિકી દીપક ખુબચંદ અને દિપક મોહનાની ફરાર થઈ ગયા હતા. પછી ઈડરથી ધરપકડ કરાઇ હતી.
દીપક મોહનાણી અમદાવાદ પોલીસના હાથે ક્રિકેટ સટ્ટાના એક મોટા કેસમાં માર્ચ-2024માં ઝડપાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં IPL-2024 ની ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન અનેક સટ્ટોડીયા મેદાનમાંથી પકડાયા હતા.
હમીરગઢમાં દિપક સિંધી 2023માં ફટાકડાનું વેચાણ કરતો હતો. ગોડાઉનમાં દીપક એક વર્ષ માટે આવ્યો હતો. દિપક સિંધીના ભાગીદાર વિનુભાઈ ગોલવાણી સાથે હતો.
વેપારીઓને ફટાકડા આપવા બાબતે દિપક સિંધીએ છેતરપિંડી કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિપકને તેના પિતા સાથે ન બનતા બે વર્ષ અગાઉ બનાસકાંઠા છોડીને સાબરકાંઠા આવ્યો હતો. દીપકને સટ્ટામાં દેવું થઈ જવાથી પિતાએ ઘરેથી કાઢી મૂક્યો હોવાની માહિતી સામે આવી હતી. જિલ્લામાં દિપકને ઉઘરાણી બાબતે લોકો આવતા હોવાથી તેને સાબરકાંઠા છોડ્યું હતું. ગાંભોઈ નજીક રૂપાલ ગામ પાસે મોટા પ્રમાણમાં ફટાકડાનું વેચાણ કરવામાં માટે પરમિશાન માગી હતી.
31 માર્ચ 2024ના રોજ મોદી સ્ટેડીયમમાં આવેલી પ્રેસિડેન્ટ ગેલેરીમાંથી દીપકકુમાર ખેમચંદભાઈ મોહનાનીને ઝડપી લેવાયો હતો. દીપક મોહનાણી (રહે. 22, મહાવીરનગર, ફાટકની બાજુમાં, હિંમતનગર અને 4, પૂણેનગરી સોસાયટી, ડીસા) પાસેથી એક મોબાઈલ ફોન, રોકડા 12,500 અને પ્રેસિડેન્ટ ગેલેરીની એક ટિકિટ કબજે લેવામાં આવી હતી. દીપકના મોબાઈલ ફોનમાંથી ક્રિકેટ સટ્ટા બેટિંગનું માસ્ટર આઈડી 19exch મળી આવ્યું હતું. માસ્ટર આઈડીમાં 17 ચાલુ ક્લાયન્ટના નામ પણ મળ્યા હતા.
આ ઉપરાંત english999 નામનું પણ એક આઈડી મળ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં સટ્ટોડીયા દીપકકુમાર ખુબચંદ મોહનાણીએ કબૂલ્યું હતું કે, ડીસા પૂણેનગરી સોસાયટીમાં રહેતા પાડોશી રાજેશકુમાર પરમાનંદ મહેશ્વરી પાસેથી કમીશન પર માસ્ટર આઈડી મેળવ્યું છે. આ માહિતીના આધારે અમદાવાદાના ચાંદખેડા પોલીસ મથકેં દીપક મોહનાણી સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
સહાય
શ્રમિકોના પરિવારજનોને 4 લાખ રુપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રુપિયા આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
શ્રમિકો બે દિવસ પહેલા જ આવ્યા
શ્રમિકો બે પૂર્વે જ અહીં આવ્યા હતા. આ શ્રમિકો મધ્ય પ્રદેશના હાન્ડાના વતની હતા. શ્રમિકોની સાથે અહીં એમના પરિવારના લોકો પણ રહેતા હતા. આ દુર્ઘટનામાં શ્રમિકોની સાથે એમના પરિવારજનો પણ ભોગ બન્યા હતા.
સાંસદ ગેની
સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને જવાબદાર ઠેરવતાં કહ્યું કે, રાજકોટ પછીની આ બીજી ગોઝારી ઘટના બની છે. વહીવટી તંત્રની મોટી ચૂક છે. મંજૂરી આપતી વખતે શું ધ્યાન રાખ્યું એ પણ તપાસનો વિષય છે. પરિવારજનોને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કમિટી બનાવવા માટે પણ હું રજૂઆત કરીશ. રાજ્ય સરકારે જો રાજકોટ બાદ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. હું અપેક્ષા રાખું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
કેવા ફટાકડા
ડીસામાં ફટાકડાના હોલસેલ માર્કેટમાં 50 રૂપિયાથી 50 હજાર સુધીના ફટાકડા મળતા હતા. ચોકલેટ ચક્કર, સેલિબ્રેશન, રાજુકાલિયા, 288 શોટ, એન્ગ્રીબર્ડ, છોટાભીમ ઇકો ફ્રેન્ડલી ફટાકડાનું વેચાણ થતું હતું.
અમદાવાદમાં કારખાના
અમદાવાદના અસલાલી અને કણભામાં 103 ફટાકડા ફેક્ટરીઓ છે.
વર્ષ 2005માં અમદાવાદ શહેરના દસક્રોઈ તાલુકામાં આવેલ વાંચ ગામમાં ફટાકડાની પહેલી ફેક્ટરી નાખવામાં આવી હતી. 20 વર્ષ પછી 2005માં 24 ફટાકડાની ફેક્ટરીઓ ફટાકડા બનાવે છે.
ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ વાંચ ગામના ફટાકડાઓનો વેપાર છે.
છેલ્લી 4 પેઢીઓથી ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા અને વાંચ ગામે ફટકડાની ફેક્ટરી ધરાવતા સોનિક ફાયરવર્કસના માલિક નદિમભાઈ છે.
દિવાળી આવે તેના 6 મહિના અગાઉ ઉનાળાથી અમે તે માટેની કામગીરી શરૂ થાય છે.
ફટાકડાની ફેક્ટ્રી માટે અંદાજે 20 થી 25 લાખ રૂપિયાનું રોકાણ હોય છે. 5% થી 7% જેટલો નફો મળે છે.
ફટાકડા સંપૂર્ણ જીએસટી લેવાથી 30 ટકા મોંઘા હોય છે.
મજુર
450 થી 500 રૂપિયા મજૂરી મળે છે. વાંચ ગામમાં આ ફટાકડાનો વ્યવસાય માત્ર મુસ્લિમ અને દેવીપુજક સમાજના લોકો જ કરતા હતા. બધી ફેક્ટરીઓમાં અંદાજે 15 થી 20 લોકો ફટાકડા બનાવવાનું કામ કરે છે એટલે અંદાજિત 450 થી 500 લોકો ફટાકડા બનાવે છે. કારખાનામાં 15 થી 16 કારીગરો ફટાકડા બનાવવાનું કામ કરે છે.
શિવાકાશી
ચીન પછી ભારતમાં વધું ફટાકડા બને છે. ભારતમાં 8000 કરોડના ફટાકડા બને છે.
ચેન્નઈ થી 500 કી.મી. દૂર શીવાકાશીમાં 800 થી વધારે ફટાકડા બનાવવાની ફેક્ટરી છે. લાખો લોકોની આજીવિકા આ વ્યવસાય સાથે જોડાયેલી છે. દેશમાં બનતા કુલ ફટાકડાના 80% હિસ્સો શિવાકાશીમાં તૈયાર થાય છે.
શિવાકાશીનાં ષણમુગમ નડાર અને અય્યા નડાર બંને ભાઈઓ 1922માં કોલકત્તાથી માચીસ બનાવવાની કળા શીખીને શિવાકાશી પાછા ફર્યા અને માચીસની નાની ફેક્ટરી ઊભી કરી. 1926માં બંને અલગ થયા અને ફટાકડા બનાવવાનું કામ શરૂ કર્યું. આજે આ બંને ભાઈઓની કંપનીઓ સ્ટાન્ડર્ડ ફાયર વર્કસ અને શ્રીકાલીશ્વરી ફાયર વર્કસ દેશની બે સૌથી મોટી ફટાકડા બનાવવાની કંપની બની ગઈ છે. અહીંથી 80% ફટાકડા અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.
ભારતની ફટાકડાની ફેક્ટરીઓ જીવલેણ
2025માં ભારતમાં ફટાકડાના કારખાનાઓમાં અકસ્માતોને કારણે લગભગ 40 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતોનું સૌથી મોટું કારણ નિયમોનું પાલન ન કરવું છે.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં પણ એક અકસ્માત થયો હતો. ફટાકડાની ફેક્ટરી અને ગોદામમાં ભીષણ આગ લાગી હતી, જેમાં એક જ પરિવારના આઠ સભ્યોના મોત થયા હતા. મૃતકોમાં ચાર બાળકો પણ હતા. પોલીસે ફેક્ટરી માલિકો સામે ગુનો નોંધ્યો છે.
મધ્યપ્રદેશ
ફેબ્રુઆરી 2024 માં, મધ્યપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11 લોકો માર્યા ગયા હતા અને લગભગ 150 લોકો ઘાયલ થયા હતા.
તમિલનાડુ
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં સ્થિત શિવકાશીને ભારતમાં ફટાકડા ઉત્પાદનનું કેન્દ્ર માનવામાં આવે છે. વિરુધુનગરમાં એક હજારથી વધુ ફટાકડાના કારખાનાઓ અને ત્રણ હજારથી વધુ ફટાકડાની દુકાનો છે. ફટાકડાના કારખાનાઓને લગતા મોટાભાગના અકસ્માતો પણ અહીં જ થાય છે. કામ કરતા કામદારોના સ્વાસ્થ્યને પણ અસર કરે છે.
2023 અને 2024 માં, વિરુધુનગરની ફટાકડા ફેક્ટરીઓમાં 27 અકસ્માતો થયા હતા અને આમાં 70 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માતોના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે રસાયણોનો વધુ પડતો ઉપયોગ અને પરવાનગી કરતાં વધુ કામદારોને રોજગારી આપવાથી જીવલેણ અકસ્માતો થયા હતા.
વિરુધુનગરની લગભગ અડધી વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફટાકડાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. અહીં સૂકા અને ગરમ વાતાવરણને કારણે, અહીં ફટાકડા બનાવવાનું સરળ છે. અહીંના ફટાકડા ઉદ્યોગે વર્ષ 2020-21માં 112 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો.
મધ્યપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં જ્યાં વિસ્ફોટ થયો હતો, ત્યાં પરવાનગી આપેલી માત્રા કરતાં વધુ ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. ફેક્ટરી સંચાલકો પાસે ફક્ત 15 કિલો વિસ્ફોટકો માટેનું લાઇસન્સ હતું, પરંતુ ફેક્ટરી પાસે તેના કરતા અનેક ગણો વધુ ગનપાઉડર હતું. આ ફેક્ટરીમાં અગાઉ પણ અકસ્માતો થયા હતા, પરંતુ તેમ છતાં ફટાકડા બનાવવાનું કામ બંધ થયું ન હતું.
વર્ષ 2021 માં, વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં 27 લોકો માર્યા ગયા હતા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ આની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ શોધી કાઢ્યું હતું કે ફેક્ટરી પાસે બધા જરૂરી લાઇસન્સ હતા, પરંતુ તેમ છતાં વિસ્ફોટકોના નિયમો, 2008 ને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહ્યા હતા. 2008 ફટાકડાના ઉત્પાદન, પરિવહન અને વેચાણ માટેના નિયમો નક્કી કરે છે.
ફટાકડાના કારખાનાઓમાં અકસ્માતો અટકાવવા માટે NGT સમિતિએ કહ્યું હતું કે ફટાકડાના કારખાનાઓ પર ડ્રોનનો ઉપયોગ કરીને નજર રાખવી જોઈએ. ત્યાં કામ કરતા કામદારો માટે સલામતી સંબંધિત તાલીમ હોવી જોઈએ. ખુલ્લામાં ફટાકડા ન બને તેની ખાતરી કરવી જોઈએ.
સમિતિએ સૂચન કર્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરતી ફેક્ટરીઓ પર ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાનો દંડ લાદવો જોઈએ. વધુમાં, જે ફેક્ટરીઓ અગાઉ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠર્યા છે તેમને બંધ કરવા જોઈએ અને તમામ ફેક્ટરીઓ માટે જાહેર જવાબદારી વીમો ફરજિયાત બનાવવો જોઈએ.
મટકા કોઠી
ગુજરાતના વડોદરાના ફતેહપુરા વિસ્તારમાં આવેલા કુંભારવાડામાં 400 વર્ષ જૂની રીતનો ઉપયોગ ફટાકડા માટે કરવામાં આવી રહ્યો છે. માટીમાંથી ફટાકડા બનાવે છે. આ ફટાકડાને મટકા અથવા માટલા કોઠીના નામથી ઓળખવામાં આવે છે. ચીનના ફટાકડા આવતાં 20 વર્ષથી મટકા કોઠીનું ઉત્પાદન બંધ કરવું પડ્યું છે. પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન નામની એનજીઓએ 400 વર્ષ જૂની માટીમાંથી ફટાકડા બનાવવાની કળાને ફરી જીવંત કરી છે.
રોગ અને પ્રદૂષણ
ફટાકડાની 250 જેવી વેરાઈટી 2025માં અમદાવાદમાં હતી.
ફટાકડા સળગાવવાથી ફટાકડા વાયુ પ્રદૂષણમાં વધારો કરે છે જે બ્રેઈન સ્ટ્રોક જેવા ખતરનાક રોગોનું મુખ્ય કારણ બની શકે છે.હૃદય અને મગજના સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થાય છે. સલ્ફર, ઝિંક, કોપર, સોડિયમ જેવા હાનિકારક રસાયણો ફેલાય છે. ફેફસાંને ભારે નુકસાન પહોંચાડે છે. શ્વાસની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.
રસાયણો કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે. આંખનો દુખાવો,
રંગબેરંગી લાઇટિંગ ફટાકડાને બદલે લીલા ફટાકડા ફોડવા જોઈએ.
કાયદો
સ્ટોલ નાખવા અને ફેક્ટરી બંને માટે પરવાનો લેવો પડે છે.
ફાયર NOC લેવું અને જમીનને NA કરાવવી ફરજીયાત બને છે.
ફટાકડા ઉદ્યોગનું નિયંત્રણ ભારત સરકારના ઇન્ડિયન એક્સપ્લોઝિવ અધિનિયમ અને નિયમો – 1940 દ્વારા કરવામાં આવે છે. આ ઉદ્યોગ જોખમકારક હોવાથી તેનું કારખાનું શહેર બહારના વિસ્તારમાં રેલવે લાઇન અને જાહેરમાર્ગથી દૂર નાખવું પડે છે.
પરવાના
જિલ્લા મૅજિસ્ટ્રેટનું ‘વાંધો નથી’ તેવું સર્ટિફિકેટ,
વિસ્ફોટક વિભાગના ક્ષેત્રીય ઇન્સ્પેક્ટરની મંજૂરી,
ફૅક્ટરી અધિનિયમ હેઠળ નિમાયેલા ઇન્સ્પેક્ટરનું લાયસન્સ,
મ્યુનિસિપલ કમિશનરનું લાયસન્સ અને
ભારત સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય, નવી દિલ્હીનું ઔદ્યોગિક વિકાસ અધિનિયમ (ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઍક્ટ) – 1951 હેઠળનું લાયસન્સ આ ઉદ્યોગ શરૂ કરવા આવશ્યક છે.
કઈ રીતે બને
ત્રણ પ્રકારનાં દ્રવ્યો ઑક્સિજનની જરૂરિયાત પૂરી પાડવા માટે પોટૅશિયમ નાઇટ્રેટ અને પોટૅશિયમ ક્લૉરેટ જેવા ઉપચાયકો; હવામાં સળગતી વખતે વિલક્ષણ અને અદભુત અસર ઊભી કરવા માટે ઉમેરવામાં આવતાં ભરતર લોખંડ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ, મર્ક્યુરિક થાયોસાયનેટ કે સલ્ફોસાઇનાઇડ જેવાં વિશિષ્ટ દહનશીલ દ્રવ્યો તથા રંગીન જ્યોત ઉત્પન્ન કરવા માટે સ્ટ્રૉન્શિયમ, કૅલ્શિયમ, બેરિયમ, તાંબું અને સોડિયમ ધાતુઓના ક્ષાર જેવા પદાર્થો.
રોશની
તારામંડળ, બપોરિયાં, ફૂલઝરી, કોઠી, ચકરડી અને સાપની ટીકડીઓ. આ બંને પ્રકારના મિશ્રણરૂપ ફટાકડામાં તડતડિયાં, હવાઈ સિસોટી અને રૉકેટનો સમાવેશ થાય છે.
પ્રક્રિયા
ટેટા બનાવવા માટે 2 ભાગ પોટૅશિયમ ક્લૉરેટ, 1 ભાગ ઍલ્યુમિનિયમ પાઉડર અને 1 ભાગ ગંધક અથવા 4 ભાગ બેરિયમ નાઇટ્રેટ, 2 ભાગ ઍલ્યુમિનિયમ પાઉડર અને 1 ભાગ ગંધકનું મિશ્રણ કરીને દારૂની બારીક ભૂકી તૈયાર કરવામાં આવે છે. કાગળની મજબૂત નાનીમોટી ભૂંગળીમાં આ ભૂકી ભરીને તેના બંને બાજુના છેડાઓ ગડી પાડીને મજબૂત રીતે દબાવવામાં આવે છે. ત્યારપછી તેમાં એક તરફ પાતળા કાગળની દારૂની ભૂકી ભરેલી વાટ ખોસવામાં આવે છે. ભૂંગળી મજબૂત ન હોય અને તેમાં પોલાણ રહી ગયું હોય તો ટેટા બરાબર ફૂટતા નથી અને તેમનું સૂરસુરિયું થઈ જાય છે. વળી જો તે કોઈ વાર આડા ફૂટે તો ઈજા થવાની પણ સંભાવના રહે છે. ટેટાઓને પાતળા કાગળવાળી દારૂની ભૂકી ભરેલી લાંબી વાટ વડે ગૂંથીને તેમની સેર અથવા લૂમ બનાવવામાં આવે છે અને પાંચ કે દસ લૂમનાં પૅકેટ બનાવવામાં આવે છે.
તારામંડળ, બપોરિયાં, ફૂલઝરી, કોઠી અને ચકરડીઓ : દારૂની ભૂકીમાં વિવિધ ધાતુઓના ક્ષાર ઉમેરીને આ પ્રકારના ફટાકડા બનાવવામાં આવે છે. ફટાકડા સળગે ત્યારે ધાતુના ક્ષારના દહનથી જુદા જુદા રંગની જ્યોત અને તણખા દેખાય છે. સ્ટ્રૉન્શિયમ ક્ષાર ઉમેરવાથી લાલ, કૅલ્શિયમ ક્ષારથી નારંગી, બેરિયમ ક્ષારથી લીલો, તાંબાના ક્ષારથી વાદળી અને સોડિયમના ક્ષારથી પીળો રંગ દેખાય છે. મૅગ્નેશિયમ કે ઍલ્યુમિનિયમ ધાતુ ઉમેરવાથી તણખા, ચિનગારીઓ અને ચમકારા દેખાય છે.
સાપની ટીકડીઓ : મર્ક્યુરિક થાયોસાયનેટ, ગુંદર અને પોટૅશિયમ નાઇટ્રેટના મિશ્રણ વડે સાપની ટીકડીઓ બનાવવામાં આવે છે. જ્યારે તેમને સળગાવવામાં આવે છે ત્યારે આ દ્રવ્યોના દહનથી ટીકડીઓમાંથી 20થી 50ગણી માત્રામાં અવશેષ ઉત્પન્ન થાય છે તે લાંબા સાપના સ્વરૂપમાં દેખાય છે.
તડતડિયાં : મૅગ્નેશિયમ કાર્બોનેટ, ફૉસ્ફરસ અને ગુંદરનું મિશ્રણ બનાવીને કાગળની લાંબી પટ્ટી ઉપર વ્યવસ્થિત અંતરે તેની ઢગલીઓ કરવામાં આવે છે. તે સુકાય એટલે તડતડિયાંની પટ્ટી બને છે. કેટલીક વાર કાગળની પટ્ટીને બદલે પથ્થર અથવા ધાતુના ફલક ઉપર મિશ્રણની વ્યવસ્થિત અંતરે ઢગલીઓ કરવામાં આવે છે. તે સુકાય એટલે છૂટાં છૂટાં તડતડિયાં બને છે. તેમને ડબ્બીઓમાં ભરીને દસ દસ ડબ્બીઓનાં પૅકેટ બનાવવામાં આવે છે. તડતડિયાં ઘર્ષણથી સળગે છે ત્યારે તેમના ચમકારા અને તડ-તડ અવાજ જોવાનો અને સાંભળવાનો આનંદ આપે છે.
હવાઈ સિસોટી : કાગળની પોલી ભૂંગળીમાં અથવા ધાતુની ડબ્બીમાં પોટૅશિયમ પિક્રેટની ભૂકી ચુસ્ત રીતે ભરવામાં આવે છે અને તેમાં જામગરી ખોસવામાં આવે છે. આ ભૂકી સળગવાથી પુષ્કળ વાયુ ઉત્પન્ન થાય છે અને તેનો પ્રવાહ ભૂંગળી અથવા ડબ્બીમાંથી પ્રચંડ વેગે બહાર ધસધસતી વખતે તેને ધક્કો મારે છે તેથી હવાઈ સિસોટીની જેમ અવાજ કરતી આકાશ તરફ ઊડે છે.
રૉકેટ : કાગળની પોલી ભૂંગળીમાં બે ખાનાં બનાવીને એક ખાનામાં કોલસો, નાઇટર અને ગંધકની કરકરી ભૂકી અને બીજા ખાનામાં તે જ દ્રવ્યોની બારીક ભૂકી ચુસ્ત રીતે ભરવામાં આવે છે. રૉકેટને સળગાવવાથી પહેલાં કરકરી ભૂકીના દહનથી હવાઈની જેમ રૉકેટ પણ આકાશ તરફ ઊડે છે. નળી સાથે જોડેલી લાકડાની સળી રૉકેટને ઉડ્ડયનમાં સ્થિરતા આપે છે. તે સમયે કોલસાની ભૂકી સળગતી હોવાથી તેના તણખાવાળી પૂંછડી દેખાય છે. રૉકેટ ઉડ્ડયનની મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે કરકરી ભૂકીનું દહન રૉકેટના ટોચકામાં ભરેલી બારીક ભૂકીને સળગાવે છે તેથી રૉકેટ ધડાકા સાથે ફૂટે છે.
આ બધા પ્રકારના ફટાકડાની ગુણવત્તાનું ધોરણ ભારતમાં નક્કી થયેલું નથી તેથી હાલમાં તે ઉત્પાદકના અંગત કૌશલ્ય ઉપર આધાર રાખે છે; પરંતુ બ્યુરો ઑવ્ ઇન્ડિયન સ્ટૅન્ડર્ડ્ઝ તે સુધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે.
ફટાકડાની શોધ ચીનાઓએ કરી હતી અને ત્યાંથી આરબો મારફતે યુરોપમાં પ્રસરી હતી તેમ માનવામાં આવે છે.
ફટાકડાનો ઈતિહાસ
ફટાકડા સળગાવવાની શરૂઆત
ભારતમાં ફટાકડા સળગાવવાની શરૂઆત ઈસ્લામી સામ્રાજ્યોના ઉદયની સાથે સાથે થઈ હતી. દારૂખાનાની ઉત્પત્તિ 9મી સદીમાં ચીનમાં થઈ હતી.
મંગોળ ચીન પર પોતાના હુમલા વખતે બારૂદના ઉપયોગથી પરિચિત થઈ ગયા. આ ટેક્નીકને મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા અને વર્ધમાન ભૂમિ અને સુદૂર પૂર્વમાં કોરિયા અને જાપાન સુધી લઈ ગયા.
દિલ્હીમાં આગમન
જ્યારે માંગલોએ ભારતમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું હતું તો તે આ જ્વલંત ટેક્નીકને પોતાની સાથે લાવ્યા હતા. પછી 13મી શતાબ્દીના મધ્યમાં દિલ્હીમાં શરૂ કર્યું હતું.
મધ્યયુગીન ઈતિહાસકાર ફરિશતાએ પોતાની પુસ્તક તારિખ-એફરિશ્તા માર્ચ 1258માં એક ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યું છે. હુલગુ ખાનના દૂતના સ્વાગત માટે કરવામાં આવ્યો હતો. તે દિલ્હીમાં સુલ્તાન નસીરૂદ્દીન મહમૂદના દરબારમાં થયો હતો. એક અવસર માટે 3,000 કોર્ટ લોડ ફટાકડા લાવવામાં આવ્યા હતા.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લેફ્ટનેન્ટ કર્નલ જે બાદમાં જનરલ પણ બન્યા જોન બ્રિગ્સ, તેમણે આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. જોકે તે એ સમજાવવામાં અસમર્થ હતા કે ફરિસ્તાનું આતિશબાજી સાથે શું મતલબ છે અને તેમણે પછી એ અનુમાન લગાવ્યું કે તે મોહમ્મદ બિન કાસિમ અને મહમૂદ ગજની દ્વારા ઉપયોગ કરવામાં આવેલી ગ્રીક આગ હશે.
મુગલો પહેલા ભારત આવેલા પોર્ટુગલ પણ ફટાકડાનો ઉપયોગ કરતા હતા. બીજાપુરના અલી આદિલ શાહની 1570ની પ્રમુખ કૃતિ નુમુઝ ઉલ-ઉલૂમમાં ફટાકડા પર એક અભ્યાસ પણ છે. ડૉ.કેથરીન બટલર સ્કોફીલ્ડ જે કિંગ્સ કોલેજ, લંડનમાં અભ્યાસ કરે છે તેમનું કહેવું છે કે મુગલો અને તેમના રાજપૂત સમકાલીનોએ મોટી સંખ્યા પર ફટાકડાનો ઉપયોગ કર્યો છે.
શાહજહાં અને ઓરંગજેબના શાસનકાળના ઈતિહાસમાં લગ્ન, જન્મદિવસના વજન, રાજ્યાભિષેક અને શબ-એ-બારાત જેવા ધાર્મિક તહેવારો માટે ઉપયોગ કરવામાં આવતા ફટાકડાનું વર્ણન પણ આપણને ઈતિહાસમાં મળે છે.
બીજો ઇતિહાસ
ચીન
છઠ્ઠી સદીમાં ચીનમાં એક રસોયા દ્વારા ફટાકડાંની શોધ થઈ. તે રસોઈયાથી સ્વાદિષ્ટ રસોઈ બનાવતી વખતે ભૂલથી પોટેશિયમ નાઈટ્રેટ આગમાં પડી ગયું. પરિણામે તેમાંથી રંગબેરંગી જ્વાળાઓ નીકળી, ત્યારબાદ તેમાં કોલસા અને સલ્ફરનો ભૂકો નાખવાથી બહુ મોટો ધડાકો થયો અને રંગીન જ્વાળાઓ નીકળતી રહી. આ ધડાકાની સાથે બારૂદની શોધ થઈ અને આકર્ષક ફટાકડાની શરૂઆત થઈ.
ત્યારબાદ ચીનના સૈનિકોએ પોટેશિયમ નાઈટ્રેટ, કોલસો અને સલ્ફર આ બધાના મિશ્રણનો ઉપયોગ વાંસની ભૂંગળીમાં ભરીને વિસ્ફોટ કરવા માટે કર્યો.
ચીનનો ઇતિહાસ કહે છે કે 2200 વર્ષ પહેલા લોકો વાંસને આગમાં નાખતા, વાંસ અંદરથી ખોખલું હોય અને તેનામાં ગાંઠો ખૂબ જ હોવાથી, તે ગરમ થતા તેની ગાંઠો ફૂટતી અને તેનો અવાજ જોરદાર ધમાકા સાથે આવતો.
છઠ્ઠી સદીમાં ચીનમાં થયેલ ફટાકડાની શોધ ઈ.સ.1200 થી ઈ.સ.1700 સુધીમાં આખી દુનિયામાં લોકોની પસંદ બની ગયા. દરેક ખુશીના પ્રસંગો તેમજ તહેવારોમાં આતિશબાજીની શરૂઆત અહીંથી જ થઈ. આજે પણ 199 દેશોમાં નવા વર્ષની શરૂઆત ફટાકડા ફોડીને જ થાય છે. આપણે ત્યાં દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા ત્યાર પછી ઘણા વર્ષે શરૂ થઈ.
ભારતમાં 12મી સદીમાં બંગાળના બૌદ્ધ ધર્મગુરુ દીપાકરે ફટાકડાની આતિશબાજી શરૂ કરી. તેઓ ફટાકડા ફોડવાનું જ્ઞાન ચીનના તિબ્બેટ પ્રવાસ દરમિયાન શીખી લાવ્યા હતા. શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહમાં આતિશબાજી કરવામાં આવી હતી.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એક એવા મિશ્રણની વાત મળે છે કે જેને બાળવાથી તેજ જ્વાળા ઉત્પન્ન થાય છે, આ મિશ્રણને વાંસની નળીમાં નાખીને બાળવાથી ફટાકડા ફૂટે છે. આમ ભારતમાં ફટાકડાનો ઇતિહાસ 13મી સદીથી પણ વધારે જૂનો છે, જેની ઝલક વર્ષો જૂની પેન્ટિંગમાં ફૂલઝડી અને આતિશબાજી ના દ્રશ્યો દ્વારા જોવા મળે છે.
બાબરે 1519 માં જ્યારે ભારત પર હુમલો કર્યો ત્યારે તેણે બારૂદ નો ઉપયોગ કર્યો હતો અને શાહજહાંના દીકરાના લગ્ન 1633 માં થયા ત્યારે આતિશબાજી થઈ હતી એવા પેન્ટિંગ્સ પણ જોવા મળે છે.તેથી ભારતમાં 12મી સદીથી ફટાકડા હોવાનું પ્રમાણ મળે છે.