Zuckerberg and Ambani clarify business after controversy over Facebook helping BJP
નવી દિલ્હી, 15 ડિસેમ્બર 2020
અમેરિકાનું ખ્યાતિ પ્રાપ્ત પ્રતિષ્ઠિત છાપું વોલ ટ્રીટ જર્નલમાં ફેસબુક ભારતમાં કઈ રીતે ભાજપ અને ભાજપની ભગિની સંસ્થાઓને મદદ કરી રહ્યું છે તે જાહેર થયા બાદ ફેસબુકના માલિક ઝુકરબર્ગ અને રિલાયંસમાં ફેસબુકનું રોકણ મેળવનારા મુકેશ અંબાણી દ્વારા ભારતમાં કેટલીક સ્પષ્ટતાઓ કરવાની ફરજ પડી છે. ગુજરાતમાં અંબાણી અને ઝુકરબર્ગ મોટો ધંધો કરે છે અને લાખો ગ્રાહકો ગુજરાતમાં છે.
ફેસબૂકના વડા માર્ક ઝુકરબર્ગ સાથેની એક મહત્વની વાતચીતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ભારત વિશ્વની અગ્રણી ડિજિટલ સોસાયટી બનશે, જેનું સંચાલન યુવાન લોકો કરતાં હશે. આગામી દાયકાઓમાં ઝડપી બની રહેલા સામાજિક અને આર્થિક પરિવર્તનના દૌરમાં ભાગ લેવા ફેસબૂક અને તેવા જેવી વિશ્વની અન્ય અગ્રણી કંપનીઓ પાસે ભારતમાં સ્થાન જમાવવા માટે સુવર્ણ તક છે.
ઝુકરબર્ગે કહ્યું હતું કે, નોંધનીય ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિ ધરાવતું ભારત તેમના માટે ખાસ દેશ છે વોટ્સએપ પેમેન્ટ સેવાઓ ભારતમાં તેઓ ઊંડે સુધી વિસ્તારશે. મેસેજ જેટલી જ સરળતાથી વોટ્સએપ પે દ્વારા રૂપિયા પણ મોકલી શકો છો. આ બધું જ UPI પેમેન્ટ સિસ્ટમના કારણે સરળ બન્યું છે જે ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે.
ભારતીયો એક પોસ્ટકાર્ડની કિંમત કરતાં પણ ઓછા ખર્ચમાં કોઈની પણ સાથે વાતચીત કરી શકે છે અને અમે મેસેજિંગ વિકસાવવામાં પણ એ જ પ્રયાસ કર્યો છે.
એપ્રિલ મહિનામાં જ ફેસબૂકે જિયો પ્લેટફોર્મ્સને 5.7 બિલિયન અમેરિકી ડોલરનું (રૂ.43,574 કરોડ) સાથે આ હિસ્સો રિલાયંસનો ખરીદ કર્યો છે. વિદેશી રોકાણ રિલાયંસમા થઈ રહ્યું છે. મુસ્લિમ દેશોનું પણ રોકાણ રિલાયંસમાં થયું છે.
અંબાણીએ જણાવ્યું હતું કે, જિયો અને ફેસબૂક વચ્ચેની ભાગીદારી મહત્વના સાબિત થશે.
ફેસબુકના વિવાદ બાદ તેનો ઉલ્લેખ કરવાનું ટાળીને વોટ્સએપ અને જિયો ભારતમાં સેંકડો મિલિયન્સ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે તે વાતનો ઉલ્લેખ કરીને અંબાણીએ કહ્યું હતું કે, જિયો ડિજિટલ કનેક્ટિવિટી લાવ્યું છે, વોટ્સએપ હવે વોટ્સએપ પે દ્વારા ડિજિટલ આદાન-પ્રદાન લાવ્યું છે.
ઝુકરબર્ગે ઉમેર્યું હતું કે, “ટેક્નોલોજી દરેકના ઉપયોગ માટે હોય” તેનું તેમની કંપની ખાસ ધ્યાન રાખે છે અને રિલાયન્સ જિયો સાથે ભાગીદારી કરવા પાછળનું સૌથી મોટું કારણ પણ એ જ હતું.