વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી પસંદ કરેલા 22 હિરો

Prime Minister Narendra Modi selected 22 heroes from Gujarat, प्रधानमंत्री नरेंद्र मोदी ने गुजरात से 22 नायकों का चयन किया

દિલીપ પટેલ

ગાંધીનગર, 26 એપ્રિલ 2023

મન કી બાતમાં ઉલ્લેખ કરેલા ગુજરાતના 22 વ્યક્તિવિશેષો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો. ગૌરવ સન્માન ગાંધીનગરમાં કર્યુ હતું. પોતપોતાના ક્ષેત્રોમાં પ્રજાલક્ષી કાર્યો અને સમાજજીવનમાં ઉલ્લેખનીય પ્રદાન કરનારા આપ સૌ અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે.

તન્વી પટેલે સેટેલાઈટ બનાવ્યો

ઈન સ્પેશ કાર્યક્રમ ઉપર મહેસાણાની શાળામાં તન્વી પટેલ ભણતી હતી. તે બહુ જ નાના સેટેલાઈટ પર કામ કર્યું હતું. સ્પેસમાં લોન્ચ થવાનો હતો.  તન્વીની જેમ દેશના અંદાજે 750 સ્કૂલના વિદ્યાર્થીઓ, અમૃત મહોત્સવમાં આવા જ 75 સેટેલાઈટ પર કામ કરી રહ્યાં છે. મોટાભાગના વિદ્યાર્થીઓ દેશના નાના શહેરોમાંથી આવે છે. થોડા વર્ષો પહેલા સ્પેસ સેક્ટરની છબી કોઈ સિક્રેટ મિશન જેવી હતી. સ્પેસ રિફોર્મસમાં યુવા હવે પોતાના સેટેલાઈટ લોન્ચ કરી રહ્યાં છે. અમદાવાદમાં બોપલસ્થિત IN-SPACeનું મુખ્યાલય છે. IN-SPACeએ અવકાશ વિભાગ હેઠળની નોડલ એજન્સી છે, જે અવકાશી સંશોધન અને વેપારક્ષેત્રે ખાનગી ઉદ્યમીઓને પ્રવેશવાની તથા આગળ વધવાની તક પૂરી પાડે છે. તે સિંગલ વિન્ડો ક્લિયરન્સની કામગીરી કરે છે. ઈસરોની માહિતી અને પ્રૌદ્યોગિકી ઉપરાંત તેની માળખાકીય સુવિધાઓનો ઉપયોગ પણ ખાનગીક્ષેત્ર કરી શકે છે.

હરૂનભાઈ

બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનના સરહદી વિસ્તારઅમીરગઢ તાલુકાના રામપુરા-વડલાના ખેડૂત ઇસ્માઇલભાઇ રહીમભાઇ શેરૂ ખેતીક્ષેત્રે પ્રગતિ કરી ખ્યાતી મેળવી છે. દર વર્ષે 50 હજાર ખેડૂતોને માર્ગદર્શન આપે છે. તે દાડમ,પપૈયાની નિકાસ કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જે બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

પોતાની કોઠાસુજને કારણે બટાટા, શાકભાજી તેમજ પપૈયા-દાડમની ખેતી કરે છે. અનેક એવોર્ડ પણ મેળવેલા છે. પરિવારની ઈચ્છા વિપરીત ખેતીવાડી શરૂ કરી હતી. હવે મોટી કંપનીમાં બટાકા વેચીને ખેતી કરે છે. ખેડૂતે પોતાની કોઠાબુજનો ઉપયોગ કરી ખેતીમાં કાઠું કાઢ્યું છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માં કેવી રીતે જોડાવવું ? સહિતના પ્રશ્નો બાબતે રોજેરોજ ખેડૂતો સાથે સંવાદ કરી તેમને માર્ગદર્શન આપે છે.

ડ્રેગન ફ્રુટ હરમાનભાઈ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામના પ્રયોગશીલ ખેડૂત હરમાન ભાઈ ડાહ્યાભાઈ પટેલ સન 2016થી વિદેશી ફળની દેશી ખેતી કરી રહ્યાં છે. તેઓ ઓર્ગેનિક ખાતર અને વનસ્પતિમાંથી બનાવેલા જીવામૃતનો ઉપયોગ કરીને સાત્વિક ખેતી કરે છે. ડ્રેગન ફળ ઘરેથી જ લઈને સ્થાનિક બજારમાં વેચાઈ જાય છે. પ્રેરણા લઈને ડભોઇ તાલુકાના જ ભિલાપુર અને બેરામપુરાના ખેડૂતો એ એક પ્રયોગ રૂપે ડ્રેગન ફ્રૂટનો ઉછેર શરૂ કર્યો છે.

હરમાન ભાઈએ ઓઇલ પામની ખેતી કરી હતી. એ નિષ્ફળ રહી હતી.  ડ્રેગન ફ્રૂટની ખેતી કરી. વિડિયો જોયા, મહારાષ્ટ્રના નંદુરબારના ખેડૂતની ખેતી જોઈ અને આ ખેતી કરી હતી. લાલ, પીળા અને સફેદ, ત્રણ પ્રકારના ડ્રેગન ફૂટમાં લાલ ફળની મીઠાશ વધુ હોવાથી એની માંગ ઊંચી રહે છે. આ છોડ સિમેન્ટના થાંભલાના ટેકાથી ઉછેરવામાં આવે છે. ત્રણ એકર જમીનમાં 2000 થાંભલા પર છોડ ઉછેર્યા છે. જુલાઇથી ડિસેમ્બર આ ફળપાક ની મોસમ હોય છે. એક છોડ વર્ષે 15 થી 20 કિલોગ્રામ ફળ મળે છે. વિદેશી ફળ કાંટાળા થોરના કુળની વનસ્પતિની ઊપજ છે. એક સમયે આવા થોરથી ખેતરની વાડો બનાવવામાં આવતી.

સુરતની અન્વી રબર ગર્લ

સુરત શહેરમાં રહેતી અન્વી નામની દિવ્યાંગ બાળકી જન્મથી જ ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે. તે નાનપણથી જ હાર્ટની બિમારીથી પીડાય છે. તે 3 મહિનાથી હતી ત્યારે તેની ઓપન હાર્ટ સર્જરી થઈ હતી. શાળામાં સ્લો લર્નિંગ બાળા છે. તે જન્મજાત અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. 21 ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝના કારણે મોટા આંતરડામાં ક્ષતિ છે. જેના લીધે સ્ટૂલ પાસ કરવામાં (મળ ત્યાગ) સમસ્યા રહે છે. તે 75% બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે.

તેના માતા-પિતાએ તેને દરેક નાની-નાની બાબતો શિખાવી હતી. યોગના કારણે તેના જીવનમાં પરિવર્તન આવી ગયું છે. 13 વર્ષની અન્વી ઝાંઝરૂકિયાની 2021માં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલપુરસ્કાર-2022 માટે પસંદગી કરવામાં આવી હતી. ‘ક્રિએટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરી’માં નેશનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં ઓળખ બનાવી છે. અન્વીએ શારીરિક, માનસિક મર્યાદાઓને ઓળંગી યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી છે.  સુરતની અન્વી રબર ગર્લ તરીકે જાણીતી બની છે. ગુજરાતનું નામ રોશન કરીને પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. અન્વી એવા દિવ્યાંગો માટે રોલમોડેલ છે, જેઓ થોડી મહેનતથી સામાન્ય જીવન જીવી શકે છે.

આવી અનેક સમસ્યાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં નામના મેળવી છે. રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે. તેણે 3 વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં 3 સુવર્ણ ચંદ્રકો અને 2 કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે કુલ 42 યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં 51 મેડલો મેળવ્યા છે.

અમદાવાદની આફરીન શેખ

અમદાવાદના ઓછી શાળાઓ વચ્ચે જુહાપુરામાં ભણતી દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં 99.31 પર્સન્ટાઈલ અને 87.13 ટકા સાથે ઉતીર્ણ થનારી અમદાવાદની વિદ્યાર્થિની આફરીન શેખે લોકોનાં દિલ જીતી લીધાં હતા. રિક્ષાચાલકની 16 વર્ષીય આફરીન ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગે છે. આફરીનના પિતા શેખ મોહમ્મદ હમ્ઝા છે. આફરીન અત્યારે ધોળકામાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે.

દિવાદાંડી

દિવદાંડી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝિંઝુવાડા નામના એક ગામમાં છે. ત્યાંથી હાલ દરિયાકિનારો સો કિલોમીટરથી પણ વધારે દૂર છે. પથ્થર મળે છે જે અહીં કયારેક એક વ્યસ્ત બંદર આવેલું હશે. દરિયાકિનારો છેક ઝીંઝુવાડા સુધી હતો. સમુદ્રનું ઘટવું, વધવું, પાછા ખસવું, આટલે દૂર જતું રહેવું, એ પણ તેનું એક સ્વરૂપ છે.

મધ

કુદરતી ઓર્ગેનિક મધ તો દેશ અને દુનિયામાં પસંદ કરવામાં આવે છે. ગુજરાતના બનાસકાંઠામાં વર્ષ 2016માં મધુરક્રાંતિ – મધ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આજે બનાસકાંઠાના કિસાનો મધમાંથી દર વર્ષે લાખો રૂપિયા કમાઇ રહ્યા છે.

સરગવો – કામરાજ ચૌધરી

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના ખેડૂત કામરાજ ચૌધરીની આગવી કોઠાસૂઝથી સરગવો પેદા કરે છે. સરગવાનાં બીજ જાતે વિકસાવેલાં જેથી આ સરગવાનો રંગ, ચમક, લંબાઈના કારણે ભાવ ઊંચા મળવા લાગ્યા હતા. ગુજરાત બહારના વેપારીઓ પણ કામરાજભાઈ દ્વારા ઘર પર તૈયાર કરેલી ઓર્ગેનિક સરગવાની ડિમાન્ડ વધવા લાગી છે. ઉત્તર ગુજરાતમાં પાણી ના તળ ઊંડા જતાં રહ્યાં છે. 2001માં સરગવાનું 25 વીઘામાં વાવેતર કર્યું હતું. પરંતુ સરગવો ન વેચાતા બે વર્ષ બાદ કાઢી નાખ્યો હતો. પ્લેટફોર્મ કે અહીંયાં પોષણક્ષમ ભાવ ન મળતાં સરગવાની ખેતી ખોદીને કાઢી નાખવી પડી હતી. ફરી, 2010માં વાવેતર 10 વર્ષથી ગુજરાત બહાર ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ, ઉડીશા, દિલ્હી સુધી માલ મોકલે છે.

રાજકોટનો સ્વિમર જીગર

રાજકોટના પેરા સ્વિમર જીગર જયેશ ઠક્કરએ એશિયામાં નંબર વનનો ક્રમાંક હાંસલ કર્યો હતો. 2021માં 18 રાજ્યોના 334 પેરા સ્વિમરોએ તેમની શારીરિક ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. જીગરે અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ 11 ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. જીગરને નાનપણથી જ હાથ અને પગમા ખોટ હોય તેવું જાણવા મળ્યું છે.

ગરીબોના મસિહા અશોક સથવારા

હિંમતનગરના મંડપ સર્વિસના ધંધો કરતાં અશોકભાઇ સથવારાએ અઢી વર્ષમાં હૃદય, કેન્સર, લીવર સહિતની બીમારીઓમાં 225 દર્દીઓને લાભ અપાવ્યાં હતા. ગરીબ પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છે. તેમના પિતા ચંદુલાલ સથવારાને વર્ષો અગાઉ લીવરની બિમારી હતી. પરંતુ આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તેઓ તેમના પિતાની સારવાર કરાવી શકતા ન હતા.

ગંભીર બિમારી ધરાવતા દર્દીઓને સ્વખર્ચે સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં વર્કશોપોનું આયોજન કરવા લાગ્યા. અઢી વર્ષમાં હદય, કીડની જેવી ગંભીર બિમારીઓનો ભોગ બની ચૂકેલા 70થી વધુ દર્દીઓને અમદાવાદની યુ.એન.મહેતા, એપોલો, સ્ટર્લીન અને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મદદ કરાવી ચૂકયા છે.

ગરીબ દર્દીઓની મુલાકાત લઇ સાડા છ હજારથી વધુ લાભાર્થીઓને મા અમૃતમય કાર્ડ અપાવ્યા છે. અશોકભાઇ સથવારાને રોટરી કલબ ઓફ હિંમતનગર, શિવમ્ મિત્ર મંડળ સહિતની અનેક વિવિધ સામાજીક સેવાભાવિ સંસ્થાઓ દ્વારા સન્માનિત કરાયા છે.