[:gj]અંકલેશ્વર પ્રદુષણ માટે GPCBએ તુરંત બેઠક બોલાવી કેમ [:]

[:gj]6 સપ્ટેબર 2018ના દિવસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નવા નિમાયેલા અધ્યક્ષ રાજીવ ગુપ્તાએ ગુજરાતના સૌથી વધારે પ્રદૂષણ ફેલાવતા અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓ પ્રદૂષણ જોઈને ચોંકી ઉઠ્યા હતા. તેથી અંકલેશ્વરના મોટા ઉદ્યોગપતિઓને ગાંધીનગર ખાતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ રાજીવ ગુપ્તા બોલાવ્યા છે. અંકલેશ્વરમાં દરેક સ્થળે મુલાકાત લીધી હતી. જ્યાં પ્રદૂષીત પાણી શુદ્ધિકરણ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. સોલિડ વેસ્ટ સાઇટ અને પ્રદુષિત પાણીની પાઈપલાઈનોના સંદર્ભમાં મુલાકાત લીધી હતી. આ મુલાકાતોથી તેઓ પ્રભાવિત થયા ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી ને એવું કહ્યું છે ‘કે અંકલેશ્વરના પ્રદૂષણને અંકુશમાં લાવવા માટે માળખાકીય સુવિધાઓ વધારે વિસ્તૃત કરવાની જરૂર છે.’ તેનો મતલબ કે બરાબર નથી. આ ટ્વિટ સાથે તેમણે કેટલાક ફોટાઓ પણ રજૂ કર્યા હતા. હવે પ્રદૂષણ કરનારા લોકોને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવી રહ્યાં છે. અંકલેશ્વરમાં જે ઉદ્યોગપતિઓ સાથે તેમણે મિટિંગ કરી હતી એમાં એવું સ્પષ્ટપણે કહ્યું હતું કે ‘આગામી ૩૦ વર્ષમાં જે થવાનું છે, એ અંગે વિચારીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું જોઈએ અને તો જ અંકલેશ્વરનું હવા અને પાણીનું પ્રદૂષણ અંકુશમાં રહે છે.’ અંકલેશ્વરમાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાય છે અને જેના કારણે આસપાસના વિસ્તારોમાં લોકો પરેશાન થાય છે. વર્ષે સેંકડો ટેન્કર એવી પકડાઈ છે કે જે પ્રદૂષિત પાણી આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઠાલવતી હોય. ભારતની સૌથી પહેલી સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ અંકલેશ્વરમાં બનાવવામાં આવી હતી. તેમ છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પ્રદૂષણ થવા દે છે તેના માટે અધિકારીઓ હપ્તા લે છે. જે અધિકારી એક વખત અંકલેશ્વરની મૂલાકાત લે છે તે જો ભ્રષ્ટ હોય તો કરોડપતિ થઈ જાય છે. કેટલાંક અધિકારીઓ ભરપૂર હપ્તાઓ લે છે. તે અંગેની ફરિયાદો પણ જીપીસીબી સમક્ષ અનેક વખત થઈ છે. રાજનેતાઓ અને અધિકારીઓને અહીંથી સૌથી મોટું ફંડ મળતું રહ્યું છે. [:]